ઈન્ટરનેટ : આશીર્વાદ કે અભિશાપ
ઈંટરનેટની બે બાજુઓ છે : રચનાત્મક બાજુ અને ખંડનાત્મક બાજ ! ઉપયોગિતાની દ્રષ્ટિએ એની પ્રથમ બાજુઓ વિચાર કરીએ તો , ઈંટરનેટ એ અકલ્પ માહિતીઓનો અગાધ દરિયો છે . તે મૂળભૂત રીતે માહિતીઓ ભેગી કરવાનું , અન્ય લોકો સાથે સંવાદિતા સાધવાનું , એક કમ્પ્યૂટર પરથી બીજા કમ્પ્યૂટર પર સંશોધનનોનો ઉપયોગ વહેંચવાનું તથા વાણિજ્યિક હેતુ માટે અને મનોરંજનાત્મક હેતુઓ માટે એમ બહુહેતુક રીતે ઉપયોગમાં આવતું માધ્યમ છે . એનું " સર્ચ એંજિન " નામનું સાધન , પોતાના બ્રાઉજરમાં આપણી જરૂરિયાત અનુસારનો પ્રશ્ન ટાઈપ કરી , તેનો જવાબ શોધી આપે છે . એની WWW નામે
ઓળખાતી World wide web એ એક એવી સેવા છે જે વેબ સર્વર ( web server ) તરીકે ઓળખાય છે .
આમ , ઈંટરનેટ દ્વારા આપણને ઈલેક્ટ્રોનિક મેઈલ ( E - mail ) યુઝનેટ અથવા ઈંટરનેટ ન્યૂઝ , ચેટિંગ અને વીડિયો કોંફરંસ જેવી અતિ ઉપયોગી સેવાઓ ઉપલબ્ધ થઈ છે . જે આપણા માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે . પરંતુ હવે એના બીજા પાસાની વાત કરીએ તો , ભારત જેવા આર્થિક પછાત દેશ માટે ઈંતરનેટ એ પોષાય એવી સેવા છે જ નહિ , ઈંટરનેટની આપણાં બાળકોના શિક્ષણ અને સ્વાસ્થય પર પણ ભારે વિપરીત અસર પડી રહેલ જોવા મળે છે . ઈંટરનેટના દુરૂપયોગથી આપણું યુવાધન અશિસ્ત્ર અને અસંયમના ગેરમાર્ગે દોરવાઈ રહ્યું છે . અને છેલ્લે , શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં ઈંટરનેનો પ્રવેશ થવાથી એને ઉપયોગ વધવાથી શિષ્ય -ગુરુ વચ્ચેના પવિત્રસંબંધો પર પૂર્ણવિરામ મુકાતું જાય છે . ઈ - મેઈલ , વ્હાટસએપ જેવી સુવિધા થવાથે વ્યકતિ - વ્યકતિ વચ્ચેના સામાજિક સંબંધો , પ્રત્યક્ષ મળવાની પ્રક્રિયા વગેરે બંધ થઈ જતા માનવ -માનવ ઈંટરનેટ પર રજૂ થતાં મનોરંજનાત્મક કાર્યક્ર્મ પાછળ પોતાનો કિમતી સમય વેડફી રહ્યા છે ; જેને પરિણામ એમનો બૌદ્ધિક વિકાસ અટકી ગયો છે . નેટવર્ક ન્યૂઝ સેવાના કારણે વર્તમાનપત્રોના સેવાવર્તુળ પર પણ માઠી અસર જોવા મળે છે . ઈંટરનેટનો સમજપૂર્વક અને સુયોગ્ય ઉપયોગ , મર્યાદામાં રહીને થાય તો , અલબત્ત , આપણો દેશ એકવીસમી સદી સાથે તાલ મિલાવીને સર્વાંગી વિકાસ કરી શકવાની ક્ષમતા ધરાવે છે ; અને જો એનો ગેરસમજભર્યો તથા વધુ પડતો અતિરેક થશો તો નિ : શંક આપણને ન કેવળ આર્થિક ક્ષેત્રે બલકે કૌટુંબિક , સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ભારેમાં ભારે નુકસાન પહોંચાડવાની તાકાત ધરાવે છે .