Ad

વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન શિષ્યવૃતિ યોજના 2023 વિકાસ શિષ્યવૃતિ યોજના || VSY yojana 2023 | std 9 to 12 Vikaram Sharabhai protshahak yojana 2023

વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન શિષ્યવૃતિ યોજના 2023 વિકાસ શિષ્યવૃતિ યોજના


Reliance Foundation Scholarship
                       Important Link

Under Graduate Scholarship :-click here
Post Graduate Scholarship :-click here
Official website :-click here

પીઆરએલ (ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા) શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીઆરએલ આવી સામાજિક સમસ્યાઓથી વાકેફ છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી, અમે અમારા આદ્યસ્થાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં દસ શિષ્યવૃત્તિઓની સ્થાપના કરતા હર્ષ અનુભવીએ છીએ. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે.

શિષ્યવૃત્તિ ચયન કસોટી:  શિષ્યવૃત્તિ માટે સ્ક્રીનીંગ કસોટી Sunday, 22nd January 2023 રવિવાર ના રોજ યોજવામાં આવશે.

શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતાઓ:
વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે.
દર વર્ષે કુલ દસ (10) શિષ્યવૃત્તિ આપવામાં આવશે. 10 માંથી, ઓછામાં ઓછી 5 શિષ્યવૃત્તિઓ કન્યોઓને આપવામાં આવશે.
અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે.
[ માત્ર વર્ષ 2022-23 માટે, હાલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા અને આગામી વર્ષે વિજ્ઞાન પ્રવાહ લેવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓ માટે વધારાની 10 શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે. જો પસંદગી થાય તો આ વિદ્યાર્થીઓને બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ધોરણ 11 દરમિયાન ₹30,000/- અને ધોરણ 12 દરમિયાન ₹30,000/- હશે. ]
પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે.
[ ધોરણ 9 માં ₹20,000/-, ધોરણ 10 માં ₹20,000/- અને જો વિદ્યાર્થી ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ 11 માં ₹30,000/- અને ધોરણ 12 માં ₹30,000/-. ]

પાત્રતા, નિયમો અને શરતો:
અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હોવો જોઈએ.
[માત્ર વર્ષ માટે 2022-23 ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે.]
વિકાસ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પસંદગી ધોરણ 7 માં મેળવેલ ગુણ, તેમની આર્થિક સ્થિતિ અને સ્ક્રિનિંગ કસોટી, જે પીઆરએલ દ્વારા લેવામાં આવસે, તેમાં મેળવેલ ગુણ પર આધારિત રહેશે.
[ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ધોરણ 9(નવ) માં મેળવેલ ગુણને ધ્યાનમાં લેવામાં આવશે. બાકીની પસંદગી પ્રક્રિયા એક સમાન રહેશે.]
અરજદારે શાળાના પ્રધાનઆચાર્યનું લખેલું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેમાં નિચેની વિગતો દર્શાવેલી હોય તે જરૂરી છે.
વિદ્યાર્થીનું નામ અને વિદ્યાર્થી શાળાનો નિયમીત વિદ્યાર્થી છે કે નહીં.
શાળા જે શૈક્ષિણિક બોર્ડ સાથે જોડાયેલ હોય તેનું નામ.
શાળાના બોર્ડના કે ગુજરાત શિક્ષણ વિભાગના નોંધણી ક્રમાંક.
શાળા સરકારી, અર્ધસરકારી કે ખાનગી છે તેની વિગતો.
શાળાનું ભાષા માધ્યમ.
શાળા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે કે નહીં.
અરજદારે આવકનો દાખલો આપવાનો રહેશે જેમાં સ્પષ્ટ લખેલું હોવું જોઇએ કે વિદ્યાર્થીના પરિવારની બધા આવકના સ્ત્રોતો મળીને કુલ વાર્ષિક આવક રૂપિયા દોઢ લાખથી વધુ નથી. આ દાખલો નીચે દર્શાવેલા અધિકારીઓમાંથી કોઇ એક દ્વારા આપેલો હોવો જોઇએ.
આવકના દાખલામાટે માન્ય અધીકારિઓ: તહેસીલદાર, મહેસુલ અધિકારી (મામલતદાર), એસ.ડી.એમ., તાલુકા મેજીસ્ટ્રેટ, કલેકટર, ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ, એ.ડી.એમ. કે તેમને સમકક્ષ.
પી.આર.એલ. શિષ્યવૃત્તિ માટે ચયનિત વિદ્યાર્થીઓ દ્વારા અરજી સાથે આપેલા પુરાવાઓની સ્વતંત્ર ચકાસણી કરશે અને જો કોઈ વિગતો ખોટી જણાશે અથવા જરૂરી તથ્યો જાણી જોઇ દબાવ્યા હશે કે અવગણ્યા હશે, તો તે ઉમેદવાર માટે શિષ્યવૃત્તિનો પુરસ્કાર પાછો ખેંચી લેવામાં આવશે.
શિષ્યવૃત્તિનું વાર્ષિક નવીકરણ એ હકીકતને આધિન રહેશે કે વિદ્યાર્થી પછીના વર્ષમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે.
વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિના સમયગાળા દરમિયાન દરેક શૈક્ષણિક વર્ષના અંતે પરીણામ ની નકલ અને તેમણે શિક્ષણ ચાલુ રાખ્યું છે અને એકંદર તેમનું શૈક્ષણિક પ્રદર્શન સારો છે એવું શાળાના વડાનું પ્રમાણપત્ર મોકલવાનુ રહેશે.
શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ ધોરણ 10 પછી તોજ ચાલુ રાખવામાં આવસે જો આ વિદ્યાર્થી ધોરણ ૧૧ માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે. આ હકિ્કત દર્શાવવા વિદ્યાર્થીએ શાળાના વડાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીએ પી.આર.એલ. ને એ જણાવવ નું સહેશે કે એણે અન્ય કોઈ શિષ્યવૃત્તિ અથવા નાણાકીય સહાય મેળવી છે. એ જરૂરી નથી કે અન્ય સ્ત્રોતો માંથી નાણાકીય સહાય મેળવનાર અથવા અન્ય શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીને વિકાસ શિષ્યવૃત્તિ મેળવવામાંથી બાકાત રાખવામાં આવે.
કોઇપણ સમયે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની અરજીમાં કોઇ વિસંગતતા પી.આર.એલ.ના ધ્યાનમાં આવશે તો તુરંત જ તે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવશે.

અરજી પ્રક્રિયા:
અરજદારે PRL VIKAS શિષ્યવૃત્તિની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી કરવાની રહેશે.
નોંધણી પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીને નીચેના દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે::
વિદ્યાર્થીનો ફોટો
આવકનો પુરાવો:
આવક પ્રમાણપત્ર (તહસીલદાર/મહેસુલ અધિકારી (મામલતદાર)/એસડીએમ/તાલુકા મેજિસ્ટ્રેટ/કલેકટર/ડીએમ/એડીએમ/કોઈપણ સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ. પ્રમાણપત્રમાં કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવકનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.
શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
જો પ્રમાણપત્રમાં શાળાનું સરનામું અને શિક્ષણ બોર્ડ સાથે શાળાની નોંધણીની વિગતો શામેલ ના હોય, તો અરજદારે આ વિગતોનો ઉલ્લેખ કરતા શાળાના વડાનું પ્રમાણ-પત્ર પણ રજૂ કરવું જોઈશે.
જે શાળાના એક કરતાં વધારે કેમ્પસ હોય, તો પ્રમાણપત્ર અથવા આવેદન-પત્રમાં અરજદાર જ્યાં અભ્યાસ કરે છે તે કેમ્પસનું સરનામું પણ હોવું જોઈએ.
ધોરણ 7 ની માર્કશીટ [સ્કોલરશીપ માટે અરજી કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ 9 ની માર્કશીટ.]
જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચેની વિગતો આપવી જરૂરી રહેશે:
બેંક એકાઉન્ટ વિગતો (એકાઉન્ટ નંબર, IFSC કોડ). એકાઉન્ટ માતાપિતામાંથી કોઈપણનું હોઈ શકે છે.
ખાતાધારકનું આધાર કાર્ડ, જો બેંક ખાતું માતાપિતા અથવા વાલીના નામે હોય.

                    Important link








Exam Date



Post a Comment

0 Comments