8. કુદરતી સંસાધનો
સ્વાધ્યાય સોલ્યુશન
☆ સવિસ્તર ઉત્તર લખો
1. સંસાધન એટલે શું ? અને તેના ઉપયોગો વર્ણવો . ..
✒️ સંસાધન એટલે જે વસ્તુ માનવી આશ્રિત હોય જેનાથી માનવીની જરૂરિયાતો પુરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય
અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે .
☆ સંસાધનોનો ઉપયોગ :
✒️ સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે માનવજીવનના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી છે
✒️ દૂધ અને દૂધની બનાવટ , માંસ , માછલાં , ફળો , ખાધપાકો વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે
✒️ કાચા માલના સ્ત્રોત તરીકે : જંગલોમાંથી મળતી વિવિધ પેદાશો , પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ , માંસ , ઉના વગેરેનો ઉપયોગ કરી શકાય છે
✒️ શક્તિ - સંસાધન તરીકે : કોલસો , ખનીજ , તેલ , કુદરતી વાયુ , બળતણ , લાકડું વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ
2. ભૂમિ સંરક્ષણ એટલે શું ? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો
✒️ ભૂમિ - સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ફળદ્રુપતા , ગુણવત્તા જાળવવી
✒️ પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને , ઢોળાવવાળા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય
✒️ પડતર જમીન પર જંગલો ઉગાડવા જોઈએ . ભારતમાં 33 % વિસ્તારમાં જંગલોનું પ્રમાણ હોવું જોઈએ - નદી ધોવાણમાં થતું કોતર ધોવાણ અટકાવવું જોઈએ
✒️ નદી પર બંધારા કે નાના નાના બાંધો બાંધીને પ્રવાહની ગતિ મંદ કરી શકાય તેમજ નદીકાંઠાનું જમીન ધોવાણ અટકાવી શકાય
✒️ નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને - રણની નજીકના ક્ષેત્રોમાં હારબંધ વૃક્ષો ઉગાડી રક્ષક - જોખલા બનાવી શકાય
3. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો .
✒️ તાપમાનના મોટા તફાવતો , વરસાદ , હિમ , હવા વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણથી જમીનનું નિર્માણ થાય છે ખનીજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે
✒️ જમીનની ઉત્પતિના સમયગાળા દરમિયાન તે પ્રદેશની આબોહવાની ગાઢ અસર જોવા મળે છે
✒️ જુદી - જુદી આબોહવાને લીધે બનતી જમીન જુદા - જુદા પ્રકારની જોવા મળે છે
☆ મુદ્દાસર જવાબ લખો
1. કાંપની જમીન વિશે નોંધ લખો .
✒️ ભારતમાં કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે
✒️ ભારતમાં કાપની જમીન પૂર્વે બમપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે
✒️ તેમાં ઘઉં , ડાંગર , શેરડી , શણ કપાસ વગેરે પાક લઈ શકાય છે
✒️ કઠોળના પાક લેવા માટે નાઈટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે
✒️ તે ઉપરાંત પોટાશ , ફોસ્ફરીક , એસિડ , ચૂનાનું પ્રદુષણ વધુ હોય છે
2. કાળી જમીન વિશે નોંધ લખો .
✒️ ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે
✒️ કાળી જમીન દખ્ખણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં , મધ્ય પ્રદેશ , આંધ્ર પ્રદેશ અને કર્ણાટક વિસ્તારમાં આવેલી છે
✒️ આ જમીનના નિર્માણમાં દખ્ખણના લાવયિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે
✒️ આ ઉપરાંત આ જમીન ગુજરાતમાં સુરત , ભરૂચ , નર્મદા , વડોદરા , વાપી , ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે
☆ ટૂંકમાં જવાબ લખો
1. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો .
☆ જમીનનું ધોવાણ એટલે હવા અને પાણી દ્વારા જમીનના માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે ઘસડાઈને દૂર જવું તેને જમીન ધોવાણ કહે છે
☆ જમીન ધોવાણ થતું અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે
✒️ પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું
✒️ જમીન પર થતી ચારણ પ્રવૃતિઓ અટકાવવી
✒️ ઢોળાવવાળી જમીન પર સ્ટેપ્સ પધ્ધતિથી વાવેતર કરવું
✒️ જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં અડબંધો બાંધવા
✒️ પાણીનો વેગ ધીમો પાડવા ખેતરમાં ઊંડી ખેડ કરવી
✒️ ખેતરોનું ધોવાણ અટકાવવા ખેતર ફરતે પાળા બાંધવા
✒️ વૃક્ષારોપણ કરવું
2. પર્વતીય જમીનો કોને કહેવાય ?
✒️ ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રો લગભગ 2700 થી 3000 મીટરની ઉંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વતશ્રેણીઓ ધરાવતા જમ્મુ - કાશ્મીર , હિમાચલ પ્રદેશ , ઉત્તરાંખડ વગેરે વિસ્તારોમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે
✒️ આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે
✒️ જંગલોવાળા ભાગમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે
3. રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો .
✒️ ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન , હરિયાણા અને દક્ષિણ પંજાબ શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે
✒️ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે
✒️ તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે
✒️ આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે
✒️ તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષારકણોની માત્રા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે
✒️ અહીં જે વિસ્તારોમાં સિંચાઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે
☆ યોગ્ય વિકલ્પ પસંદ કરો
1. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન
( A ) સર્વ સુલભા સંસાધન
( B ) સામાન્ય સુલભ સંશાધન
( C ) વિરલ સંશાધના
( D ) એકલ સંસાધન
2. જમીનનું નિર્માણ મૂળ ખડકોના …… ... મળવા વાળા પદાર્થોની થાય છે .
( A ) ખવાણ અને ઘસારાથી
( B ) સ્થળાંતર અને સ્થગિતતાથી
( C ) અનુક્રમ અને વિક્રમથી
( D ) ઉર્ધ્વ અને શીર્ષથી
3. પડખાઉ જમીનનું અન્ય નામ શું છે ?
( A ) કાંપની જમીન
( B ) લેટેરાઈટ જમીન
( C ) કાળી જમીન
( D ) રાતી અથવા લાલ જમીન
4. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનનો મુખ્ય પ્રકારોમાં વહેંચવામાં આવી છે . ......
( A ) સાત
( B ) સોળ
( C ) પાંચ
( D ) આઠ