⊙ લેખનરૂઢિ અને ભાષાશુદ્ધિ સુધારો ⊙
1 એતો ભારતના સુવિખ્યાત પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા
→ એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા.
2 હવારથી હાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે.
→ સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે.
3 વગરમાગ્યે, માગ્યાવગર,ટાણાસર આપી જનાર વિરલ હોય છે.
→ વગરમાગ્યે, ટાણાસર આપી જનાર વિરલ હોય છે.
4 ગીતાનું એક નિસૂલ્ક વર્ગ ચલાવ્યું.
→ ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો.
5 ટાઢ ઠંડી જિરવવી એ ભોજાને માટે નવી નહોતી.
→ ટાઢ જીરવવી એ ભોજાને માટે નવી નહોતી.
6 ઝટ માગી લે ઈનામ ભોજા પોસ્ટ-માસ્તરે ફરી કહ્યું.
→ ‘ઝટ ઈનામ માગી લે, ભોજા !’’ પોસ્ટ માસ્તરે ફરી કહ્યું.
7 ગીધદષ્ટિ ગીધુભાઈ અને મીષ્ટિ મેનાબહેન તે દેખાડી ગયા.
→ ગીધદૈષ્ટિ ગિધુભાઈ અને મીનીદૃષ્ટિ મેનાબહેન તે દેખી ગયા.
8 આગળ જતા અમારો માર્ગ પથ એકદમ ઊંચાઈમા આવી ગયો.
→ આગળ જતાં અમારો માર્ગ એકદમ ઊંચાઈમાં આવી ગયો.
9 ચંદનવાડી આગળ શેષ નદી વધુ ઘાટિલો વળાંક લે છે.
→ ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે.
10 તારી આખો માં નિરંતર આ ગજ વરસ્યા કર છે.
→ તારી આંખોમાં નિરંતર આગ જ વરસ્યા કરે છે.
11 અનુરુદ્ધે તરત જ શરત પ્રમાણમાં માતાના ખાજાં મોકલવા કહેવરાવ્યું.
→ અનુરુદ્ધે તરત જ શરત પ્રમાણે માતાને ખાજાં મોકલવા કહેવરાવ્યું.
12 ભારતમાં સરકાર લોકોના, લોકો માટે ચલાવાની અને લોકોથી હોવી જોઈએ.
→ ભારતની સરકાર લોકોના, લોક માટે ચલાવેલી અને લોકોની હોવી જોઈએ.
13 શું ૨- ૨ જોડ લુગડા વેત રાવી લે.
→ એક શું બબ્બે જોડ લુંગડા વેતરાવી લે.
14 જીવલી એ નવ જાત બાળકને છાતિએ લિધું.
→જીવલીએ નવજાત બાળકને છાતીએ લીધું.
15 ભોજો ગીરની અંદર જઈને ૩ વાર તલ બાવળ કાપિ આવ્યો.
→ ભોજોગિરની અંદર જઈને ત્રણવાર તલબાવળ કાપી આવ્યો. બેઠો
16 મહીપ ઊપર કળી કાળ બેઠો
→ બેઠો,મહિષ ઉપર કળિકાળ
17 ગીતા નો નિઃશુલ્ક મફત વર્ગ ચલાવ્યો
→ ગીતાનો નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો.
18 મારે પત્ર બાપુમાં નામ લખ્યો.
→ મેં પત્ર બાપુનાં નામે લખ્યો.
19 રજુ કામ હતું. તબીયન સુધારવાનું.
→ બીજું કામ હતું તબિયત સુધારવાનું
20 મોટા કઈ માંદા સાજા તો નહી હોય
→ મોટા કંઈ માંદાસાજાં તો નહીં હોય ?
21 કોઈન આંખે માં ચીત રાવિ જુઓ
→ કોઈને આંખોમાં ચિતરાવી જુઓ
22 રેત ની સિસિ ન ઊલ ટાવી જૂઓ
→ રેતીની શીશીને ઉલટાવી જુઓ
23 શ્યામ રન્ગ સમિ પે ન જાવું.
→ શ્યામ રંગ સમીપે ન જાવું.
24 મેં તો અંગર ચદણના ચૂલા કરમા
→ મેં તો અગર ચંદણના ચૂલા કર્યા.
25 પણ ખમરાં ગણમાં તો સત્રુ હતા ને ?
→ પણ સમરાંગણમાં તો શત્રુ હતા ને ?
26 હવે તમા રે પથ ની સ કંટક થયો.
→ હવે તમારો પંથ નિષ્કંટક થયો.
27 ધન ધન તને દેવી અને રીકોઈ ઉરમીલે
→ ધન્ય ધન્ય તને દૈવિ ! અનેરી કોઈ ઊર્મિલે
28 ભાવ નગર ખાબો ચિયા જેવું છે
→ ભાવનગર ખાબોચિયા જેવું છે.
29 કોઈ અનુ ચીત ઠરાવ પશાર ન થયો.
→ કોઈ અનુચિત ઠરાવ પસાર ન થયો.
30 વીષના પ્યાલા ગીરધર લાલે આરોગ્યા
→ વિષના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા
31 ગરભાવશ માં શુકદેવ જીને લાગયા.
→ ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યા.
32 નિલાં બર કાલી કચુકિ ના હેરૂં ?
→ નીલંબર કાલી કચુંકિ ના પહેરૂં ?
33 એને મા રા હાથ આંખો દાબિ દિધા
→ એણે મારા હાથ આંખે દાબી દીધા
34 એનિ આંખમાંથી આસું સરી રહ્યા હતા.
→ એની આંખમાંથી આંસું સરી રહ્યા હતા.
35 દેવ રાજ અતિતે શરી રહ્યો હતો.
→ દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો.
36 એ કોઈ પાર કું ઘર નથિ.
→ એ કાંઈ પારકું ઘર નથી.
37 ૮-૧૦ આના રિળ આ વે છે.
→આઠ -દસ આના રળી આવે છે.
38 ૧૨ વરસ સુધિ ગુરૂને ઘર રહિયો
→ બાર વર્ષ સુધી એ ગુરૂને ઘેર રહ્યો.
39 પ્રભુના ગ્નાન નું શીક્ષણ મળિયું નથિ.
→પ્રભુના જ્ઞાનનું શિક્ષણ મળ્યું નથી.
40 ૫૨શન ઘણો જ ગંભિર હતો.
→ પ્રશ્ન ઘણો જ ગંભીર હતો.
41 મોટાંઓ સૌથી નાના છોકરા ની વાત સાંભળતા જ ન હોતા.
→ મોટાંઓ સૌથી નાના છોકરાની વાત સાંભળતાં જ નહોતા.
42 આ દુનિયા ના શાણાઓ ના દુનિયાદારી જાણે.
→ આ દુનિયાના શાણાઓન દુનિયાદારી જાણે.
43 તું મોહન ના મુખપર મ્હાલે,
→ મોહનના મુખ પર મ્હાલે,
44 તુ જ વિના નાથને નવચાલે.
→ તુજ વિના નાથને ન ચાલે.
45 જીવનમાં પણ આ જ પ્રકારથી અંત છે ને ?
→જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને ?
46 દરિયાકાંઠે દીવા દાંડી રાત્રે ભૂલેલાં ભટકેલાં ને રસ્તો ચીંધે.
→ દરિયાકાંઠે દીવાદાંડી રાત્રે ભૂલેલાં ભટકેલાંને રસ્તો ચીંધે. 47 મોટાં ભાઈ બહેન નાના ભાઈને ઘેર આવ્યાં હતાં.
→ મોટાં ભાઈબહેન નાના ભાઈને ઘેર આવ્યાં હતાં.
48 દયા પ્રીતમને પૂરણપ્યારી, તુને અળગી ન મૂકે મુરારિ.
→ દયાપ્રીતમને પૂરણપ્યારી, તુંને અળગી ન મૂકે મુરારિ.
49 કવિ માનવ સહજ લાગણીઓ થી ૫૨ છે એવું નથી.
→ કવિ માનવસહજ લાગણીઓથી પર છે એવું નથી.
50 હું પણ કહું છું જે છે તેહવેજ છે.
→ હું પણ કહુ છું જે છે તે હવે જ છે.
51 બાર બાર વરસ વનવગડામાં આથડ્યો.
→ બારબાર વરસ વનવગડામાં આથડ્યો.
52 સોહામણા કશ્મીર નો સૂર્યોદય નો તેઅભિરામ સમય હતો.
→ સોહામણા કશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ સમય હતો.
53 થોડીવારે ગિધુભાઈ આવ્યાને કહે,
→ થોડી વારે ગિધુભાઈ આવ્યા ને કહે
54 ઝીણા ઝીણા દાણા દેખાય છે.
→ આમાં તો ઝીણાઝીણા દાણા દેખાય છે.
55 ત્યારે એજ પ્રમાણે સમજકે પરમેશ્વર અહીં જ છે.
→ ત્યારે એ જ પ્રમાણે સમજ કે પરમેશ્વર અહીં જ છે.
56 મારે તમને જમાડીને પછી જ તેજગતિવાળી રિક્ષામાં બેસાડવાછે.
→ મારે તમને જમાડીને પછી જ તેજ ગતિવાળી રિક્ષામાં બેસાડવા છે.
57 વાદળાં થાયને વરસાદજ ન પડે એવું તો હોય ?
→ વાદળાં થાય ને વરસાદ જ ન પડે એવું તો હોય ?
58 આ રહ્યો દુર્યોધન, રાની આંખો જોઈ રહ્યો ?
→ આ રહ્યો દુર્યોધન, રાતી આંખે જોઈ રહ્યો અમારું
59 રોજબરોજનું રોજિંદુ કામ ચાલતું હતું.
→ અમારું રોજિંદુ કામ ચાલતું હતું.
60 તે ગરમ થઈ ગયો અને ભાર પૂર્વક બોલ્યો.
→ તે ગરમ થઈ ગયો અને ભારપૂર્વક જ બોલ્યો.
61 પરંતુ ત્યાં બોલાવુ પડેલું એથી ખૂબ લાભ થયો.
→ પરંતુ ત્યાં બોલવું પડ્યું, એથી ખૂબ લાભ થયો.
62 બાપુએ જાણો મારું ઘડતર કરવાનું નક્કીજ કરી લીધેલું .
→ બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું.
63 ગીતાને સ્થિતપ્રજ્ઞને લક્ષણ આવે છે.
→ ગીતામાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો આવે છે.
64 કુવામાંથી સીંચી ને બળદોને, ગાયોને પાણી પાયું.
→કુવામાંથી સીંચીને બળદોને, ગાયોને પાણી પાયું