Ad

અર્થવિસ્તાર ધોરણ 10 ગુજરાતી || board exam 2022 || ધોરણ 10 ગુજરાતી અર્થવિસ્તાર

 1. " છે ગરીબોના કૂબામાં તેલનું ટીપું દોહ્યલું , ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે . "

આપણા સમાજમાં આર્થિક અસમાનતા એ સદીઓથી ચાલી આવે છે . ગરીબોની ઝૂંપડીમાં તેલનું ટીંપુ પણ જોવા મળતું નથી , જ્યારે શ્રીમંતોની કબરો પર ઘીના દીવા કરવામાં આવે છે . સમાજની આ વાસ્તવિકતાને આ કહેવતથી સમજાવવા ઉપરોક્ત શબ્દો પૂરતા છે .

 આપણા કહેવાતા નેતાઓ સાચા અર્થમાં સેવા કરે , સમાજ પોતાની કમીઓ દૂર કરવા જાગૃત બની પ્રયત્ન કરે અને બીજાના દુખે દુખી થઈ સામાનું દુખ દૂર કરવાની ભાવના વિકસે તો આવી કહેવતો ખોવાઈ જાય . પણ અફસોસ કે એવું થતું નથી .સમાજમાં પ્રતિષ્ઠા અને તેનો દેખાડો અથવા બિનજરૂરી ભૌતિક સગવડો પાછળ થતો ખર્ચ બચાવવામાં આવે અને તેનો સમાજના વિશાળ હિતમાં ઉપયોગી ખર્ચ કરવામાં આવે તો પણ આર્થિક અસમાનતાની મોટી ખાઈમાં ઘટાડો કરી શકાય . વળી , ગરીબ લોકો માટે પાયાની જરૂરિયાતો પૂરી થતી હોય તો અસમાનતા વર્ગવિગ્રહને જન્મ ન આપે પરંતુ સમાજમાં સુખી હોવા કરતા સુખી હોવાનો દેખાડો કરવા પાછળ વધું ખર્ચ થાય છે જેને અટકાવવો જોઈએ .

સામાન્ય રીતે દરેક લોકોને જીવનની પ્રાથમિક જરૂરિયાતો જેટલું આવકનું સાધન હોય અને મુઠ્ઠિભર લોકોના હાથમાં તમામ સંપત્તિ હોય તે કોઈપણ રીતે ઇષ્ટ તો નથી જ .

2. સૌંદર્યો વેડફી દેતા ના , ના સુંદરતા મળે , સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે .

આ પંકિતમાં કવિએ આપણને સૌંદર્યનું મહત્વ સમજાવ્યું છે . સૌંદર્યએ ઈશ્વરની પ્રસાદી છે . આ પ્રસાદી પુણ્યાત્માને જ પ્રાપ્ત થાય છે , પાપીને નહિં . બાગમાં ખીલતાં પુષ્પો , ઉષા - સંધ્યાના રંગો , ખેતરોમાં લહેરાતો હરિયાળૉ મોલ , નાના બાળકો વગેરેમાં કુદરતે મનમુકીને સૌંદર્ય ઠાલવી દીધું છે . પરંતું આ સૌંદર્ય આપણને માણતા આવડવું જોઈએ . સુંદર વસ્તુનો નાશ કરીને સુંદરતા પામી શકાય નહિં . સૌંદર્યની રક્ષા કરીને જ તેનો આનંદ માણી શકાય . સુંદર ફુલને ચુંટી લઈ તો તે થોડા જ સમયમાં કરમાય જાય છે . તેના સૌંદર્યનો વિનાશ થઈ જાય . એવી રીતે આપણે તેના સૌંદર્યને માણી શકીએ નહિં . આપણે સૌંદર્યને માણવું હોય તો આપણે એવી દ્રષ્ટિ પણ કેળવવી પડે અર્થાત આપણે પણ સુંદર બનવું પડે .

3. " ત્રણ વાના મુજને મળ્યાં , હૈયું , મસ્તક અને હાથ , બહુ દઇ દીધું નાથ ! જા , ચોથું નથી માંગવુ . "

આ સાવ સરળ પંક્તિઓ માણસ જાતની ઉત્તમતાને બહુ સહજ રીતે વર્ણવી પ્રભુનું સંતાન તે હોવાની પ્રભુને જાણ કરી દે છે . ભગવાન અને શયતાન માટે આદમ કદાચ એક પ્રયોગાત્મક સાધન હતું . ભગવાને તેને હાથ દીધા ઉદ્યમ કરી જીવન નિર્વાહ કરવા , આવનારી આફતોથી માર્ગ કાઢવા મસ્તક અને તે દ્વારા નિર્ણય શક્તિ આપી અને હૈયુ આપ્યુ .સંવેદનાઓને ઝીલવા માટે ‘ જા ચોથુ નથી માંગવુ ‘ કહેતો આદમ ખરેખર સંતોષી અને સ્વનિર્ભર પ્રભુ સંતાન માણસ હતો . શયતાનને પ્રભુનું કોઇ પણ સર્જન ક્યાં ગમે ? તેને તોડવા અને મચોડવા તે સતત મથે તેથી શયતાને તેને બુધ્ધી - દલીલ શક્તિ અને જે છે તેના કરતા વધુ માટે  માણસ તેનો અધિકારી છે તેવો અસંતોષ ભરેલું મન આપ્યુ ... જુઓ કવિ કહે છે તેમ સંતોની જેમ સંતોષી જીવન જીવતા અહીં માણસો કરતાં લાવ લાવ કરતા અતૃપ્ત અને અસંતોષી શયતાનને સંગતી તમને વધુ જોવા મળશે . ખૈર ! એ વાત જુદી છે કે એ આસવનો નશો એટલો જલદ છે કે છ ફુટની એ કાયાને જેને અંતે રાખ થવાનુ છે તેને જ્યારે પણ જેટલું મળે તે ઓછુ જ પડે .. અને નફ્ફટ સંતાનની જેમ પ્રભુ ન્યાયમાં ઉણપો ખોડ ખાંપણો કાઢ્યા કરે .

4. " પૂજે જનો સૌ ઊગતા રવિને . "

સૂર્યપૂજા એ આપણી સંસ્કૃતિનું મહત્વનું પાસું છે . બધાં લોકો વહેલી સવારે સૂર્યની પૂજા કરે છે પણ સંધ્યા ટાણે આથમતા સૂર્યનો કોઈ ભાવ પણ પૂછતું નથી . આપના રોજિંદા જીવનમાં પણ આવો જ ક્રમ જોવા મળે છે . જેની પાસે અસાધારણ સત્તા કે સંપતિ છે તેની આસપાસ અસંખ્ય લોકો ટોળે વળે છે . કોઈ વ્યક્તિ સજ્જન , સદગુણી કે વિદ્વાન હોય પણ તેની પાસે સત્તા કે સંપતિ ન હોય તો તેનો કોઈ ભાવ પૂછતું નથી . પોતાનો સ્વાર્થ સાધવા માટે કોઈ શક્તિશાળી વ્યક્તિની ખુશામત કરવાની વૃતિ વ્યાપક હોય છે . જ્યાંથી મધ મળી શકે ત્યાં મધમાખીઓ ટોળે વળે છે . એવી જ રીતે જેની પાસેથી લાભ મેળવી શકાય તેમ હોય તેવી વ્યક્તિઓની આસપાસ અસંખ્ય લોકો ભમ્યા કરે છે એ જ વ્યક્તિ જો પોતાનું પદ , પ્રતિષ્ઠા કે સંપત્તિ ગુમાવી બેસે તો તેની આસપાસ એકઠા થયેલ લોકો તેને છોડીને ચાલ્યા જાય છે . સ્વસ્થ સમાજની રચનામાં આવું વલણ હાનિકારક નીવડે છે .

Post a Comment

0 Comments