2 .ભારતનો સાંસ્કૃત્તિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા
સ્વાધ્યાય સોલ્યુશન
☆ સવિસ્તર ઉત્તર લખો
1. પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો .
✒️ ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું હતું
✒️ ઘી , તેલ , દૂધ , દહીં , છાસ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા
✒️ પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા
✒️ એ સમયે રમકડાં , ઘડો , કોડિયું , કુલડી , માટલી , ચૂલો , ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા
✒️ અનાજનો સંગ્રહ કરવાની નાની - મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી .
✒️ ગામડાના બધા જ ઘરોની દીવાલો માટી અને છાણાંનું મિશ્રણ કરીને લીપવામાં આવતી
✒️ લોથલ , મોંહે - જો - દરો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા , બરણી , રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે
✒️ આજે પણ ગુજરાતમાં નવરાત્રીના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો જોવા મળે છે
✒️ કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે
2. ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે ’ તે સ્પષ્ટ કરો .
✒️ પ્રાચીન ભારતના લોકો પોતાની રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા આમ , ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે
✒️ ખેતી માટે કુવામાંથી પાણી કાઢવા માટેના કોસ , મશકો , પખાલો , ઢોલ , નગારાં , ઢોલક , તબલા જેવા સંગીતના સાધનો , લુહારની ધમણો , પગરખાં , યુદ્ધમાં વપરાતી ઢાલ , તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા
✒️ આજે ભરતગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ , બુટ , ચંપલ , ચામડાના પાકીટ , પટ્ટા તેમજ ઊંટ - ઘોડાના સાજ , પલાણ , લગામ , ચાબુક માટેની દોરી જેવા સાધનો ચર્મઉધોગ દ્વારા તૈયાર થાય છે
✒️ પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મઉધોગ માટે ઉપયોગ કરવામાં આવતો .
✒️ ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવવામાં આવતા
3. સંગીત રત્નાકરનો પરિચય આપો .
✒️ સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે
✒️ તેઓ દેવગિરિમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા
✒️ સંગીત રત્નાકાર પ્રાચીન ભારતનો સંગીત - ગ્રંથ છે
✒️ સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા - સમજાવવા માટે સંગીત રત્નાકાર ગ્રંથ અજોડ ગણાય છે
✒️ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકારને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે
4. કથકલી નૃત્યુ વિશે સમજ આપો .
✒️ ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરલના કવિ શ્રી વલ્લભથોળ , કલામંડલમ , કૃષ્ણપ્રસાદ , શિવારમન વગેરેનો ફાળો ખુબ જ નોંધપાત્ર છે
✒️ આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે
✒️ એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્દાથી ત્રણેય લોકના પાત્રોને સજીવ કરે છે
✒️ પૌરાણિક મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલવાલમ મિશ્રિત નાટકો સમય જતા કથકલી કહેવાય
✒️ તેનો પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ ને સમજવું પડે છે
✒️ કથકલી કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે
☆ મુદ્દાસર જવાબ લખો
1. નૃત્યકલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો .
✒️ નૃત્યના આદિદેવ ભગવાન શંકર ‘ નટરાજ કહેવાય છે
✒️ નૃત્ય શબ્દની વ્યુત્પતિ મૂળ શબ્દ ‘ નૃત ’ પરથી થઈ છે નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે
✒️ ભારતમાં ( 1 ) કૂચીપુડી , ( 2 ) મણિપુરી , ( 3 ) ભરતનાટ્યમ , ( 4 ) કથક , ( 5 ) કથકલી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રચલિત છે .
( 1 ) કૂચીપુડી નૃત્ય
✒️ આંધ્રપ્રદેશમાં ખુબ પ્રચલિત છે તેની રચના 15 મી સદી દરમિયાન થઈ છે
✒️ કૂચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યોની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવી છે
✒️ તે મુખ્યત્વે સ્ત્રી સૌર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે સ્ત્રીઓ અને પુરુષો બંને નૃત્ય કરે છે
✒️ ગુરુ પ્રહલાદ શર્મા , રાજા રેડ્ડી , યામિની રેડ્ડી , શોભા નાયડુ વગેરે જાણીતા નર્તક એ નૃત્યશૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે
( 2 ) મણિપુરી નૃત્ય
✒️ મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે મણિપુરની આ નૃત્યકલાને જીવંત રાખી છે
✒️ મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે
✒️ આ નૃત્યમાં નર્તક ‘ કુમીન ’ તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો ચણીયો અને રેશમનો કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે
✒️ આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે
( 3 ) ભરતનાટ્યમ
✒️ દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં પ્રચલિત છે તેનું ઉદભવસ્થાન તાંજોર જિલ્લો ગણાય છે
✒️ ભરતનાટ્યમનો મુખ્ય આધારસ્ત્રોત ભરતમુનિ રચિત ‘ નાટ્યશાસ્ત્ર ' અને નંદીકેશ્વર રચિત ‘ અભિનવ દર્પણ ’ નામના ગ્રંથો છે
( 4 ) કથક
✒️ કથકના નામના કથા રહેલી છે ‘ કથન કરે સો કથક કાવે ' આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે
✒️ કથક નૃત્યોની કથાઓ પર આધારિત છે
✒️ પંડિત બિરજુ મહારાજ , સિતારા દેવી , કુમુદિની લાખિયા વગેરેએ આ નૃત્યકલાને જીવંત રાખી છે
✒️ કથક નૃત્ય શ્રીકૃષ્ણના ગોપીઓ સાથે જોડાયેલી છે
✒️ વૈષ્ણવ સંપ્રદાયની મૃગાંરી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે
( 5 ) કથકલી
✒️ કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે આ નૃત્યના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ ને સમજવું પડે છે
✒️ આ નૃત્યશૈલીમાં પાત્રો સુંદર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે
2. ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો .
✒️ ગરબા શબ્દ ' ગર્ભદીવ ’ પરથી બન્યો છે
✒️ સમગ્ર ગુજરાતમાં નવરાત્રી આસો સુદ 1 થી આસો સુદ 9 દરમિયાન ગરબા રમાય છે
✒️ કોરેલાં ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું , તેને “ ગરબો કહેવામાં આવે છે સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા ફરતા તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે
✒️ ગુજરાતમાં ગવાતી ગરીબીનો સંબંધ મદહેશે શ્રીકૃષની ભક્તિ સાથે છે
✒️ આ ઉપરાંત , ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા સૌ ઢોલના તાલે ગીત , સ્વર અને તાલ મેળવી એક તાળી , બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાતા હોય છ
3. ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીનાકારીગરી અંગે જણાવો .
✒️ ભારતના કારીગરોએ બનાવેલા હીરાજડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખુબ માંગ રહી છે
✒️ ભારતમાં લોકો હીરાજડિત સોનાના અલંકારોના શોખીન છે
✒️ પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસનો , મુગટો , માળાઓ , બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા
✒️ વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીના મીનાકારીના કલામાં મોખરાના સ્થાને છે
✒️ ભારતમાં જયપુર , લખનઉ , દિલ્હી , વારાણસી અને હૈદરાબાદ મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખુબ મોટી સંખ્યામાં છે
✒️ ભારત સરકારે 7517 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે તેથી ભારતમાં હીરામોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે . તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરામોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે
✒️ કોહિનૂર અને ગ્રેટ મુદાલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા
✒️ પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ , અમીર ઉમરાવો , શ્રીમંતો , શ્રેષ્ઠીઓ મહાજનો વગેરે વૈવિધ્યસભર હીરાજડિત આભૂષણો પહેરતા
✒️ વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે .
✒️ મીનાકારીમાં વીંટી , કંગન , એણિ , માળા , હાર , ચાવીનો ઝુમખો વગેરે સોના - ચાંદીના અલંકારોમાં લાલ , લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પુરાવામાં આવે છે
4. ગુજરાતના આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો .
✒️ ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં , લગ્નોમાં , દેવી - દેવતાઓને રિઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબના નૃત્ય કરે છે
✒️ તેઓ નૃત્યોની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે
✒️ ડાંગના આદિવાસીઓ ‘ માળીનો ચાળો ’ તેમજ ‘ થાકર્યા ચાળો ' જેવા નૃત્ય કરે છે
✒️ તેમના મોટા ભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલા અને રૂઢિ મુજબના મંજીરા , થાપી , તૂર , પાવરી , તંબુરા વગેરે વાંજિત્રો સાથે થતા હોય છે - આવા નૃત્યોમાં ‘ ચાળો ’ નૃત્ય જાણીતું છે તેમાં તેઓ મોર , ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે
✒️ ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે
☆નીચેના પ્રશ્નનોના ટૂંકમાં ઉત્તર આપો :
1. ‘ સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ' ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો .
✒️ સંગીત રત્નાકાર ની રચના પંડિત સારંગદેવે કરી હતી અને સંગીત પારીજાતિની રચના પંડિત અહોબલે કરી હતી .
2. “ કાંતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?
✒️ ‘ કાંતણ ’ કળામાં 3 ની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પફડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે .
3. લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે ?
✒️ લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડા, શારડીઓ , વળાંકવાળી કરવત , આર અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે આ ઉપરાંત તેઓ ધાતુ માંથી વાસણો , મૂતિઓ અને પાત્રો બનાવતા . તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો અને શાસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા .
4. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા ?
✒️ ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતાં હતા .
5. ભવાઇ વિશે ટૂંકી માહિતી આપો .
✒️ પડદા વિના ભજવતા નાટકો , હળવી શૈલીની રમૂજો , ભૂંગળ વાધ સાથે સંગીત પ્રધાન નાટકો અને વિવિધ વેશ એ ભવાઈની વિશેષતા છે .
☆ વિકલ્પ પસંદ કરી લખો
1. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે ?
( A ) ઊભંગ
( B ) કર્ણભાર
( C ) મેઘદૂતમ
( D ) દૂતવાક્યમ
2. વૈજ્યંતિમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે ?
( A ) મણિપુરી નૃત્યશૈલી
( B ) કુચીપુડી નૃત્યશૈલી
( C ) કથકલી નૃત્યશૈલી
( D ) ભરતનાટ્યમ નૃત્યશૈલી
3. ભારતનો કયો વેદસંગીત કલાને લણતો ગણાય છે ?
( A ) ઋગવેદ
( B ) સામવેદ
( C ) યજુર્વેદ
( D ) અથર્વવેદ
4. ભારતમાં સંગીતક્ષેત્રે ‘ તુતી - એ - હિન્દ ' તરીકે કોણ જાણીતું હતું ?
( A ) તાનસેના
( B ) તુલસીદાસ
( C ) કબીર
( D ) અમીર ખુશરો
5. ‘ ચાળો ’ નૃત્ય એટલે ક્યુ નૃત્ય ?
( A ) આદિવાસીઓનું નૃત્ય
( B ) ભરવાડોનું નૃત્ય
( C ) કોળીઓનું નૃત્ય
( D ) પઢારોનું નૃત્ય
6. ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા ?
( A ) રાજસ્થાન
( B ) આંદામાના
( C ) આફ્રિકા
( D ) થાઈલેંડ
7. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
( A ) 21 જૂન
( B ) 1 મે
( C ) 21 એપ્રિલ
( D ) 5 સપ્ટેમ્બર