6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો
સ્વાધ્યાય સોલ્યુશન
☆ સવિસ્તર ઉત્તર લખો
1. તાજમહેલ સ્થાપત્ય કલાનો પરિચય આપો .
✒️ તાજમહેલ આગરામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે
✒️ શાહજહાંએ ભારતીય , ઈરાની , અરબી અને યુરોપિયન કુશળ શિલ્પીઓ રોકીને તાજમહેલનું કાર્ય કરાવ્યું હતું
✒️ ઈ.સ. 1630 માં બેગમ મુમતાજ ની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો
✒️ ઈ.સ. 1631 માં તાજમહેલનું બાંધકામ શરૂ કર્યું હતું અને તે 22 વર્ષ પછી ઇ.સ. 1653 માં પૂર્ણ થયું હતું
✒️ દુનિયાના અદ્રિતીય , બેનમૂન મકબરાઓમાં તેની ગણના થાય છે
✒️ તાજમહેલ વિશ્વની સાત અજાયબીઓ પૈકી એક છે
✒️ તાજમહેલ તેના સમયમાં બાંધકામ પાછળ સા SI ચાર કરોડ રૂપિયા કરતા વધારે ખર્ચ કર્યો હતો
✒️ તાજમહેલનું નિર્માણ સંગેમરના ચબુતરા ઉપર થયેલું છે
2. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો .
☆ જૂનાગઢ
✒️ જૂનાગઢના સમ્રાટ અશોકના શિલાલેખ , ખાપરા - કોડિયાની બૌદ્ધ ગુફાઓ , ઉપરકોટ , જૈન મંદિરો , અડીકડીની વાવ , બહાઉદ્દીન વઝીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાના જોવાલાયક સ્થળો છે
✒️ જૂનાગઢમાં મણશિવરાત્રીએ દર વર્ષે ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે
☆ પાટણ
✒️ સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ પાટણમાં પ્રખ્યાત
✒️ સિદ્ધરાજ જયસિંહે ઈ.સ. 1140 માં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું
✒️ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ વાવ બંધાવી હતી . તે રાણીની વાવના નામે ઓળખાય છે
☆ધોળાવીરા અને લોથલ
✒️ આ બે સ્થળો સિંધુખીણની સભ્યતાના નગરો હતા
✒️ ધોળાવીરા ગુજરાતના કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે
✒️ આજથી આશરે 5000 વર્ષ પહેલા ઘરેણાં અને મણકા બનાવવાના કારખાના હતા
✒️ ધોળાવીરા આદર્શ નગર હતું તેમજ તાલુકાના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું હતું
✒️ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું
✒️ લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મુખ્ય બંદર હતું
☆અમદાવાદ
✒️ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે . તે ગુજરાત નું પાટનગર હતું
✒️ અમદાવાદમાં સરખેજનો રોજો કાંકરીયા તળાવ , રાણી ૩૫ મતિની મસ્જિદ , હઠીસિંહનાં દેરા , સીદી સૈયદની જાળી વગેરે જેવાલાયક સ્થળો છે
✒️ ઝુલતા મિનારા સાગપુર દરવાજા બહાર આવેલા છે
✒️ વડનગરમાં કિલ્લો , કીર્તિતોરણ જોવાલાયક સ્થાપત્યો
✒️ અરવલ્લીમાં શામળાજીનું મંદિર જોવાલાયક સ્થળ છે ગાંધીનગરમાં અડાલજની વાવ , અમદાવામાં દાદા હરીની વાવ , પાટણની વાવ , જૂનાગઢની અડીકડીની વાવ વગેરે સ્થળોએ વાવો આવેલી છે
✒️ ભાવનગર જિલ્લામાં પાલિતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલા છે
3. દિલ્લીના લાલ કિલ્લા વિશે નોંધ લખો .
✒️ ઈ.સ. 1638 માં દિલ્લીમાં મુઘલ બાદશાહ શાહજહાંએ લાલા કિલ્લો બંધાવ્યો હતો
✒️ તેમાં અધતન સુરક્ષાની પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે
✒️ શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી ‘ શાહજહાનાબાદ ' નામનું નગર વસાવ્યું હતું
✒️ આ કિલ્લાને કમાન આકારના બે ઘુમ્મટો અને બે પ્રવેશ દ્વારો છે
✒️ શાહજહાંએ દીવાન - એ - ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવ્યું હતું - દીવા-એ- ખાસ ને કલાત્મક , સોના - ચાંદીથી મઢવામાં આવી હતી .
✒️ દર વર્ષે 15 ઓગસ્ટના રાઠક્કીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે
✒️ ઈરાનના નાદીર શાહે દિલ્લી પર ચઢાઈ કરી ત્યારે તે મયુરાસન ઈરાન સાથે લઈ ગયો હતો
⤵️ મુદાસર ઉત્તર
1. હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો .
✒️ હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકાના તુંગભદ્રા નદીના કિનારે આવેલું શહેર છે
✒️ 14 મી સદીમાં વિજયનગરની રાજધાનીનું શહેર હતું
✒️ હમ્પી કૃષ્ણદેવરાયના સમય દરમિયાન સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી
✒️ તેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામમંદિર મુખ્ય છે .
✒️ વિજયનગરના શાસકોએ બંધાવેલા વિરૂપાક્ષમંદિર , શ્રીકૃષ્ણનું મંદિર વગેરે નગરની સ્થાપત્યકલાના શ્રેષ્ઠ ઉદાહરણો છે
✒️ તેની સ્તંભાવલીઓ પર દેવો , પશુઓ , નર્તકીઓ , યોદ્ધાઓ વગેરેના સુંદર ચિત્રો કંડારવામાં આવ્યા છે
2. ખજુરાહોના મંદિરનો પરિચય આપો .
✒️ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ખજૂરાણે નામના સ્થળે આવેલા છે
✒️ ચંદેલ રાજાઓએ શી કુલ - 80 મંદિરોનું નિર્માણ કર્યું હતું , તેમાંથી માટે આજે 25 મંદિરો જ હયાત છે
✒️ખજૂરાહો બુંદેલખંડના રાજપૂતોની રાજધાનીનું નગર હતું
✒️ તેમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય હતું
✒️ બધા મંદિરોની રચના , શિલ્પ વિધાન લગભગ સમાન છે
✒️ આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીનો ઉત્તમ નમૂનો છે
✒️ દેશ - વિદેશના હજારો પ્રવાસીઓ ખજૂરાહોના , શિલ્પ , સ્થાપત્યો , મૂર્તિકણ , વાસ્તુકલા જોઈને આશ્ચર્યચકિત થઈ - જાય છે .
✒️ આ મંદિરો ગ્રેનાઈટ પથ્થરોના બનાવેલા છે
3. કોર્ણાકનાં સૂર્ય મંદિર વિશે નોંધ લખો .
✒️ 13 મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના . સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું
✒️ કોર્ણાકનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના જગન્નાથપુરી જિલ્લાના બંગાળના અખાતના દરિયાકિનારે આવેલું છે
✒️ આ મંદિર કાળા પથ્થરનું બનાવેલું હોવાથી ‘ કાળા પેગોડા ’ ના નામે ઓળખાય છે આ રથને આધાર બક્ષના 12 મોટા પૈડાં છે . તે વર્ષના બાર મહિનાના પ્રતીકો સૂચવે છે . દરેક પૈડાંને આઠ આરા છે . તે દિવસના આઠ પ્રહાર દર્શાવે છે સમગ્ર મંદિરને સાત અશ્વોથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે
✒️ મંદિરમાં દિવ્ય , સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો છે
✒️ શિલ્પકલાની દ્રષ્ટિએ કોર્ણાકનું સૂર્યમંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે
4. બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો .
✒️ બૃહદેશ્વર મંદિર ઈ.સ. 1003 થી 1010 ના સમયગાળા દરમિયાન ચૌલ વંશના રાજા પ્રથમે બંધાવ્યું હતું
✒️ બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તોજોરમાં આવેલું છે
✒️ આ મંદિર દેવાધિદેવ શિવનું છે
✒️ આ મંદિર રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને ‘ રાજરાજેશ્વર મંદિર ' ના મને ઓળખવામાં આવે છે
✒️ શિવ મહાદેવ ગણના હોવાથી આ મંદિરનું નામ બૃહદેશ્વર રાખવામાં આવ્યું છે
✒️ આ મંદિરનું નિર્માણ દ્રવિડ શૈલીમાં થયું છે
✒️ ભવ્ય શિખર , વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ ભારતીય સ્થાપત્યનો અદ્વિત્ય વારસો છે
✒️ આ મંદિરની લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે . તેનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઉંચુ છે
✒️ બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે
5. ફતેહપુર સિકરી વિશે નોંધ લખો .
✒️ મુઘલ બાદશાહ અકબરે ઉત્તર પ્રદેશમાં આગરાની પશ્ચિમે 26 માઈલ દૂર સૂકી સંત સલીમ ચિરતીની યાદમાં ‘ ફતેહપુર સિક્રી ’ નામનું નવું નગર વસાવ્યું હતું
✒️ મુઘલ બાદશાહ અકબરે આ નગરને નવી રાજધાની બનાવી હતી
✒️ ફતેપુર સિકરીમાં નવરત્નો , કલાકારો , વિદ્વાનો વગેરેને આશ્રય આપ્યો હતો
✒️ બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઉંચો છે
✒️ તે દુનિયાનો સૈથી ભવ્ય દરવાજો છે ઈ.સ. 1569 માં ફતેહપુર સિકરીમાં ઈમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું . ઈ.સ. 1572 સુધીમાં કાર્ય પૂર્ણ થયું હતું
✒️ અહીંની અન્ય જાણીતી ઈમારતોમાં જોધાબાઈનો મહેલ , પંચમહાલ , દીવાને - આમ , દીવાને - ખાસ વગેરેનો સમાવેશ થાય છે
✒️ ફતેહપુરનો અર્થ વિજયનું નગર ' એવો થાય છે
⤵️ ટૂંકમાં ઉત્તર લખો
1. ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો .
✒️ કૈલાશ મંદિર ઇલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે
✒️ આ મંદિરનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું
✒️ તેની લંબાઈ 50 મીટર , પહોળાઈ 33 મીટર અને ઉંચાઈ 30 મીટર છે
2. એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો .
✒️ એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી ઉત્તર - પૂર્વ દિશામાં 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે
✒️ પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વિપ પર હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી
✒️ આ આકૃતિ જોઈ તેમણે આ દ્વીપનું નામ ‘ એલિફન્ટા ’ અપાયું હતું
3. કુતુબમિનાર વિશે લખો .
✒️ કુતુબમિનાર દિલ્હીમાં આવેલો છે . તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે
✒️ 12 મી સદીના અંત ભાગમાં ગુલામ વંશના પ્રથમ સુલ્તાન ‘ કુતુબદીન ઐબક ' કુતુબમિનારનું બાંધકામ શરૂ કર્યું હતું
✒️ કુતુબદીનના અવસાન થતા તેના જમાઈ ‘ ઈલ્તુમિશે ’ તેનું બાંધકામ ઈ.સ. 1210 માં પૂર્ણ કરાવ્યું હતું
4. ગોવાનાં દેવળો વિશે લખો .
✒️ 16 મી સદીમાં પોર્ટુગીઝો ગોવામાં કોઠીઓ સ્થાપી હતી . તેમણે ગોવાને રાજધાની બનાવી હતી
✒️ તેથી ગોવામાં નાના - મોટા અનેક ખ્રિસ્તી દેવળો સ્થપાયા
✒️ કેથલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ ઝેવિયર ભારત આવ્યા હતા . તેમણે ગોવાને પોતાની પ્રવૃતિઓનું વડું મથક બનાવ્યું છે
5. અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો .
✒️ ( 1 ) ભદ્રનો કિલ્લો ( 2 ) જામા મસ્જિદ ( 3 ) રાણી સિપ્રીની મસ્જિદ ( 4 ) સરખેજનો રોજો ( 5 ) કાંકરિયા તળાવ ( 6 ) સિદી સૈયદની જાળી ( 7 ) હઠીસિંગના દેરા ( 8 ) દાદા હરિની વાવ ( 9 ) બાદશાહનો હજીરો ( 10 ) રાણીની હજીરો
6. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે .
✒️ ભારતમાં ચાર ધામની યાત્રા મહત્વની ગણાય છે
✒️ આ ઉપરાંત 51 શક્તિપીઠો અને જમ્મુ - કાશ્મીરમાં આવેલો અમરનાથ તથા વૈષ્ણવ દેવીની યાત્રા ખુબ મહત્વની મનાય છે
✒️ આ ઉપરાંત , શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે
✒️ આથી , પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે
⤵️ વિકલ્પો
1. અજંતાની ગુફાઓ નીચેનામાંથી ક્યા રાજ્યમાં આવેલી છે ?
( A ) મધ્યપ્રદેશ
( B ) મહારાષ્ટ્ર
( C ) ઓડિશા
( D ) ગુજરાત
2. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી .
( A ) ઇલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે
( B ) ઈલોરામાં કુલી 34 ગુફાઓ આવેલી છે
( C ) રાષ્ટ્રકુટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું
( D ) ઈલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે
3. જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરો :
( 1 ) કોર્ણાકનું સૂર્ય મંદિર. ( D ) ઓડિશા
( 2 ) વિરૂપાક્ષનું મંદિર પટ્ટદકલ- ( C ) કર્ણાટક
( 3 ) બૃહદેશ્રવર મંદિર- ( B ) તમિલનાડુ
( 4 ) ખજુરાહોનું મંદિર- ( A ) મધ્યપ્રદેશ
➡️ સામ-સામે જોડેલા છે
4. તાજમહેલ : શાહજહાં : હુમાયુનો મકબરો : ........
( A ) જહાંગીર
( B ) હુમાયુ
( C ) હમીદા બેગમ
( D ) શાહજહો
5. ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોને કરી હતી ?
( A ) હુમાયું
( B ) શાહજહો
( C ) બાબર
( D ) અકબર
6. ભારતના આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા ક્યો ક્રમ સાચો ગણાય ?
( A ) તાજમહેલ , ખજુરાહોના મંદિર , બૃહદેશ્વર મંદિર , ઈલોરાની ગુફાઓ
( B ) ઇલોરાની ગુફાઓ , તાજમહેલ , ખજુરાહોના મંદિર , ઈલોરાની ગુફાઓ
( C ) તાજમહેલ , બૃહદેશ્વર મંદિર , ખજુરાહોના મંદિર , ઈલોરાની ગુફાઓ
( D ) તાજમહેલ , ખજુરાહોના મંદિર , ઇલોરાની ગુફાઓ , બૃહદેશ્વર મંદિર
7. નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો
( 1 ) ઉપરકોટ ( D ) જૂનાગઢ
( 2 ) સિદી સૈયદની જાળી. ( A ) અમદાવાદ
( 3 ) રાણીની વાવ. ( B ) પાટણ
( 4 ) ધોળાવીરા. ( C ) ખદીરબેટ
☞ સાચા જવાબ સામે આપેલ છે
8. નીચેનામાંથી ક્યો વાવનો પ્રકાર નથી .
( A ) નંદા
( B ) ભદ્રા
( C ) તદા
( D ) વિજ્યા