Gujarat Gayn Guru Quiz 2022
Gyan Guru Quiz Result | Click Here |
દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો અને ક્વીઝમાં 20 ક્વિઝ રહેશે. દરરોજ 250 ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. તે ઉપરાંત દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
અહીંથી વાચો ક્વિઝ વિશે નો ઓફિશ્યલ પરિપત્ર
ભાગ કોણ લઈ શકશે
ધોરણ -૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી , અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો ભાગ લઈ શકશે .
પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા ( નગરપાલિકા સમાવિષ્ટ ) / વોર્ડ કક્ષાએ યોજાશે .
દ્વિતીય તબક્કામાં તાલુકા ( નગરપાલિકા સમાવિષ્ટ ) કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ ઓનલાઈન ક્વિઝનુ આયોજન કરવામાં આવશે .
• ત્રીજા અને અંતિમ તબક્કામાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની ઓનલાઈન ક્વિઝપૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝનું આયોજન થશે . .
ઈનામ વિતરણ વ્યવસ્થા
● તાલુકા ( નગરપાલિકા સમાવિષ્ટ ) કક્ષાએ ક્વિઝના ઈનામ ( અઠવાડિયા દીઠ ) :
શાળા કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા ( કુલ ૦૧ ) રૂ .૨૧૦૦ / - , દ્વિતિય ક્રમના વિજેતા ( કુલ ૦૪ ) રૂ .૧૫૦૦ / - , તૃતીય ક્રમના વિજેતા ( કુલ ૦૫ ) રૂ .૧૦૦૦ / - આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે .
કોલેજ કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા ( કુલ ૦૧ ) રૂ .૩૧૦૦ / - , દ્વિતિય ક્રમના વિજેતા ( કુલ ૦૪ ) રૂ .૨૧૦૦ / - , તૃતીય ક્રમના વિજેતા ( કુલ ૦૫ ) રૂ .૧૫૦૦ / - આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે .
→ તાલુકા ( નગરપાલિકા સમાવિષ્ટ ) કક્ષાએ વિશિષ્ટ ઈનામ : - શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ : પ્રથમ ક્રમના વિજેતાને રૂ .૧,૦૦,૦૦૦ નુ ઈનામ , દ્વિતિય ક્રમના વિજેતાને રૂ .૭૫,૦૦૦ નુ ઈનામ , તૃતિય ક્રમના વિજેતાને રૂ .૫૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે .
કોલેજ - યુનિવર્સીટી કક્ષાના વિશિષ્ટ ઈનામ :
પ્રથમ ક્રમના વિજેતાને રૂ .૨,૦૦,૦૦૦ નુ ઈનામ , દ્વિતિય ક્રમના વિજેતાને રૂ .૧,૨૫,૦૦૦ નુ ઈનામ , તૃતિય ક્રમના વિજેતાને રૂ .૭૫,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે .
તાલુકા ( નગરપાલિકા સમાવિષ્ટ ) / વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ વિભાગના કુલ વિજેતાઓમાંથી પ્રથમ , દ્વિતિય અને તૃતિય વિજેતા ની પસંદગી માટે સતત ૭૫ દિવસ બાદ તાલુકા ( નગરપાલિકા સમાવિષ્ટ ) / વોર્ડ કક્ષા એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવશે અને તેમાંથી પ્રથમ , દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી કરવામાં આવશે .
તાલુકા ( નગરપાલિકા સમાવિષ્ટ ) કક્ષાએ દરેક વિજેતાને પરીવારના ૪ સદસ્યો સાથે એક વર્ષના સમયગાળામાં એક વખત નિ : શુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે .
ક્વિઝનાં તમામે તમામ સ્પર્ધકોને એક વર્ષના સમયગાળા દરમિયાન ( ૧ + ૧ ) એમ બે વ્યક્તિ માટે નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે .
Important link
અહીંથી વાચો ક્વિઝ વિશે નો ઓફિશ્યલ પરિપત્રStudy Material ➡️ Coming soon
નોંધ - 7 જુલાઈ પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ થશે