4 . ભારતનો સાહિત્યિક વારસો
સ્વાધ્યાય સોલ્યુશન
☆ સવિસ્તર ઉત્તર લખો
1. ભારતમાં વેદો કેટલા છે અને ક્યા ક્યા છે તે સમજાવો .
✒️ ચાર વેદો છે
( 1 ) યજુર્વેદ
( 2 ) અથર્વવેદ
( 3 ) ઋગ્વદ
( 4 ) સામવેદ
✒️ યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે તે ગધ અને પધ સ્વરૂપમાં છે . તેમાં યજ્ઞોના મંત્રો યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે .
✒️ અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે
✒️ ઋગવેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદભુત ગ્રંથ છે . તેમાં કુલ 1028 ઋચાઓ છે . તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે . આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે
✒️ સામવેદમાં ઋગવેદની ઋચાઓની ગાન કરવાની વિધિ દર્શાવી છે . એ શ્લોકો , રાગ અને લય સાથે ગાવામાં આવે છે . તેથી સામવેદને સંગીતની ગંગોત્રી ' કહે છે
2. તક્ષશિલા વિધાપીઠ વિશે નોંધ લખો .
✒️ સાતમા સૈકામાં તે ભારતના મહત્વના વિધાકેન્દ્ર તરીકે જાણીતું હતું
✒️ તક્ષશિલા વિધાપીઠમાં વેદ , શસ્ત્રક્રિયા , ગજવિધા , વ્યાકરણ , તત્વજ્ઞાન વગેરે કુલ 64 વિધાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું
✒️ પાંચમી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિધાપીઠની મુલાકાત લીધી હતી
✒️ વારાણસી , રાજગૃહ , મિથિલા , ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિધાર્થીઓ આ વિધાપીઠમાં અભ્યાસ માટે આવતા
✒️ એક દંતકથા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભારતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે
✒️ તક્ષશિલા વિધાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી .
✒️ તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું
✒️ તક્ષશિલા વિધાપીઠમાં વિધાર્થીને તેની પસંણી અને રસના વિષયમાં આપવામાં આવતું
3. મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો .
✒️ મધ્યયુગ દરમિયાન દ્રવિડકુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું
✒️ દિલ્હીના સલ્તનકાળ દરમિયાન હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીમાં અનેક ભક્તિગીતો રચાયા
✒️ સલ્તનકાળમાં ફારસી દિલ્હીના સુલ્તાનોની રાજભાષા હતી
✒️ તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષાઓમાં સમાવેશ થયેલો છે કબીર જેવા ભક્તિમને અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો
✒️ મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થયું હતું
✒️ મધ્યયુગ દરમિયાન ઉર્દૂ ભાષાનો જન્મ થયો , જે ભાષા - સાહિત્યની એક મહત્વની ઘટના ગણાય છે
✒️ 18 મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથ લખાયા , જેમાં મુહમ્મદ હુસેન આઝાદનો ‘ દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે
✒️ બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃત્તિવાસે ‘ રામાયણ ’ , કવિ ચંડીદાસે ગીતો , સંત ચૈતન્ય ભક્તિગીતો રચ્યા
✒️ વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે ‘ આમુક્તમાલ્યદા ’ નામનો ગ્રંથ રચ્યો આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો
✒️ મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું
✒️ રાજસ્થાની ભાષામાં આલ્હા ’ , ‘ ઉદલ ’ , ‘ બીસલદેવરાસો નામની પ્રખ્યાત વીણાથાઓ રચાઈ
✒️ મુલ્લા દાઉરચિત ‘ ચંદ્રાયન ’ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે . જોકે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયા હતા
✒️ કાશ્મીરમાં જૈનુલ અબીદીનના આશ્રયે મહાભારત ' અને ‘ રાજતરંગિણિ ' જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો
✒️ છેલ્લો મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફર ઉર્દૂ ભાષાનો કવિ હતો
✒️ આ સમયમાં અવધિ ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ ‘ પદ્માવત ’ નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે ‘ રામચરિતમાનસ ' નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો
☆ મુદાસર ઉત્તર લખો
1. વલભી વિધાપીઠની માહિતી આપો .
✒️ વલભી વિધાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી .
✒️ અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ ના લીધે કારણે ભારત અને વિશ્વમાં પ્રસિધ્ધ બની હતી . અહીં મોટાભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું . તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિધાપીઠ હતી .
✒️ વલભીના મૈત્રક રાજાઓ આ વિધાપીઠના અશ્રયદાતાઓ હતા . તેઓ બૌદ્ધ ધર્મી નહોતા . સનાતની હતા , છતાં તેઓ વિધાપીઠને દાન કરતા હતા
✒️ આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો . એ પછી વલભી વિધાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિધાપીઠ નો અંત આવ્યો
✒️ વલભીપુરને પ્રસિદ્ધ વિધાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓનો ફાળો ખુબ મોટો હતો
✒️ ભાવનગર પાસેનું વલભીપુર એ સમયે મૈત્રક વંશાના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું
✒️ વલભી વિધાપીઠ ઈ.સ. 7 મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણકેન્દ્ર હતું
✒️ 7 મા સૈકાની માધ્યમ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતિ અને ગુણમતિ આ વિધાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા .
✒️ અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિધાપીઠના દરવાજા પર લખવાં આવતા
✒️ આ વિધાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદા પર નિમણુંક થતી
✒️ ચીની પ્રવાસી ઇત્સિગે લખ્યું છે કે વલભી વિધાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી . તે નાલંદા જેટલી જ ખ્યાતી ધરાવતી હતી .
✒️ વલભી વિધાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિધાર્થીઓ તેમજ દેશ - વિદેશમાંથી અનેક વિધાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અંતે આવતા
2. નાલંદા વિધાપીઠ વિશે માહિતી આપો .
✒️ ઈ.સ.ની પાંચમીથી સાતમી સદી દરમિયાન નાલંદા વિધાપીઠ શિક્ષણ ધામ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ હતી
✒️ નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું . તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું .
✒️ પાંચમી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો .
✒️ મહાવીર સ્વામીએ અહીં ચૌદ ચાતુર્માસ કર્યા હતા તેથી તે ધર્મનું તીર્થ બન્યું હતુ .
✒️ સાતમી સદીમાં ચીની પ્રવાસી યુઅાન સ્વાંગે આ વિધાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો તે ચીન પાછો ગયો ત્યારે ૬૫૭ જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો
✒️ લગભગ ૭૦૦ વર્ષ સુધી દેશ - પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિધાપીઠનો આજે માત્ર ભગ્ન અવશેષો જોવા મળે છે . એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે
✒️ નાલંદા વિધાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાવ ગામ પાસે આવેલી હતી .
✒️ આ વિધાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા , અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગજ ના નામથી ઓળખાતો હતો
✒️ નાલંદા વિધાપીઠ માં સાત મોટા ખંડો હતા તેમાં આશરે 300 વ્યાખ્યાન ખંડો હતા વિધાર્થીઓને રહેવા માટે મઠો હતા .
✒️ વિધાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિધાર્થીઓને રહેઠાણ , ભોજન અને વસ્ત્રો વિનામૂલ્ય પૂરા પાડવામાં આવતા હતા
☆ટૂંકમાં ઉત્તર લખો
1. યજુર્વેદ વિશે સમજૂતી આપો .
✒️ યજુર્વેદ યજ્ઞનો વેદ કહે છે . તે ગધ અને પધ એમ બંને સ્વરૂપમાં રચાયેલા છે તેમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો , ક્રિયાઓ અને વિધિઓ નું વર્ણન કરવામાં આવ્યું છે .
2. અથર્વેદમાં કઈ માહિતી આપવામાં આવી છે ?
✒️ અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે .
3. શ્રીમદ ભગવદગીતામાં ક્યા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે ?
✒️ શ્રીમદ્ ભગવદ્ગીતામાં જ્ઞાનમાર્ગ , કર્મમાર્ગ અને ભક્તિમાર્ગ આ ત્રણ મોક્ષ પ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતનું વિવેચન છે .
☆ યોગ્ય વિકલ્પ લખો
1. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ... છે .
( A ) ઋગવેદ
( B ) યજુર્વેદ
( C ) સામવેદ
( D ) અથર્વવેદ
2. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે ?
( A ) પાલી
( B ) હિન્દી
( C ) બ્રાહ્મી
( D ) ગુજરાતી
3. દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે ?
( A ) તમિલ
( B ) તેલુગુ
( C ) કન્નડ
( D ) મલયાલમ
4. કવિ ચંદબરદાઈનો ક્યો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે ?
( A ) પૃથ્વીરાજરાસો
( B ) વિક્રમાકદેવરચિત
( C ) કવિરાજમાર્ગ
( D ) ચંદ્રાયન
5. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે ?
( A ) અષ્ટાધ્યાયી
( B ) પૃથ્વીરાજરાસો
( C ) વિક્રમાકદેવરચિત
( D ) ચંદ્રાયન