3. ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય
સ્વાધ્યાય સોલ્યુશન
☆ સવિસ્તર ઉત્તર લખો
1. પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો .
જ. પ્રાચીન ભારતના નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે
( 1 ) શાસક અધિકારીઓનો ગઢ
( 2 ) અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર
( 3 ) સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર
પ્રાચીન ભારતના નગરોની વિશેષતાઓ :
- શાસક અધિકારીઓનો ગઢ ઉંચાઈ ઉપર બાંધવામાં આવેલો હોય છે
- અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દીવાલથી સુરક્ષિત બનાવેલું હોય છે .
- આ નગરમાંથી બે - પાંચ ઓરડાવાળાં મકાનો મળી આવ્યા છે
- સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઇંટોથી બનાવેલી છે
2. મોહે - જો - દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો .
● મોહેં - જો - દડો નગરના રસ્તાઓ
- નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે તેટલા તે પહોળા હતા
- અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા
- રાજમાર્ગો પહોળા અને સીધા હતા તેમાં ક્યાંય વળાંક આવતા નહીં મોંહે - જો - ડોના દરેક મકાનમાં ખાળકૂવા તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો ગટરો હતા . ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા આ ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી
- ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે
- મોંહે - જો - દડોની ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશેષતા હતી
- પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ સિવાય ક્યાંય નહોતી નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી
- રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એકસરખા ખાડા રાત્રી પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે
- ખરેખર મોહે - જો - દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા
3. ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો .
1. ઢાંક ગુફાઓ :
✒️ આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢાંકગિરિ નામના પર્વત પર આવેલી છે . તે ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે
2. જૂનાગઢ ગુફાઓ : જૂનાગઢમાં આ ત્રણ ગુફા સમૂહ આવેલા છે
( 1 ) બાવાપ્યારાનો ગુફાસમૂહ :
✒️ આ ગુફાઓ બાવાપ્યારાના મઠ પાસે આવેલી છે તે ત્રણ હરોળમાં પથરાયેલી છે તેમજ એકબીજા સાથે કાટખૂણે જોડાયેલી છે . પહેલી હરોળમાં ચાર , બીજી હરોળમાં સાત અને ત્રીજી હરોળમાં પાંચ એમ કુલ 16 ગુફાઓ
( 2 ) ઉપરકોટની ગુફાઓ :
✒️ આ ગુફાઓ બે માળની છે . ઉપરના માળ પર જવા માટે પગથિયાં છે.તે ઈ . સ . બીજી સદીની ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવાનું જણાય છે
( 3 ) ખાપરા - કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ :
✒️ આ ગુફાઓ ખંડેર હાલતમાં છે . અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે મજલાવાળી હશે
3. ઝીંઝુરીઝર :
✒️ ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદસર પાસેની ઝીંઝુરીઝરની ખીણમાં કેટલીક બૈદ્ધ ગુફાઓ આવેલી છે . તે ઈ . સ . ની પહેલી અને બીજી સદીની હોય તેમ મનાય છે .
4. ખંભાલીડા ગુફાઓ :
✒️ રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે . તે ઈ . સ . 1959 માં શોધાઈ હતી . તેમાં ત્રણ ગુફાઓ , સુપવાળો ચૈત્યગૃહ , ગુફાના પ્રવેશમાર્ગોની બંને બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ - આ બધાં સ્થાપત્યો ઈ . સ . ની બીજી સદીના છે
5. કચ્છની ખાપરા - કોડિયાની ગુફાઓ :
✒️આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જુના પાગઢ પાસેના પહાડમાં 2 ગુફાઓ આવેલી છે . ઈ . સ . 1967 માં શ્રી કે . કા . શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી
6. તળાજા ગુફાઓ :
✒️ ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલ છે . તે ‘ તાલ ધ્વજગિરિ તીર્થધામ તરીકે પ્રખ્યાત છે . અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે
7. કડિયાડુંગર ગુફાઓ :
✒️ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કાડિયાડુંગર ઉપર ત્રણ ગુફાઓ આવેલી છે . તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે . અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહસ્તંભ છે
8. સાણા ગુફાઓ :
✒️ આ ગુફાઓ ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણા ડુંગર ઉપર આવેલી છે . અહીં મધપૂડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે
☆ મુદ્દાસર જવાબ લખો
1. ધોળાવીરા વિશે માહિતી આપો .
- તે હડપ્પાનગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે
- ત્યારપછી ઈ . સ . 1990 માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું
- નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે છે તેવી વ્યવસ્થા હતી . પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદભુત છે .
- નગરની કિલ્લેબંધી ખુબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલોવાળી છે
-ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણમાં ખદીર બેટમાં આવેલું છે
- ધોળાવીરાનો મહેલ , કિલ્લો અને તેની દીવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે
2. લોથલ ભારતનું અગત્યનું બંદર હતું સમજાવો .
- લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે
- લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે
- ગોદામોમાં - વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી . વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા
- આ ધક્કામાં ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા - ઉતારવામાં આવતો
- લોથલના મકાનોમાં ઉપરાઉપરી ત્રણ થર મળ્યા છે . આ પરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે બંધાયા હશે
- આમ , લોથલમાંથી મળી આવેલ ધક્કો - ગોદી , વખારો - ગોદામો , દુકાનો , આયાત - નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર , અગત્યનું બંદર અને વેપારીમથક હતું
3. સ્તંભલેખો પરની કલા વિશે માહિતી આપો .
- બ્રાણી લિપિમાં કોતરાયેલા એ સ્તષ્ણલેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા
- પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય
- આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલ છે
- સ્તંભનો મધ્યભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં લેખ કોતરી શકાય .
- મૌર્યસામ્રાટ અશોક ધર્મના પ્રચાર માટે ધર્માજ્ઞાઓ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂનારૂપ સ્તબ્બલેખો ઊભા કરાવ્યા હતા
- અશોકના શિલાતંભો પૈકી સરનાથનો શિલાતંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે .
- આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે
- 24 અરાવાળા આ ધર્મચકને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે . તેમજ ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવે છે
- સમ્રાટ અશોકના સ્તંભલેખો અંબાલા , મેરઠ , અલાહાબાદ , સાંચી , કાશી , પટના , બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે
3. મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો .
- તે ઈ . સ . 1026 માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું - આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સુર્યપ્રતિમાના મુગટની માધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશ પુંજથી ઝળહળી ઉઠે છે
- મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે
- આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલુ છે
- આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે
- સુર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે . આ કુંડની ચારે દિશાએ નાના નાના - કુલ 108 મંદિરો આવેલા છે . તેમાં સવાર - સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રય સર્જાય છે
☆ એક બે વાક્યમાં જવાબ લખો
1. શિલ્પ એટલે શું ?
જ. કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર , લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને શિલ્પ ' કહેવામાં આવે છે .
2. સ્થાપત્ય એટલે શું ?
જ. મકાનો , નગરો , કુવાઓ , કિલ્લાઓ , મિનારા , મંદિરો , મકબરાઓ , મારકો , સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે .
3. મોંહે - જો - ડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો .
જ. મોંહે - જો - ળોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે - નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા . અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા
4. સ્તૂપ સમજૂતી આપો .
જ. ‘ સ્તૂપ’ એટલે ભગવાન બુધ્ધના વાળ , દાંત , અસ્થિ , રાખ વગેરે શરીરના અવશેષો ને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવાની અર્ધગોળાકાર ઈમારત .
☆ વિકલ્પો
1. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો શબ્દ કયો વપરાય છે ?
( A ) વાસ્તુ
( B ) કોતરણી
( C ) મંદિર
( D ) ખંડેર
2. લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું ?
( A ) ખીલો
( B ) થાંભલો
( C ) ધક્કો
( D ) જાળી
3. સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે ?
( A ) હિન્દી
( B ) બ્રાહ્મી
( C ) ઉર્દુ
( D ) ઉડીયા
4. ગુજરાતના .. … . ખાતે સૂર્યમંદિર આવેલું છે .
( A ) મોઢેરા
( B ) વડનગર
( C ) ખેરાલુ
( D ) વિજાપુર
5. અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે ?
( A ) જામા મસ્જિદ
( B ) જુમ્મા મસ્જિદ
( C ) સિપ્રીની મસ્જિદ
( D ) મસ્જિદે નગિના