Ad

Ads Area

રૂઢિપ્રયોગ | std 12 gujarati vaykaran imp 2023 | ruduproygo

 ⊙ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો

1 વિદેહ થયા -મૃત્યું પામ્યા

→ ઊછી ડોશી છોકરાના છોકરાની દીકરીને પરણાવીને વિદેહ થયા.

2 જીવ બાળવો – દુઃખી થવું

→ દિકરાની બિમારી જોતા જ મા જીવ બાળવા લાગી. 

3 વસમું પડવું – અઘરૂ પડવું

→ પાંડવોને કૌરવોની સામે યુદ્ધમાં જીતવું વસમું પડ્યું હતું.

4 ઘૂમટો કાઢવો – લાજ કાઢવી

→ ગામડામાં હજી સ્ત્રીઓને ઘૂમટો કાઢવો પડે છે.

5 અલોપ થઈ જવું – અદૃશ્ય થઈ જવું 

પોલીસને જોઈ ચોર અદેશ્ય થઈ ગયા.

6  અછોવાના કરવા – લાડ લડાવવા

→ દિકરાને જોઈ મા અછોવાના કરવા લાગી


7 ગળે આવી ગઈ – વાત સમજાવતા થાકી જવું

→ અનુરુદ્ધને નથી શબ્દ સમજાવવામાં માતા ગળે આવી ગઈ

8 દેહાંત થયો – અવસાન થવું

→ અનુરુદ્ધની માતાના દેહાંત પછી તેને દીક્ષા લીધી

9 હોડ લગાવવી – શરત લગાવવી

→ રાજકુમારોએ લખોટાની રમતમાં હોડ લગાવી હતી.

10 અનુકંપા હોવી – કરૂણા હોવી

→ બાબાસાહેબને અછુતો પ્રત્યે અનુકંપા હતી.

11 કર ઘસવું – હારી જવું

→અનેક પ્રયત્ન છતા રાજીવ પરીક્ષામાં સફળ ન થતા તે કર ઘસતો રહી ગયો.

12 માન મૂકાવવું - અભિમાન છોડાવવું

→રમેશે માન મૂકીને પાડોશી સાથે સમાધાન કરી લીધું. પડવું

13 ઉણા ઉતરવું – નબળા 

→ અનુભવી પાસે બિનઅનુભવી ઉણા ઉતરે છે. 

14 લોભ થવો –ઈચ્છા થવી

→ ચોકલેટ જોઈને બાળકને લોભ થયો

15 દાદ ન મળવી - ન્યાય ન મળવો, પ્રતિભાવ ન મળવો

→ પ્રભાશંકરે મિન્ટો સરકારને અરજી કરી પણ દાદ ન મળી

16 કામ પાર પાડવું – સફળતા મળવી 

→ લોર્ડ મોર્લીને મળવાથી પ્રભાશંકરનું કામ પાર પડ્યું.

17 નૈન ભીના થવાં – રડવું 

→ માતાના અવસાનથી દીકરાના નૈન ભીના થયા.

18 ભાન કરાવવું - સાચી સમજ આપવી

→ સંતોએ ઈશ્વર અંગેનું ભાન કરાવ્યું.

19 મનને વાળવું – મનને જોડી દેવું


→અનેક તકલીફ પછી નયનાએ મન વાળી લીધું ધર્મમાં

20 વધારે પડતું – યોગ્ય કરતાં વધુ 

→ નયનને પાત્રતા કરતાં વધારે પડતું ઈશ્વરે આપ્યું હતું. 

21 ઉંબરમાં પગ મૂકવો – પ્રવેશ કરવો

→ રશ્મિએ ઉંબરમાં પગ હતો.

22 મન થયા ભેગું - ઈચ્છા થતાં જ

→ રાહુલનું મન થયા ભેગું જ તે કર્મ કરતો હતો

23  બુદ્ધિ કસવી – બુદ્ધિ કસોટી થવી 

→ જૈમિન પરીક્ષામાં બુદ્ધિને કસીને પેપર લખતો હતો. 

24 શરીર પડવું – મૃત્યું પામવું 

→ આખરે રામજીભાઈનું શરીર પડી ગયું.

25 ઢીલા પડવું-નરમ થવું

→ બાળકને જોઈ માતા ઢીલા પડી ગયા


26 પૂરૂ કરવું – મારી નાખવું

→ રાહુલે ગુસ્સામાં નયનનું પુરૂ કરી નાખ્યું.

27 સળવળી ઊઠવું – જાગી ઊઠવું

→ ભોજાએ ખાડામાંથી ધૂળ કાઢી ત્યાં બાળક સળવળી ઊઠ્યું.

28 માંડી વાળવું – છોડી દેવું

→ દિકરાને મનાવવાનું બાપે માંડી વાળ્યું

29 ભવ કાઢવા -જિંદગી વિતાવવી 

→ ભોજાએ ગરીબીમાં ભવ કાઢી નાખ્યો. 

30 છાતીએ લેવું -છાતી સરસું લેવું

→ રડતાં રડતાં બાળકને માતાએ છાતીએ લીધું.

31  મીઠો ઠપકો આપવો – વ્હાલથી ટકોર કરવી

→  બા બાળકને હંમેશા મીઠો ઠપકો જ આપે છે.

32 પાતક માથે લેવું – પાપની જવાબદારી લેવી


→ છોકરાનું પાતક બાપે માથે લઈ લીધું.

33 મનમાંથી કાઢી નાખવું – ભૂલી જવું.

→ બાપે દિકરાને કરેલ ભૂલ મનમાંથી કાઢી નાખવા સમજાવ્યું.

34 સંકેત કરવો - ઈશારો કરવો

→ રાહુલે મિત્રતામાં જોડાવા કેતનને સંકેત કર્યો.

35 ફેર રહેવો – તફાવત રહેવો

→ ભણેલ અને અભણ વ્યક્તિમાં વર્તન વ્યહારમાં ફેર રહેલો દેખાશે.

36 દાખડો કરવો –મહેનત કરવી

→ કેતકીએ પ્રથમ નંબર મેળવવા ખૂબ દાખડો કર્યો

37 વ્રત કરવા – બાધા રાખવી

→ પોતાની દીકરી પ્રથમ નંબરે ઉત્તીર્ણ થાય તે માટે મા એ બાધા રાખી હતી.

38 સગડ કાઢવો – ભાળ મેળવવી

→ પોલીસે ચોરની સગડ કાઢીને પકડી લીધો

39 પડખું સેવવું– સંગ કરવો

→ સારા વ્યક્તિનું પડખું સેવવાથી લાભ થાય છે.

40 વંઠી જવું – કાબુમાં ન રહેવું

→ રવજીભાઈનો પુત્ર ખરાબ ભાઈબંધોની સંગતમાં વંઠી ગયો હતો.

41 ઉપકૃત થવું - આભારી થવું.

→ આંબેડકરને તેના ગુરૂજી મળવા આવ્યા એથી ઉપકૃત થયાં.

42  પથ્થર પર પાણી - કંઈ અસર ન થવી.

→ રાહુલભાઈ વીફરે એટલે પછી કોઈના નહિં ? બધા જ સમજાવે તો યે બધું પથ્થર પર પાણી જ.

43 ચરણોમાં બેસી જવું - અત્યંત નિકટતા કેળવવી.

→ ગાંધીજીના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું.

44 રોડવી લઈશું - ચલાવી લઈશું.

→ મારે તો સો રૂપિયાની જરૂર હતી પરંતુ તમે પચાસ રૂપિયા આપ્યા છે તો પછી રોડવી લઈશું. 

45 ખરખરો કરવો - શોક વ્યક્ત કરવો.

→ રાજના પિતાનું નિધન થતા રમેશે તેની પાસે ખરખરો કર્યો.

46 ગળગળા થઈ જવું - રડમસ થઈ જવું.

→ પોલીસને જોઈ ચોર ગળગળા થઈ ગયા.

47 હાથ – વાટકો થવું - નાના-મોટા કામમાં ઉપયોગી થવું. → શામજીભાઈ પાડોશીને હાથ-વાટકો થતા.

48 ઉલાળધરાળ ન હોવું - આગળ પાછળની ચિંતા ન હોવી

→  રમેશ એકલો હતો તેથી તેમને ઉલાળધરાળમાં કોઈ ન હતું. 

49 લાંઠી કરવી - મજાક કરવી.

→ કેતકી વારંવાર મયુરીની લાંઠી કરતી હતી.

50 માથું ફોડીને લોહી કાઢવું - સખત મહેનત કરવી.

→ દર્પણે ધો-૧૦ માં ૯૦ ટકા મેળવવા માથું ફોડીને લોહી કાઢ્યું હતું.

51  ભરખી જવું - ખાઈ જવું.

→ બારણાને ઉધઈ ભરખી ગઈ હતી. 

52 ઘોડા પડ્યા કરવું - મનોમંથન કરવું.

→ ધંધામાં સફળ થવા જતિન વારંવાર ઘોડા ગંઠ્યા કરતો હતો.

53  ચણચણાટી થવી - તાલાવેલી થવી.

→ બાહુબલી પિક્ચર જોવાની દ્દષ્ટિને ક્યારની ચણચણાટી થતી હતી. 

54 આભ ફાટવા - ખૂબ દુઃખ પડવું.

→ પુત્રના મોતના સમાચારે હાર્દિકભાઈ પર આભ ફાટી પડ્યું. 

55 બોર બોર આંસુ ટપકવાં - ચોધાર આંસુએ રડવું.

→ મહર્ષિ પરીક્ષામાં નાપાસ થતા તેને બોર બોર આંસુ ટપવાં માંડ્યાં.

56 કાબૂ થવું - વશમાં થવું.

→ માલિકને જોઈને ઘોડો કાબૂ થઈ ગયો

57 આકુળવ્યાકુળ થઈ જવું - ખૂબ ગભરાઈ જવું

→ બાળક ગૂમ થતા માતા આકુળવ્યાકુળ થઈ ગઈ

58 ખપ આવવું - કામમાં આવવું

→ ભોજો પોસ્ટ-માસ્તરને ખપમાં આવ્યો

59 ટાળવાં - સુખનો ત્યાગ કરવો.

→ બાળક માટે માતા-પિતા સુખ ટાળે છે

60 નમતું મૂકવું - જતું કરવું.

→કેતનના ધંધામાં જોડવાની બાબતે તેના પિતાએ નમતું મૂક્યું

61 ગડમથલ ચાલવી - શું કરવું ને શું ન કરવું એવી મનની સ્થિતિ થવી

→ ખીજડિયે ટેકરે ભોજાના મનમાં ગડમથલ ચાલી.

62 ગૂંચ ઉકલી જવી - મુશ્કેલી હલ થવી.

→ ભોજાને કપડાંની જોડ મળતાં તેના મનની ગૂંચ ઉકલી ગઈ.

63  ઘેરી છાપ પડવી - ઊંડી અસર થવી.

→ વિનોબાજીને ગાંધીજી વિશે ઘેરી છાપ પડી. 

64 હાથફેરો કરવો - ચોરી કરી 

→ બધી જ વસ્તુઓ લઈ ભોજાએ ખીજડિયે ટેકરે જઈને હાથફેરો કર્યો. 

65 ખાતર પાડવું - ચોરી કરવી.

→ ભીમાએ રાજદરબારમાં ખાતર પાડ્યું. 

66 સોપો પડી જવો - શાંતિ છવાઈ જવી.

→ શેઠના યુવાનપુત્રના મોતના સમાચારથી ગામમાં સોપો પડી ગયો


67 છોભીલું પડવું - સંકોચ થવો.

→  રમેશભાઈને જોઈને નયન છોભીલો પડી ગયો. 

68 હવાઈકિલ્લા બાંધવા - મોટી - મોટી વાતો કરવી.

→  પ્રજા પાસે રાજકારણી હવાઈ કિલ્લા બાંધવા લાગ્યા. 

69 જાગ્યા ત્યાંથી સવાર - નવેસરથી પ્રારંભ કરવો 

→ બાપે દિકરાને કહ્યું કે હવે જાગ્યા ત્યાંથી સવાર સમજીને કામે લાગો.

70 ગઈ ગુજરી ભૂલી જવી - ભૂતકાળ ભૂલી જવો.

→  શેઠે નોકરને સલાહ આપી કે ગઈ ગુજરી ભૂલીને કર્મ કર. 

71 લોહી ઊકળી ઊઠવું – ગુસ્સે થવું.

→ રાહુલને જોઈને નયનભાઈનું લોહી ઊકળી ઉઠ્યું. 

72 પગ મણમણના થઈ જવા - મન ભારે થઈ જવું.

→  પાક નિષ્ફળ જતાં રામજીભાઈના પગ મણમણના થઈ ગયા.

73 ભાંજગડ ચાલવી - મનોમંથન અનુભવવું.

→  દીકરો નાપાસ થતા બાપના મનમાં ભાંજગડ ચાલવા લાગી. 

74 થોથવાઈ જવું - ભાવાવેશમાં બોલી ન શકવું. 

→ શિક્ષકને જોઈ વિદ્યાર્થી થોથવાઈ ગયો.

75 મનોરથ જાગવો - ઈચ્છા થવી

→વિનોબાને ગાંધીજીને મળવાનો મનોરથ જાગ્યો.

76 દબાણ કરવું – ફરજ પાડવી.

→ ઉછીનું માંગનાર ઉછીનું આપનાર પર દબાણ કરવા લાગ્ય 

77 મન હરી લેવું - મન જીતી લેવું

→ સેલ્વી પંકજમ્ નારાયણજીનું મન હરી લીધું.

78 રસ્તો કાઢવો - ઉપાય શોધવો.

→ કૃષ્ણાએ ચંદનવાડી પહોંચવાનો રસ્તો કાઢ્યો.

79 આંખો ફેરવવી - આમતેમ જોવું. 

→ ગાંધીગ્રામ  સંસ્થા જોતા નારાયણજી આંખો ફેરવવા લાગ્યા

80 દીવો ન રહેવો - વંશ ન રહેવો.

→ પોસ્ટ માસ્તરના દીકરાનું મોત થતા તેને ત્યાં દીવો ન   રહેવો

Post a Comment

0 Comments

Ads Area