Ad

Ads Area

વિરૂદ્ધાર્થી શબ્દો | std 12 gujarati vaykran | std 12 gujarati grammar | virudharthi shabdo

 વિરુદ્ધાર્થી શબ્દો , ધોરણ 12 ગુજરાતી વ્યાકરણ , રેખાંકિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો,  બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી થશે Bharat Patel ( one touch education )

             ⊙ વિરુદ્રાર્થી શબ્દ ⊙

નીચે આપેલા રેખાંકિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે લખો

1 સાહેબ, ઈશ્વર દેખાતો નથી. 

→ સાહેબ, ઈશ્વર અદૃશ્ય છે. 

2 સરખે-સરખા મિત્રો મળતાં. 

→ સરખે-સરખા દુશ્મનો ન મળતાં. 

3 અમારો પિરવાર ધનવાન નહોતો. 

→ અમારો પરિવાર ગરીબ હતો. 

4 મને યશ મળ્યો છે. 

→ મને અપયશ મળ્યો નથી.

5 અગ્નિ સાક્ષીએ મિલન થયું 

→ અગ્નિની સાક્ષીએ વિદાય ન થઈ.

6 એ વાત જાણીતી છે. 

→ એ વાત અજાણી નથી.

7 એની પ્રવૃત્તિ સારી હતી 

→ એની નિવૃત્તિ બૂરી નહોતી. 

8 ઉપલી ખડકીની બારી ખુલ્લી હતી. 

→ ઉપલી ખડકીની બારી બંધ નહોતી. 

9 તેઓ ઝડપભેર ચાલતા નહોતા 

→ તેઓ ધીમે ધીમે ચાલતા હતા. 

10 એ ઓછાં કંઈ ખોટું કહે ? 

→ એ ઓછાં કંઈ સાચુ ન કહે ? 

11 મણિભાઈએ મોટેથી બૂમ પાડી. 

→ મણિભાઈએ ધીમે થી બૂમ ન પાડી.

12 તેઓ માંદા હતા.

→  તેઓ સાજા નહોતા.

13 એક ઠંડી રાત હતી. 

→ એક ગરમ રાત નહોતી.

14  આપણે સંહાર જ કર્યા કરવું ? 

→ આપણે સર્જન કેમ ન કર્યા કરવું ?

15 પ્રજાને શાંતિ મળી છે.

→ પ્રજાને અશાંતિ નથી મળી. 

16 અમારો વિજય થયો 

→ અમારો પરાજય નથી થયો.

17  હજી ક્યા મોડું થયું છે? 

→ હજી ક્યા વહેલું થયું નથી ?

18  સમરાંગણમાં તો શત્રુ હતા.

→  સમરાંગણમાં તો મિત્રો નહોતા. 

19 તેને વિદેશી વસ્ત્રોનો સંબંધ નથી 

→ તેને સ્વદેશી વસ્ત્રોનો કોઈ સંબંધ છે 

20 આ તો ગૌણ ભાષા છે. 

→ આ તો મુખ્ય ભાષા નથી.

21  લોકોનો કોઈ દોષ નહોતો 

→ લોકો નિર્દોષ હતા. 

22 બીજાને બોલવાની હિંમત નથી. 

→ બીજાને બોલવાની નાહિંમત છે.

23 છેલ્લું દર્શન કરો. 

→ પ્રથમ દર્શન ન કરો. 

24 બા એકલા જીવે 

→ બા બધા સાથે ના જીવે 

25 મેં કમાડ ધીમેથી ખોલ્યા. 

→ મેં કમાડ જોરથી ન ખોલ્યા. 

26 આત્મજ્ઞાની કદી માંદો ન પડે 

→ આત્મજ્ઞાની સદાય સાજો જ રહે. 

27 જમીન બહુ કઠણ નહોતી. 

→ જમીન એકદમ પોચી હતી. 

28 છોકરો મરેલો જ જન્મ્યો હતો.

→  છોકરો જીવતો જન્મ્યો ન હતો. 

29 નારદજી અંતરીક્ષમાં આવ્યા, 

→ નારદજી ધરતી પર ન આવ્યા. 

30 નળે સંધ્યાકાળે જળ મંગાવ્યું. 

→ નળે ઉષાકાળે જળ ન મંગાવ્યું.

31  નિયમ-પત્રિકા આકર્ષક હતી.

→  નિયમ-પત્રિકા અનાકર્ષક ન હતી.

32  બાપુની હાજરીમાં બોલવાનું છે. 

→ બાપુની ગેરહાજરીમાં બોલવાનું નથી. 

33 મારી માન્યતા ખોટી ઠરી.

→  મારી માન્યતા સાચી ઠરી નહિ.

34 ગિધુભાઈ–મેનાબહેનનું જોડું હતું.

→  ગિધુભાઈ-મેનાબહેનનું કજોડું નહોતું. 

35 હવે કાયમનું સુખ થઈ ગયું.

→ હવે કાયમનું દુઃખ રહ્યું નહિં. 

36 સાંજે ઘોડા પસંદ કરી લીધા. 

→ સાંજે ઘોડા નાપંસદ ના કર્યાં.

37 દીકરી સુખ તો બધા વેઠે છે.

→  દીકરી દુઃખ કોઈ વેઠતું નથી. 

38 હું પ્રજાનો સેવક બનીશ. 

→ હું પ્રજાનો સ્વામી બનીશ નહિ. 

39 તમે જુગારમાં હોંશિયાર છો. 

→ તમે જુગારમાં ઠોઠ નથી. 

40 તમે શાંત થાઓ. 

→ તમે અશાંત થાઓ નહિ.

41 નગર બાળક જેવું છે.

→ નગર વૃદ્ધ જેવું નથી. 

42 પંકજમ્ ત્યાં ઊભી હતી.

→  પંકજમ્ ત્યાં બેઠેલી ન હતી. 

43 મને ઊંઘ આવી ગઈ.

→ હું જાગતો રહ્યો નહિ. 

44 વાર્તાનાયક શાંત બની ગયા. 

→ વાર્તાનાયક અશાંત ન બન્યાં.

45 કાન્તા જવાન થઈ ગઈ  

→ કાન્તા ઘરડી નથી થઈ. 

46 દેવરાજની આંખમાં તેજ છે. 

→ દેવરાજની આંખમાં તિમિર નથી. 

47 શ્વેતકેતુ બહુ ભણ્યો છે. 

→ શ્વેતકેતુ કંઈ અભણ નથી. 

48 જેને પૃથ્વી જાણતી નથી. 

→ જેનાથી પૃથ્વી અજાણ છે. 

49 પરમેશ્વરનો નાશ થવાનો નથી.

→  પરમેશ્વર અવિનાશી છે. 

50 સાવ નાનું ઘર હતું. 

→ જરાય મોટું ઘર ન હતું. 

51 ઈશ્વર તત્વમાં તેજ છે. 

→ ઈશ્વર તત્વમાં અંધકાર નથી. 

52 ઈશ્વર સત્ય છે. 

→ ઈશ્વર અસત્ય નથી.

53 નાનો બાળક સુખ ન પામ્યો. 

→ નાનો બાળક દુઃખ ન પામ્યો. 

54 બાળક ઝડપથી સળવળતું હતું. 

→ બાળક ધીમેથી સળવળતું નહોતું. 

55 ભોજો ભડવીર માણસ હતો. 

→ ભોજો બીકણ માણસ ન હતો.

56 પાંચ નળ ઊભા હતા. 

→ પાંચ નળ બેઠા ન હતા.

57 નળરાજા સ્વર્ગનું સુખ પામ્યા.

→  નળરાજા નર્કનું દુઃખ ન પામ્યા. 

58 દેવો કંઠ આગળ ધરે છે. 

→ દેવો કંઠ પાછળ ધરતા નથી. 

59 દમયંતી બુદ્ધિવાન નારી છે.

→  દમયંતી મૂર્ખ નારી નથી. 

60 બીજા પુરુષો રૂપાળા છે. 

→ બીજા પુરુષો કદરુપા નથી. 

61 નળની પાની કોરી રહી ગઈ.

→ નળની પાની ભીની ન થઈ. 

62 મને બોલવાની ટેવ હતી.

→  મને ચૂપ રહેવાની ટેવ ન હતી. 

63 મેં તબિયત સુધારી 

→ મેં તબિયત બગાડી નહિ. 

64 ગાંધીજી અહિંસાના પૂજારી હતા. 

→ ગાંધીજી હિંસાના પૂજારી ન હતા. 

65 મેનાબહેન ઉત્સાહમાં આવી ગયા 

→ મેનાબહેન નિરુત્સાહી ન થયા.

66 શ્યામ રંગ સમીપે ન જાવું. 

→ શ્યામ રંગથી દુર ન જાવું.

67 કાગવાણી શુકનમાં ન લાવું 

→ કાગવાણી અપશુકનમાં લાવું 

68 અમે અસમર્થ બની જતા. 

→અમે સમર્થ ન બનતા. 

69 નાયિકા દુ:ખી છે. 

→ નાયિકા સુખી નથી.

70 ડુંગર ખેડાતો નથી. 

→ ખીણ ખેડાય છે.

71 હું તો મંદબુદ્ધિ ગણાઉ

→ હું તો તીવ્રબુદ્ધિ ન ગણાઉં 

72 પ્રજાને શાંતિ મળી છે.

→ પ્રજાને અશાંતિ મળી નથી.

73 મનમાં આશા છે.

→ મનમાં નિરાશા નથી.

74  કૌરવો પાપી હતા. 

→ કૌરવો પુણ્યશાળી ન હતા.

75 આપણે હળાહળ ઘોળ્યું. 

→આપણે અમૃત ન ઘોળ્યું.

76  પાંડવોનો વિજય થયો 

→ પાંડવોનો પરાજય ન થયો 

77 લક્ષ્મણ વેગથી આવે છે. 

→ લક્ષ્મણ ધીમેથી આવતો નથી.


78 પ્રભાશંકર નિરાભિમાની હતા.

→ પ્રભાશંકર અભિમાની ન હતા.

79  તેઓ ન્યાયી રાજા હતા. 

→ તેઓ અન્યાયી રાજા ન હતા.

80 બા રડી પડશે 

→ બા હસી નહીં પડે

81 મણિભાઈ અહિંસક બન્યા.

→ મણિભાઈ હિંસક ન બન્યા. 

82 અહીં ખૂબ તાપ છે.

→ અહીં ખૂબ છાંયડો નથી.

83  સેલ્વી નિર્દોષ હતી. 

→ સેલ્વી દોષિત ન હતી. 

84 ન એ સ્વસ્થ બની બોલી 

→ એ અસ્વસ્થ બની ન બોલી 

85 મને હું હીન ગણું છું. 

→ મને હું ઉચ્ચ ગણતી નથી.

86  સંત હસીને બોલ્યા.

→  સંત રડીને ન બોલ્યા. 

87 શ્વેતકેતુ અભિમાની હતો. 

→ શ્વેતકેતુ નિરાભિમાની ન હતો

88 ભાણી રાંકની રાણી છે.

→ ભાણી અમીરની રાણી નથી

89 ભાણી છાની છાની રડે છે.

→ ભાણી જાહેરમાં રડતી નથી. 

90 મને શરત મંજુર છે.

→ મને શરત નામંજૂર નથી.

91 ગ્રંથે ગરબડ કરી 

→ ગ્રંથે સરળતા ન કરી.

92  દમયંતી સ્વરૂપવાન છે. 

→ દમયંતી કુરૂપ નથી.

93  એમનું દૂધ બગડી ગયું છે. 

→ એમનું દૂધ સારૂ રહ્યું નથી.

94  મારી માન્યતા ખોટી ઠરી. 

→ મારી માન્યતા સાચી ન ઠરી. 

95 શેષ નદી દૂર વહેતી હતી. 

→ શેષ નદી નજીક વહેતી ન હતી. 

96 તમારી દીકરીને દુઃખ પડ્યા છે. 

→ તમારી દીકરીને સુખ રહ્યા નથી. 

97 મારી હાંસી કરો છો ? 

→ મારી પ્રશસ્તિ કરો છો ?

98  તારો કોઈ અપરાધ નથી. 

→ તું સાવ નિર્દોષ છે. 

99 મને એ ગમ્યાં હતા.

→  મને એ નાપસંદ નહોતા.

 100 શ્વેતકેતુંને ભણવું ગમતું નહિં. 

→ શ્વેતકેતુને ભણવું અણગમતું છે. 

101 હૃદયથી એ રડતી હતી. 

→ હૃદયથી એ હસતી નહોતી

102 ભાણી અત્યંત ગરીબ હતી.

→ ભાણી જરાય શ્રીમંત નહોતી

103 યુવાન વકીલ મક્કમ રહ્યો.

→  યુવાન વકીલ ડગ્યો નહિ,

104 ભાઈ બહેન સાથે સુખનો હીંચકો ખાતાં.

→  ભાઈ-બહેન સાથે દુઃખનો હીંચકો ન ખાતાં..

105  ટપાલી રોજ નીચી નજર કરી જતો. 

→ ટપાલી રોજ ઊંચી નજર કરી ના જતો.

106  મહાનામે અનુરુધ્ધની વાત માન્ય રાખી. 

→ મહાનામે પણ અનુરુધ્ધની વાત અમાન્ય ન રાખી..

107 મન થતાં ભેગી વસ્તુ હાજર થતી.

→  મન થતાં ભેગી વસ્તુ ગેરહાજર ન રહેતી.

108  તેનો ઘૂમટો કાઠિયાવાડ જેવો લાંબો હોય. 

→ તેનો ઘૂમટો કાઠિયાવાડ જેવો ટૂંકો ન હોય.

109  ત્રિભોવને વાણિયાની નોકરી છોડી દીધેલી 

→ ત્રિભોવને વાણિયાની નોકરી છોડી ન હોતી.

110  એનું કામ જોઈને શેઠ ખુશ થઈ ગયા. 

→ એનું કામ જોઈને શેઠ દુઃખી નહોતા થયા. 

111 તે ગાતી ગાતી રડતી હતી. 

→ તે ગાતી ગાતી હસતી નહોતી.

112  હિંદ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે. 

→ હિંદ માટે પ્રતિકૂળ વાતાવરણ નહિ ઘડે. 

113 તે પછી એ પ્રયત્ન બંધ થયા 

→ તે પછી એ પ્રયત્ન ચાલુ ન થયા.

114 બ્રહ્માથી પણ ભૂલ થવાનો સંભવ છે, 

→ બ્રહ્માથી પણ ભૂલ થવી અસંભવ નથી. 

115 જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે. 

→ જીવનનો પણ એજ પ્રકારની શરૂઆતની 

116 આ તો તેનાથી પણ વધારે સરસ છે. 

→ આ તો તેનાથી પણ વધારે ખરાબ નથી

117  ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફની પુલ છે.

→ ચંદનવાડીના છેક આગલા ભાગમાં બરફનો પુલ નથી.

118 અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ મા અનુકૂળ રહે છે.

→ અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માટે પ્રતિકૂળ રહેતો નથી. 

119 હોટલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે. 

→ હોટલવાળા હંમેશા વધારે ખાવાનું બાંધી આપતા નથી.

120 મોટા ભાગે સફળતા મળી છે. 

→ મોટા ભાગે નિષ્ફળતા મળી નથી. 

121 એની અંદર માણસો રહેતા હતા. 

→ એની બહાર માણસો રહેતા નહોતા. 

121 ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાત કરી.

→ભાષણમાં એમણે હિંસા અંગે કોઈ વાતા ન કરી.

122 ખીજડિયા ટેકરાની નજીક ભોજા રહેતો

→ ખીજડિયા ટેકરાની દૂર ભોજો રહેતો નહોતો.

123 અખિલ બ્રહ્માંડમાં હરિ અનેક નથી. 

→ અખિલ બ્રહ્માંડમાં હરિ એક છે.

124 રાતે સીમમાં અવર-જવર બંધ થઈ ગઈ. 

→ રાતે સીમમાં અવર-જવર ચાલુ ન હતી. 

125 ખોદકામ કરવાનું ભોજા માટે સાવ સહેલું હતું. 

→ ખોદકામ કરવાનું ભોજા માટે જરીયે અઘરું ન હતું. 

126 દમયંતીએ પાંચ નળને ઊભેલા જોયા. 

→ દમયંતીએ પાંચ નળને બેઠેલા જોયા નહિ.

127  દમયંતી સખી સામે જોઈ હસવા લાગી.

→ દમયંતી સખી સામે જોઈ રડવા લાગી નહીં. 

128 દેવો વિમાનમાં બેસી સ્વર્ગ તરફ ગયા. 

→ દેવો વિમાનમાં બેસી નર્ક તરફ ના ગયા. 

129 હંસનું કહ્યું નકામું ગયું.

→  હંસનું કહ્યું કામ આવ્યું નહિ.

130 અહિંસા, નિર્ભયતા વગર આવી ન શકે. 

→  હિંસા ભયથી આવી શકે.

131 આ ખોરાક પણ ખાસ્સો અમીરી છે.

→  આ ખોરાકમાં કંઈ ગરીબી નથી.

132 માનવ જીવનમાં બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે. 

→ માનવજીવનના બીજા પાસાઓમાં ક્યારેક પોષણ ચાલતું નથી.

133 ઉછીનું માગનારાઓ ઉછીની લીધેલ વસ્તુ બેપરવાહીથી વાપરે છે.

→  ઉછીનું માગનારાઓ ઉછીની લીધેલ વસ્તુ કાળજીપૂર્વક વાપરતા નથી.

134 અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. 

→ અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ પ્રતિકૂળ રહેતા નથી.

135 અમરનાથ જતાં ભૂખ વધારે લાગે છે.

→  અમરનાથ જતાં ભૂખ ઓછી લાગતી નથી. 

136 અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો.

 →અમારો માર્ગ કંઈ નિચાણમાં ન આવ્યો. 

137 સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો સમય હતો. 

→સોહામણા કાશ્મીરનો સૂર્યાસ્તનો સમય ન હતો.

138  નદીને કાંઠે ફૂલો ખીલી ઊઠ્યા હતાં.

→  નદીને કાંઠે ફૂલો કરમાયા ન હતાં. 

139 દૃષ્ટિ એક થતાં બંને આ જોઈ સ્મિત કરે છે.

→  દૃષ્ટિ એક થતાં બંને આડું જોઈ રુદન કરતાં નથી. 

140 યુધિષ્ઠિર આગ્રહ સેવતાં નથી. 

→ યુધિષ્ઠિર દુરાગ્રહ સેવે છે. 

141 હવે તમારો પંથ નિષ્કંટક થયો.

→  હવે તમારો પંથ કાંટાવાળો રહ્યો નહિ.

142 મોટામોટા રાજાઓએ યુધ્ધ કર્યા છે એટલું પણ તમે ભૂલી ગયાં ? 

→ મોટામોટા રાજાઓએ યુધ્ધ કર્યા છે એટલું પણ તમને યાદ નથી ?

143 મણિભાઈનું ગુસ્સાથી શરીર કાબુમાં ન રહેતું.

 →મણિભાઈનું ગુસ્સાથી શરીર બેકાબૂ બનતું.


144 અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું.

→ અનેક અજાણી ચોપડીઓનાં પાનામાંથી અંધારું પથરાતું ન હતું.

145  ભાગોળમાં પેસતો મણિભાઈ લગભગ હસી પડ્યો. 

→ ભાગોળમાં પેસતો મણિભાઈ લગભગ રડ્યો નહિ.

146 સજ્જન રાજા ઊભા રહ્યા.

→ દુર્જન રાજા ઊભા ન રહ્યા.

147 મણિભાઈનું મન અંદરથી ઢીલું પડ્યું હતું.

 →મણિભાઈનું મન બહારથી મજબૂત બન્યું ન હતું. 

148 કવિ પત્નીના મૃત્યુ પછી આંખને ભીની થવા ના કહે છે.

→  કવિ પત્નીના મૃત્યુ પછી આંખને કોરી રહેવા કહે છે. 

149 પત્નીના સૌંદર્યને અખંડ રાખવા કવિ કહે છે. 

→ પત્નીના સૌંદર્યને ખંડિત કરવા કવિ માંગતા નથી. 

150 કવિ કહે છે કે અગ્નિની સમીપ પત્ની સાથે મળ્યાં.

→કવિ કહે છે કે અગ્નિથી દૂર પત્ની સાથે નથી મળ્યા.

151 સદા જગત જે વડે હસતું હતું 

→ સદા જગત જે વડે રડતું હતું નહિં.

152 પત્નીના સ્મરણ માટે કવિ કશી ચીજ લેવા ના પાડે છે. 

→ પત્નીના વિસ્મરણ માટે કવિ કશી ચીજ લેવાની ના પાડતાં નથી.

153 શક્યતાના દ્વાર ખખડાવવાનું કવિ કહે છે. 

→અશક્યતાના દ્વાર ખખડાવવાનું કવિ કહેતા નથી.

154  અમુક રીતે પંકજમ્ આકર્ષક હતી. 

→ અમુક રીતે પંકજમ્ અનાકર્ષક ન હતી.

155 વડની ઘટા નીચે ધર્મશિક્ષણનો વર્ગ બેઠો છે.

→  વડની ઘટા ઉપર ધર્મશિક્ષણનો વર્ગ ઊભો નથી. 

156 ટેટો ભાંગીને બધા અંદર જોવા લાગ્યા.

→  ટેટો ભાંગીને કોઈ બહાર જોતા લાગ્યા નહીં. 

157  જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. 

→ જન્મટીપની સજા માણસને જલદીથી ખતમ કરતી નથી.


Post a Comment

0 Comments

Ads Area