7. આપણા વારસાનું જતન
સ્વાધ્યાય સોલ્યુશન
પ્રશ્ન 1: નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો:
(1) આપણે આપણા વારસાનું જતન અને રક્ષણ શા માટે કરવું જોઈએ?
✒️ આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે.
✒️ આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય ભેટ છે.
✒️ આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાક પરિશ્રમનું ફળ છે.
✒️ આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. તે ખરેખર, આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો છે.
✒️ ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી
કરવામાં વારસો આપણને માર્ગદર્શક બને છે.
✒️ દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે.
✒️ વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસને ભયંકર નુકશાન થયું છે.
✒️ તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે.તે ભારત દેશનો અને તેના લોકોનો જગતને પરિચય કરાવે છે.
✒️ આપણો વારસો આપણી અદ્વિતિય અને સર્વોત્કૃષ્ઠ સંસ્કૃતિના જગતને દર્શન કરાવે છે.આવા આપણા ભવ્ય વારસાના મહત્વ અને મૂલ્યને ટકાવી રખવા તેમજ તેનું સાતત્ય જાળવવાઆપણે તેનું જતન અને રક્ષણ કરવું જોઈએ.
(2) પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો.
✒️ પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણ માટે નીચેના ઉપાયો કરવામાં આવ્યા છે.
✒️ ઈ.સ. 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી.
* આ બોર્ડ નીચે મુજબનું કાર્ય કરે છેઃ
~> વન્યજીવોના સંરક્ષણ માટે સાધનો પૂરાં પાડવા.
-> રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષીવિહાર અને પક્ષીઘરોના નિર્માણ માટે સલાહ-સૂચનો આપવા.
-> વન્ય જીવોના સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિનું ફેલાવવી.
✒️ ઈ.સ. 1972 માં ભારત સરકારે વન્ય જીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદામાં
રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને આવરી લેવામાં આવ્યાં છે.જ દેશમાં નવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી.
લુપ્ત થતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને બચાવવા, તેનો વિનાશ રોકી શકાય તે માટે કડક કાયદા બન્યા છે.
✒️ ઈ.સ. 1883 માં સ્થપાયેલી ‘મુંબઈ પ્રાકૃતિક ઈતિહાસ સમિતિ દેશના પ્રાકૃતિક વારસાના જતન
અને સંરક્ષણનું કાર્ય કરે છે આ ઉપરાંત, ગીર ફાઉન્ડેશન, નેચર ક્લબ જેવી સંસ્થાઓ પણ પર્યાવરણના જતનનું ઉપયોગી કાર્ય કરે છે.
(3) વારસના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો.
✒️ વારસાના જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો, યુનેસ્કો અને બિનસરકારી સંસ્થાઓ સતત પ્રયત્નશીલ છે જ, પરંતુ સૌથી મહત્ત્વની જવાબદારી આપના સૌની છે.
✒️ વારસાના જતન માટે આપણે નીચે મુજબ ભૂમિકા ભજવવી જોઈએ:
-> શાળા-કૉલેજોમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપવોજોઈએ.
-> વિદ્યાર્થીઓએ પણ અજાણ્યાં સ્મારકો, સ્થળો અને પુરાવશેષોને ઓળખી તેની જાળવણી અને સંરક્ષણમાં મદદ કરવી જોઈએ.
-> વારસાનાં સ્થળોની યાદી તૈયાર કરી ચોકસાઈ રાખવી જોઈએ; સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, તે ચોરાઈ ન જાય તે અંગે સતત પ્રયત્નો કરવા જોઈએ.
-> સ્થાનિક કક્ષાએ શાળા-કૉલેજો બિનસરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળોના પ્રવાસ, વક્તવ્યો અને ચર્ચાસભાઓ યોજી, આપણા વારસાના મહત્ત્વની સમજ આપી લોકજાગૃતિ કેળવવી જોઈએ.
-> ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્યો અને કલાકારીગરીના નમૂનાઓ એકવાર નષ્ટ થયા પછી
તેમને મૂળ સ્થિતિમાં લાવી શકાતાં નથી. તેથી તેમાનો નાશ ન થવા દેવાય, તે મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખવાની પવિત્ર ફરજ સૌએ બજાવવી જોઈએ.
-> પ્રાચીન સમયનાં વાવ, ઝરણાં, તળાવો, સરોવરો વગેરેની વર્ષાઋતુ દરમિયાન ખાસ કાળજી લેવીજોઈએ.
-> ધોળકાનું મલાવનું તળાવ, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાવાદનો ભમરિયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો વગેરે પ્રાચીન સ્મારકોની જેમ સચવાય તેનું ધ્યાન સૌએ રાખવું જોઈએ.
(4) પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદાજણાવો.
✒️ પુરાત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે ઈ.સ. 1958માં ભારત સરકારે પ્રાચીન સ્મારકો,પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો હતો.છે આ કાયદામાં પ્રાચીન કલાકૃતિઓ, ધર્મસ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વીય સ્થળો અનેઅવશેષો વગેરેની જાળવણી કરવા સૂચવાયું છે.
✒️ આ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર ઉત્ખનન કરી શકે નહિ.કેન્દ્ર સરકારે મહત્ત્વનાં ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો’ તરીકે જાહેર કર્યા છે અને તેમની જાળવણીની જવાબદારી આપણા દેશના પુરાતત્વ ખાતા (ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલોજી)ને સોંપવામાં આવી છે.
છે પુરાતત્વ ખાતું નષ્ટ પામેલાં કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવાં સ્મારકો કે સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે.
✒️ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પરની નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે સંગમેશ્વર મંદિર અને
પાપનાશમ્ મંદિર સમૂહ પાણીમાં ડૂબી જાય તેમ હતાં. પુરાતત્વ ખાતાએ આ મંદિરોને આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં આલમપુર ખાતે સફળ રીતે ખસેડી સ્થાનાંતરિત કર્યા છે.
✒️ તાજમહાલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઈનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડાને લીધે થતા વાયુ-પ્રદુષણને કારણે તાજમહાલના દૂધ જેવા સફેદ આરસઝાંખા પડી ગયાં હતાં. તાજમહાલને વાયુ-પ્રદૂષણથી બચાવવા સરકારે તાત્કાલિક ધોરણે તાજમહાલની આજુબાજુના વાયુ-પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો બંધ કરાવ્યા તેમજ તાજમહાલની ઈમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી.
પ્રશ્ન 2: નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:
(1) આપણા વારસના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો.
✒️ આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને બેનમૂન છે.આપણો વારસો ભારતવર્ષની પ્રાચીન ગરિમાને વ્યક્ત કરે છે.
✒️ આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. તે દેશની ઓળખ છે.
✒️ વારસાને લીધે આવનારી પેઢીને પોતાના પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યોની પ્રેરણા મળે છે.
✒️ ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે તેને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે.
✒️ દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. વિદેશી પ્રજાઓના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા વારસને ભયંકર
નુકશાન થયું છે.
✒️ પોતાના વારસાની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી, કારણ કે વારસો આપણા
માટે માર્ગદર્શક હોય છે.
છે તેથી તેના જતન અને સંરક્ષણની આવશ્યકતા ઊભી થઈ છે.
(2) સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો.
ભારતીય નિધિ વ્યાપાર કાનૂન – 1876 મુજબ કોઈ પણ નાગરિકને જમીન ખોદતા, ખેતર ખેડતાં
તેમજ કૂવા અને તળાવમાં ખોદકામ કરતાં અચાનક કોઈ પૌરાણિક, પ્રાચીન, કલાત્મક ચીજવસ્તુ
મળી આવે તો તેની પુરાતત્વ ખાતાના અધિકારીને તાત્કાલિક જાણ કરવી, જેથી તેનું સંરક્ષણ
સંગ્રહાલયોમાં કે જે તે સ્થળે થઈ શકે.
✒️ અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદા 1972માં સરકારે પસાર કરીને વ્યક્તિગત અથવાખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે.સંગ્રહાલયોમાં સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે ભાષાઓની હસ્તપ્રતોની જાળવણી તથાતેનો સંગ્રહ થાય છે.
✒️ પ્રાચીન કલાકૃતિઓ તથા અતિ મૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલયોનું કાર્ય મહત્ત્વનું છે.
✍️ દેશનાં કેટલાક મહત્ત્વના સંગ્રહાલયો નીચે પ્રમાણે છે:
1. રાષ્ટ્રીય સંગ્રહાલય. -> નવી દિલ્લી
2. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય -> ભોપાલ
3. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય -> મુંબઈ
4. ભારતીય સંગ્રહાલય -> કોલકાતા
5 સાલારજંગ સંગ્રહાલય -> હૈદરાબાદ
6. એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી -> અમદાવાદ
7. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર -> કોબા, ગાંધીનગર
8. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય -> પાટણ
9 વડોદરા મ્યુઝિયમ અને પિક્યર ગેલેરી -> વડોદરા
✒️તમામ સંગ્રહાલયોનાં જતન અને સંરક્ષણની જવાબદારી સરકારની સાથે સાથે આપના સૌની પણ છે. છે તે આપણી પવિત્ર ફરજ છે.
(3) ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ?
✒️ ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે નીચેની બે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:
-> કોઈ પણ ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવાં જોઈએ.
-> ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરવા માટે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે નિષ્ણાતોની સલાહ લઈને વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું જોઈએ.
(4) પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લખો.
✒️ પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશેનાં મંતવ્યો :
-> કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ.
કચરો ગમે ત્યાં ન ફેંકતાં કચરાપેટીમાં જ નાખવો જોઈએ.
-> આવા સ્થળોની આસપાસ પ્રદૂષણ ન કરવું જોઈએ.
ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતી વાવ, જળાશયો, તળાવો, ઝરણાં વગેરેની ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ.