Ad

બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે અગત્યની માહિતી || Board Exam 2022

ધોરણ – 10 , 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે મહત્વની ટીપ્સ



                   પરીક્ષા પહેલા  

●  શુભેચ્છા પાઠવવા માંગતા આપણાં સગા — સંબંધી અને મિત્રોને શકય હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓને મળવા ન દેવા . 

● પોતાના સંતાનને ચશ્મા હોય તો બીજી એક જોડ તૈયાર રાખવી 

● આ સમય દરમિયાન વાંચન અને પુનરાવર્તન સરસ રીતે કરજો 

બોર્ડ પરીક્ષા બાબતે આટલો હાઉં શું  કામ રાખવો  વાંચવા માટે અહીં ક્લિક કરો 

● આ સમયે વાલીએ બાળકને કંપની આપવી , બાળક સાથે દરોજ 10 મિનિટ પ્રેમ પૂર્વક વાતો કરવી 

● ઘરનાં અન્ય સભ્યો આ સમયે મોબાઈલ , ટી.વી. , ટેપ , રેડિયો ન વગાડે તે ધ્યાનમાં રાખવું અને વિદ્યાર્થીને વાંચન દરમિયાન સારું વાતાવરણ મળી રહે તે ખાસ જોવું . 

● બાળકના વાંચન સમયે તેને હળવો નાસ્તો , દાળિયા , શીંગ કે ફુડસ યોગ્ય માત્રામાં આપવા 

● રિસિપ્ટની બે થી ત્રણ ઝેરોક્ષ કરાવી લેવી અને તેમાંથી એક ઝેરોક્ષ ઘરે રાખવી અને એક ઝેરોક્ષ સાચવીને રાખવી . 

 ● રિસિપ્ટને કયારેય લેમીનેશન ન કરાવવી . 

☞ સ્ટડી ટિપ્સ મેળવવા ક્લિક કરો 

● તમારો નંબર જે સ્કૂલમાં આવેલો હોય તે સ્કૂલે આગલા દિવસે જઈ યોગ્ય ચકાસણી કરી લેવી .

 ● તમારા વાંચવાના ટેબલ પર બિનરૂરી વસ્તુઓ રાખવી નહીં , દરેક વિષયના પુસ્તકો તેમજ મટીરીયલ વ્યવસ્થિત ગોઠવી રાખવું  જેથી જરૂર પડયે શોધવામાં સમય ન બગડે .

                             પરીક્ષા દિવસે 

 ● ઈષ્ટદેવ અને માતા – પિતાને પગે લાગીને જ નીકળવું . 

● પ્રથમ દિવસે પરીક્ષા સ્થળે 45 મિનિટ વહેલાં પહોંચવું . 

● પરીક્ષામાં જતી વખતે સ્વચ્છ , સાદા અને ઢીલા કપડાં પહેરવા 

● પરીક્ષામાં બટ — મોજા પહેરવા નહીં , બને તો સ્લીપર કે સેન્ડલ પહેરવા જેથી પગને અકળામણ ન થાય 

●  પરીક્ષાની અડધી કલાક પહેલા તૈયારી બંધ કરી દેવી અને પરીક્ષાને લગતા કોઈપણ વિચારો ન કરવા . 

● પરીક્ષાના દિવસે ભારે ખોરાક લેશો નહીં , હળવો તેમજ પ્રવાહી ખોરાક લેવો , ઉજાગરા કરશો નહીં .

 ● દર વર્ષે અફવાઓ હોય છે કે , પેપર અઘરું છે , પેપર લાંબુ છે , ફલાણા સાહેબે કાઢયું છે .... આ પ્રકારની વાહિયાત અફવાઓમાં કદી રસ લેવો નહીં . 

☞ વાચેલું યાદ રાખવાની ટ્રીક માટે ક્લિક કરો 

● પેપર આપવા જતી વખતે રિસિપ્ટ , પેન , શાર્પનર , ઈરેઝર , સ્કેલ જરૂરી હોય તો કંપાસ અથવા પાઉચ લઈને જ જવુ . 

● મોબાઈલ સાથે લઈ જવો નહીં . 

● ઘરેથી પારદર્શક બોટલમાં પાણી કે લીંબનું સરબત લઈ જવું 

● પરીક્ષા આપવા જતી વખતે સ્કૂટર કે સાઈકલ જાતે ન ચલાવવી . 

● વાલીશ્રીએ પોતાના બાળકને જે સ્કૂલમાં કે નંબર આવેલો હોય ત્યાં પોતે મુકવા જવું .

                     પરીક્ષા ખંડમાં 

● પરીક્ષા ખંડમાં પેપર હાથમાં આવે તેમાં કોઈ અઘરો પ્રશ્ન દેખાય તો ચિંતા કરવી નહીં , 

● પેપરમાં જે પ્રશ્નો આવડતા હોય તે પ્રથમ લખવા .

 ● બેન્ચ ચ હલતી હોય તો સુપરવાઈઝરને તાત્કાલિક જાણ કરી નીચે પેકીંગ મુકાવવું .

 ● ઘડીયાળ કાંડામાંથી કાઢી સામે ગોઠવવી . યોગ્ય સમય મર્યાદામાં પેપર પૂરું થાય તે માટે ખાસ ટાઈમ મેનેજમેન્ટ કરો . 

 ● પેપર 10 મિનિટ વહેલું પુરું થઈ જાય તેવું આયોજન પહેલેથી રાખવું , જેથી છેલ્લી 10 મિનિટમાં નાની – નાની ભૂલો સુધારી શકાય . 

● ખૂબ જ વધારે લખવાના લોભમાં અક્ષર બગડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું .

 ● પેપર દરમિયાન સુપરવાઈઝર ૫૨ કયારેય ગુસ્સો ન ક ૨ વો , દલીલ ન કરવી .

 ● પરીક્ષામાં લખતી વખતે માત્ર બ્લ્યુ પેનનો ઉપયોગ કરવો , મુદ્દાઓને હાઈલાઈટ કરવા માટે બ્લેક પેનનો ઉપયોગ કરી શકાય . લાલ , લીલી કે અન્ય રંગની પેનનો ઉપયોગ કરવો નહીં 

● પેપરમાં ચેક - ચાક કરવી નહી , તે માટે ધીરજ અને ગંભીરતાથી પેપર લખવું .

 ● પરીક્ષા ખંડમાંથી ઊભા થતાં પહેલા કોઈ વસ્તુ ભૂલાતી નથી તે જોવું . ( રિસિપ્ટ ખાસ ભૂલાય નહીં . ) 


                  Best Of Luck 

Post a Comment

0 Comments