1. ભારતનો વારસો
સ્વાધ્યાય સોલ્યુશન
☆ સવિસ્તર ઉત્તર લખો
1 ) આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો
જવાબ - આર્યોએ ભારતને ભવ્ય અને સમૃધ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે
~ તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા .
~ આર્યો પ્રકૃતિ પ્રેમી હતા , તેઓ વૃક્ષો , નદીઓ , પર્વતો , સૂર્યો , વાયુઓ , વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા
~ આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા . ત્યાં સાત મોટી નદીઓ વહેતી હતી . તેને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું હતું
~ તેમણે પ્રકૃતિના તત્વોની શ્રુતિઓ રચી હતી . સમય જતા . તેમાંથી યજ્ઞયાગાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી
~ આર્ય પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત હતી
~ તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યુ હતું
~ આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યાવર્ત નામ આપવામાં આવ્યું હતું
2 ) સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો .
~ સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો , મૂલ્યો આચાર - વિચાર , ધાર્મિક પરંપરાઓ , રહેણીકરણી અને જીવનને ઉચ્ચત્તમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો
~ સંસ્કૃતિ એટલે ‘ ગુફાથી ઘર ’ સુધીની માનવજાતની વિકાસયાત્રા
~ સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગળ જીવનશૈલીનો સમાવેશ થાય છે
~ સંસ્કૃતિમાં વિચારો , બુધ્ધિ , કલા , કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે ~ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત .
~ દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુખ્ય લોકજીવનમાં આવતા પરિવર્તનો , સુધારાઓ , સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર / થાય છે
~ મહાન રશિયન સમાજશાસ્ત્રી બી . મેલીનોનોશ્રસ્ટ્રીના માટે સંસ્કૃતિ એટલે માનવમનનું ખેડાણ
3 ) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ’ - સવિસ્તાર સમજાવો
~> સાંસ્કૃતિક મહોત્સવો
પોળો ( વિજયનગર ) , પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ ( અમદાવાદ ) , તાના - રીરી મહોત્સવ ( વડનગર ) , ઉતરાર્ધ - નૃત્ય મહોત્સવ ( મોઢેરા ) , રણોત્સવ ( કચ્છ ) વગેરે
1 - બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ
ગુજરાતમાં વડનગર , તારંગા , ખંભાલીડા , જૂનાગઢ , શામળાજી , તળાજા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે
2.ધાર્મિક સ્થળો
દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગદગુરુ શંકરાચાર્યની શારદાપીઠ , 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક સોમનાથ મંદિર , ઉત્તર ગુજરાતમાં અંબાજી , બહુચરાજી , મણકાળીનું મંદિર ( પાવાગઢ ) , જૈન તીર્થ ( પાલિતાણા ) વગેરે ધાર્મિક સ્થળો ધરાવતા તીર્થસ્થનો છે
3. મેળાઓ
મેળાઓમાં મોઢેરાનો મેળો ( મહેસાણા ) , ભાદરવી પૂનમનો મેળો ( અંબાજી ) , ભવનાથનો મેળો ( ગિરનાર ) , તરણેતરનો મેળો ( તરણેતર ) અને વૌઠાનો મેળો ( ધોળકા ) મુખ્ય છે
4. ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો
વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ , જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ , મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર , ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો , સિદ્ધપુરનો દ્રમહાલ , વિરમગામનું મુનસર તળાવ , અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ , બેનમૂન ઝૂલતા મિનારા , સિદી સૈયદની જાળી , હઠીસિંગના દેરા , સરખેજનો રોજો , નગીના વાડી વગેરે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ , વડોદરાનો રાજમહેલ વગેરે
☆ મુદ્દાસર જવાબ લખો
1 ) ભારતીય વારસાનાં જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો .
~ આપણી સમન્વય પામેલ સંસ્કૃતિના સમૃધ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી
~ દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું - દેશના જંગલો , તળાવો , નદીઓ તેમજ વન્ય પશુ - પંખીઓ સહીત કુદરતી પર્યાવણનું જતન અને સંવર્ધન કરવું
~ ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિઓની શુધ્ધતા , પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે હિંસાનો ત્યાગ કરવો
~ આપણા બંધારણમાં અનુચ્છેદ 51 ( ક ) માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે . તેમાં ( છ ) , ( જ ) અને ટ ) એટલે ( 6 ) , ( 7 ) અને ( 9 ) માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતના માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવે છે
~ આપણા સાંસ્કૃતિ વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું
2 ) પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો .
~ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો નીચે મુજબ છે
- ભારતના પ્રાકૃતિક વારસામાં ઉંચા પર્વતો , જંગલો , ઝરણાં , નદીઓ , રણો , સાગરો , વિશાળ ફળદ્રુપ મેદાનો , ખીણપ્રદેશો વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો , નદીઓ , પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે
- ભારતના ભૂમિદ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો , શિલાઓ , ખનીજો , વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે - પ્રાકૃતિક વારસો એટલે “ પ્રકૃતિ પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ " પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે - હવામાનનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે
~ ધર્મચક્ર - પ્રવર્તમાન વાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા વગેરે સાંસ્કૃતિક વારસાની સમૃધ્ધિના દર્શન કરાવે છે
~ ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે દા . ત . શિલ્પ કંડારવાની કળા ને લગભગ 5000 વર્ષ પ્રાચીન છે
☆ એક બે વાક્યમાં જવાબ લખો
1. આર્ય પ્રજા અન્ય ક્યા નામે ઓળખાય છે ?
જ. આર્ય પ્રજા નોષિર્ક નામે ઓળખાય છે
2. નેગ્રીટો ( હબસી ) પ્રજા વિશે ટૂંકી માહિતી આપો .
જ. શ્યામવર્ણ , 4 થી 5 ફૂટ ઉંચાઈ અને માથે વાંકળિયા વાળ એ નેગ્રીટો અથવા નીગ્રો પ્રજાની શારીરિક વિશેષતા છે - નેગ્રીટો અથવા નીગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા
3. ભારતની રાષ્ટ્રમુદ્રામાં ક્યાં ક્યાં પ્રાણીઓ દર્શાવાયેલા છે ?
જ. ભારતની રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહ , ઘોડો હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવેલ છે .
☆ યોગ્ય વિકલ્પ પસંદ કરો
1. " લોકમાતા ” શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે ?
( A ) ભારત ( B ) પ્રકૃતિ
( C ) નદીઓ ( D ) પનિહારીઓ
2. નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?
( A ) શારદા પીઠ - સોમનાથ.
( B ) પોળો ઉત્સવ - વડનગર
( C ) ઉતરાર્ધ નૃત્ય મહોત્સવ - મોઢેરા
( D ) સિદી સૈયદની જાળી - ભાવનગર
3. દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય ?
( A ) હિન્દી ( B ) તમિળ.
( C ) કન્નડ. ( D ) મલયાલમ