9 . વન અને વન્યજીવ સંસાધન
સ્વાધ્યાય સોલ્યુશન
☆ સવિસ્તર ઉત્તર લખો
1. જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો .
☆ વહીવટી હેતુસર જંગલોના પ્રકાર ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે
( 1 ) અનામત જંગલો
( 2 ) સંરક્ષિત જંગલો
( 3 ) અવર્ગીકૃત જંગલો
( 1 ) અનામત જંગલો
✒️ ઈમારતી લાકડું તેમજ વન્ય પેદાશો માટે કાયમીરૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવે છે તેને અનામત કે આરક્ષિત જંગલો કહેવામાં છે
✒️ આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે
✒️ તેમાં વૃક્ષો કાપવાની , લાકડા વીણવાની ખેતી કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી
✒️ તેમાં ભારતના જંગલોના કુલ વિસ્તારના 54.4 % રોકે છે
( 2 ) સંરક્ષિત જંગલો
✒️ વૃક્ષોને કાપવા સિવાય લાકડા વીણવાની ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની છૂટ આપવામાં આવે છે
✒️ તે ભારતના 29.2 % વન વિસ્તાર રોકે છે
✒️ આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે
(3 ) અવર્ગીકૃત જંગલો
✒️ વિસ્તાર દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી . તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે .
✒️ તે ભારતના 16.4 % વન વિસ્તાર રોકે છે
2. વન સંરક્ષણના ઉપાયો વર્ણવો .
✒️ બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રીનો ઉપયોગ કરવો દા.ત. સૌરઉર્જા , પવનઉર્જા , બાયોગેસ વગેરે
✒️ જરૂરિયાત પ્રમાણે જે વૃક્ષો કાપવા પડે તે જગ્યાએ બીજા વૃક્ષોનું વૃક્ષારોપણ તુરંત કરવું જોઈએ
✒️ જંગલોમાંથી કાચો માલ મેળવવા ઉધોગોને તેમની જરૂરિયાત મુજબ વનીકરણ કરવું જોઈએ
✒️ ઈકો - ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ જોખમાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ
✒️ ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમો હાથ ધરવા જોઈએ
✒️ શાળા - કોલેજોમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ નિયમિત પણે થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ
✒️ દાવાનળથી જંગલોનો નાશ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ તેમજ જરૂરી સાધનો હસ્તગત રાખવા જોઈએ
✒️ જંગલોમાં પવિત્ર યાત્રાધામોમાં યોજાતા મેળાઓ , પરિક્રમા વગેરે જેવા કાર્યક્રમો દરમ્યાન જંગલોમાં બિન જરૂરી કચરો - થાય તેની તકેદારી રાખવી જોઈએ
3. વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો .
🐘 હાથી પરિયોજના :
✒️ હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈ.સ. 1992 માં હાથી પરિયોજના નો અમલ શરૂ કર્યો
✒️ આ યોજના અંતર્ગત દેશમાં 25 જેટલા વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે
✒️ આ યોજના દ્વારા હાથીઓની સંખ્યામાં વધારો થયેલો છે
🐅 વાઘ પરિયોજના :
✒️ આજે ભારતમાં વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઉભો થયો છે .
✒️ તેથી વાઘની પ્રજાતિને બચાવવા ભારત સરકારે ઈ.સ. 1971 માં વાઘ પરિયોજના શરૂ કરી
✒️ આ યોજનામાં વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય જતન કરવું ફરજીયાત છે આ યોજના અંતર્ગત દેશમાં કુલ 44 ક્ષેત્રો કાર્યરત છે
🦏 ગેંડા પરિયોજના
✒️ આ પરિયોજનામાં અસમ અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડા પરિયોજના માટે અમલી બનાવવામાં આવી છે .
✒️ ભારતમાં રાઈનો વિઝન ’ વ્યુહરચના મુજબ - - - - ગંગાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે
🦅 ગીધ પરિયોજના
✒️ ગીધ એ કુદરતનો સફાઈકામદાર છે . તે મૃત ઢોરનું માંસ ખાય છે . ગીધની સંખ્યા બચાવવા .. ભારત સરકારે 2004 માં ગીધ પરિયોજના શરૂ કરી
🦝 હિમ દીપડા પરિયોજના
✒️હિમાલયમાં લગભગ 4000 મીટરની ઉંચાઈએ હિમ દીપડાની પ્રજાતિ વસે છે
✒️ ભારત સરકારે ઈ.સ. 2000 માં હિમ દીપડા પરિયોજના શરૂ કરી
🔥આ પરિયોજના ઉપરાંત કાશ્મીરી ગુલ પરિયોજના , લાલપાંન્ડા પરિયોજના , ડોલ્ફિન પરિયોજના વગેરે પરિયોજનાઓ કાર્યરત છે
☆ મુદ્દાસર જવાબ લખો
1. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું ?
✒️ અહી જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પુરી પાડવામાં આવે છે
✒️ આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી વધારે
✒️ તેનો મુખ્ય હેતુ ક્ષેત્રની પ્રાકૃતિક બાબતોનું સંરક્ષણ કરવાનો છે
✒️ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ ગતિવિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે
✒️ આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ , જીવજંતુઓ તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવન શૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે ✒️ મન્નારની ખાડી , નીલગીરી , સુંદરવન વગેરે દેશના જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે
2. ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વાઘ જોવા મળતાં હતા ?
✒️ ગુજરાતમાં અગાઉ પંચમહાલ , ઈડર , ડાંગના જંગલો અને અંબાજીમાં વાઘ જોવા મળતા હતા .
3. નિર્વનીકરણની અસરો જણાવો .
✒️ જંગલોના વિનાશની - નિર્વનીકરણની અસરો નીચે મુજબ છે
✒️ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે
✒️ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રામાં વધારો થયો છે .
✒️ અનેક વન્ય જીવો નિરાશ્રિત થયા છે
✒️ માંસાહારી વન્ય જીવો દ્વારા જંગલોની નજીકના ક્ષેત્રમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મરણના બનાવો વધુ રહ્યા છે
✒️ ગ્રીન હાઉસ ઈફેક્ટ ની અસર વધારે જોવા મળે છે - વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે
✒️ ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી રહી છે
✒️ જંગલોનો વિસ્તાર ઘટ્યો છે
✒️ દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે
✒️ અનેક વન્ય જીવો નિરાશ્રિત થયા છે
✒️આમ , કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે
4. લુપ્ત થતા વન્યજીવન વિશે નોંધ લખો .
✒️ જે પ્રાણીજાતના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશમાત્ર શંકા ન રહી હોય એ પ્રાણી જાત “ લુપ્ત વન્યજીવ ” કહેવાય છે .
✒️ આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચુક્યો છે
✒️ આજે અસંખ્ય વન્ય જીવો વિનાશના આરે ઉભા છે
✒️ શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા
✒️ એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર , અંબાજી અને પંચમહાલ તથા ડાંગમાં વાઘ હતા . આજે ગુજરાતના જંગલોમાંથી વાઘની પ્રજાતિ નષ્ટ થઈ ગઈ છે
✒️ આજે ચિત્તાની પ્રજાતિ પણ લુપ્ત થઈ રહી છે
✒️ આ ઉપરાંત પક્ષીઓની અનેક જાતો પણ હવે ભાગ્યે જ જોવા મળે છે
☆. નીચેના પ્રશ્નનોના ઉત્તર ટૂંકમાં લખો
1. અભ્યારણ્ય એટલે શું ?
✒️ જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો ને “ અભ્યારણ્યો ” કહેવાય છે .
2. રાષ્ટ્રીય ઉધાન એટલે છે ?
✒️ કુદરતી વનસ્પતિ , વન્ય જીવો , કુદરતી સૌર્થના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત કરાયેલા વિસ્તારો ને “ રાષ્ટ્રીય ઉધાનો ” કહેવાય છે .
3. ભારતમાં કયાં કયાં જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે ?
✒️ ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે .
☆ વિકલ્પ પસંદ કરી લખો
1. ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે ?
( A ) ઘુડખર
( B ) રીંછ
( C ) વાઘ
( D ) દીપડા
2. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ( ગ્રામ પંચાયત , નગરપાલિકા , મહાનગરપાલિકા , જિલ્લા પંચાયત ) નું નિયંત્રણ હોય તે જંગલો ......
( A ) ગ્રામ્ય વનો
( B ) અભયારણ્ય
( C ) સામુદાયિક જંગલ
( D ) ઝૂમ જંગલો
3. વિશ્વમાં પશુ - પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે ?
( A ) બાર લાખ
( B ) એકવીસ લાખ
( C ) સાત લાખ
( D ) પંદર લાખ