Ad

Ads Area

સાદા વાક્યને સંકુલ વાક્યમાં ફેરવી લખો | સંયુક્ત વાક્યને સાદા વાક્યમાં ફેરવી લખો | Std 12 gujarati vaykaran

⊙ સંકુલ-સંયુક્ત વાક્યને સાદા વાક્યમાં ફેરવી લખો

● બિલકુલ ન જીવવાના કરતાં કોઈપણ રીતે જીવવું એ વધારે સારું.

૧.બિલકુલ ન જીવવા કરતા. 

૨. કોઈપણ રીતે જીવવું એ વધારે સારું.

●  મને શરત મંજુર છે. હું પાંચ વર્ષ નહિ પણ પંદર વર્ષની સજા ભોગવીશ. છે.

૧.મને શરત મંજુર 

૨.હું પાંચ નહિં.

૩.પંદર વર્ષ સજા ભોગવીશ.

● તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત-અમાપ નથી કે એમને બહારના સાધનોની જરૂર પડે પણ પરમેશ્વર તો અમાપ શક્તિ વાળા હોવાથી સઘળું પોતાનામાંથી ઉત્પન્ન કરી શકે છે. 

૧.તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત-અમાપ નથી. 

૨.એમને બહારના સાધનોની જરૂર ન પડે. 

૩.પરમેશ્વર તો અમાપ શક્તિવાળા હોવાથી સઘળું પોતાના માંથી ઉત્પન્ન કરી શકે છે.

● પિતાએ જોયું કે છોકરો બહુ ભણ્યો છે.

 ૧.પિતાએ જોયુ.

 ૨ છોકરો બહુ ભણ્યો છે

● જ્યારે બેંક માલિકને સઘળી બાબત યાદ આવી ત્યારે એણે વિચાર્યું કે આવતીકાલે બાર વાગ્યે એ મુક્ત થઈ જશે. 

૧. જ્યારે બેંક માલિકને સઘળી બાબત યાદ આવી. 

૨.એણે વિચાર્યું.

૩.આવતી કાલે બાર વાગ્યે એ મુક્ત થઈ જશે.

●  આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બધું કરીએ છીએ.

 ૧.આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં. 

૨.અમારાથી બને એટલું બધું કરીએ છીએ. 

● બાર વર્ષ સુધી એ ગુરૂને ઘેર રહ્યો અને અનેક પ્રકારની વિઘાઓ ભણ્યો.

૧.બાર વર્ષ સુધી એ ગુરૂને ઘેર રહ્યો. 

૨.અનેક પ્રકારની વિદ્યાઓ ભણ્યો.

● ડૉ.બાબા સાહેબ આંબેડકરે ચવદાર તળાવમાંથી એક અંજલી ભરી જળ પીધુ અને પ્રચંડ જનસમૂહ તેનું અનુકરણ કર્યું હતું. 

૧. ડૉ.બાબાસાહેબ આંબેડકરે ચવદાર તળાવમાંથી એક અંજલિ ભરી જળ પીધું.

૨.પ્રચંડ જનસમૂહે તેનું અનુકરણ કર્યું હતું. 

● એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની પૂરાણી અને અનૈતિક સજ્ર છે. 

૧.એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. 

૨.મૃત્યુદંડની સજા એક પ્રકારની જુની પુરાણી અને અનૈતિક સજા છે.

● મણિભાઈએ બીડી બાકસ કાંઠ્યા ને જેવો દીવાસળી પેટાવવા ગયો કે હીરાએ એના હાથ પર ઝાપટ મારી કહ્યું. 

૧.મણિભાઈએ બીડી બાકસ કાઢ્યા.

૨. મણિભાઈ જેવો દીવાસળી પેટાવવા ગયો.

 ૩.હીરાએ એના હાથ પર ઝાપટ મારી કહ્યું.

● સંગીતની મોજ માણી અને કલાકો સુધી લખ્યા કર્યું. ૧.સંગીતની મોજ માણી.

૨.કલાકો સુધી લખ્યા કર્યું.

● બીજે દિવસે સવારે પહેરેગીર આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે કેદી ભાગી છૂટ્યો છે.

૧.બીજે દિવસે સવારે પહેરેગીર આવ્યો.

૨.તેણે સમાચાર આપ્યા.

૩.કેદી ભાગી છૂટ્યો છે.

● તે પછી એ પ્રયત્ન બંધ થયાં, પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુપ્રાર્થના કરી. 

૧.તે પછી એ પ્રયત્ન બંધ થયાં.

૨.એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડેપ્રભુપ્રાર્થના કરી. 

● એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવુ બનવા ન દેવું

૧.એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે.

૨.ફરી આવું બનવા ન દેવું.

● ગળે સોપારી જેવો ગોળ ડૂચો ભરાયોને આંખ ભીની થઈ ગઈ. 

૧.ગળે સોપારી જેવો ડૂચો ભરાયો. 

૨.એની આંખ ભીની થઈ ગઈ.


● ઘર જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ સિપાઈઓ, લાઠી ને કાંકરીવાળા રોટલા આઘા જતા ગયાં.

૧.ઘર નજીક આવતું ગયું.

૨.જેલ સિપાઈઓ આઘા જતા ગયાં.

૩.લાઠીને કાંકરીવાળા રોટલા આઘા જતા ગયા. 

● છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે ત્યારે જ કાવ્યમાં શક્તિ પ્રવેશે છે.

૧.છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે. 

૨.કાવ્યમાં શક્તિ પ્રવેશે છે.

● અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું તે અગ્નિની સાક્ષીએ જ જુદા પડી રહ્યાં છે.

૧.અગ્નિની સાક્ષીએ મિલન થયું હતું. 

૨.અગ્નિની સાક્ષીએ જ જુદાં પડી રહ્યાં છે.


● અમારી ઘણી ચીજોની માલિકી અમારી પણ કો ગીધુભાઈ દંપતિનો રહેતો.

૧.અમારી ઘણીખરી ચીજોની માલિકી અમારી.

 ૨.કબ્જો ગીધુભાઈ દંપતિનો રહેતો.

● તો આ સૃષ્ટિક્રમમાં આ વૃથા આવ્યું છે, એમ ? બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરો ! 

૧.તો સૃષ્ટિક્રમમાં વૃથા આવ્યું છે. 

૨.બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે.

● ચાકર થઈને રહીશ પણ સિંહાસન ઉપરથી સેવા નહી કરું. 

૧.ચાકર થઈને રહીશ.

૨.સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. 

● તમે જ વનવાસ દરમ્યાન કહેતા કે બ્રાહ્ય વસ્તુને છોડ્યે આત્મ શુદ્ધિ થતી નથી.

૧.તમે જ વનવાસ દરમ્યાન કહેતા.

૨.બાહ્ય વસ્તુ છોડ્યે આત્મશુધ્ધિ થતી નથી.

● એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા હતાં. 

૧.એ છૂટી ગયો હતો.

૨.એના પગ એના ગામ તરફ વળ્યા હતા. 

● ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા નહીં પણ શ્રી પ્રભાશંકરે વિનંતી કરી અને ગાંધીજીએ તે માની. 

૧.ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા નહિ. 

૨.શ્રીપ્રભાશંકરે વિનંતી કરી. 

૩.ગાંધીજીએ વિનંતી માની.


⊙ સાદાં વાક્યોને સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવી લખો

● કાશ્મીરનો વૈશાખ. બેસી ગયેલી વસંતઋતુ

→ કાશ્મીરનો વૈશાખ એટલે બેસી ગયેલી વસંતઋતુ 

● આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો. તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહિ.

→ આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો પણ તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહિ.

● મહેનતુ ખેડૂતોના હાથ રોજરોજ ફરતા હતા. ક્યાંય વાંકોચૂકો છોડ કે નીંદામણ દેખાતું નહોતું.

→ મહેનતું ખેડુતોના હાથ રોજરોજ ફરતા હતા એટલે ક્યાંય વાંકોચૂકો છોડ કે નીંદામણ દેખાતું નહોતુ.

● બાર વરસ વનમાં ભમ્યાં કેટલીય વીતકો ને મુશ્કેલી પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવીએ

→ બાર વરસ વનમાં ભમ્યા ને કેટલીય વીતકો ને મુશ્કેલી પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવીએ.

● દેવરાજની ધગશથી ઘરશાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે વસુધાના કાર્યકર ભગવાનજીભાઈને વાત કરી. 

→ દેવરાજની ધગશથી ઘરશાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયા હતા એટલે તેમણે વસુધાના કાર્યકર ભગવાનજીભાઈને વાત કરી.

● તારે શરીર ન પડે. એ જ કરતા રહેવાનું છે. 

→ તારે શરીર ન પડે ત્યાં સુધી એ જ કરતા રહેવાનું છે. 

● ભદ્રિક પ્રવજ્યા લે. તારે લેવી. તે પહેલા નહિ.

→ જ્યારે ભદ્રિક પ્રવજ્યા લે, ત્યારે તારે લેવી, તે પહેલા નહિ.

●  કપિલ વસ્તુનો સીમાડો વટી ગયો. પછી રાજકુમારો ઘડીક થોભ્યા.

→ કપિલ વસ્તુનો સીમાડો વટી ગયો, એટલે રાજકુમારો ઘડીક થોભ્યા. 

● તેઓ પાડોશમાં રહ્યાં. અમે તેમને માટે દરેક ચીજવસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા.

→ તેઓ પાડોશમાં રહ્યાં ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજવસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા.

● નાનપણથી જ એની એવી તાસીર હતી. કોઈનો તોછડો બોલ સાંભળતાં જ લોહી ઊકળી ઊઠતું.

→ નાનપણથી જ એની એવી તાસીર હતી કે કોઈનો તોછડો બોલ સાંભળતાં જ લોહી ઊકળી ઊઠતું.


● બાપુ આ શહેરની હવા લાંબો સમય લેશે. એ સાવ ભાંગી પડશે.

→ બાપુ આ શહેરની હવા લાંબો સમય લેશે તો એ સાવ ભાંગી પડશે

● વિદ્યા ભણીને આવ્યો. જાણે બદલાઈ જ ગયો હતો. 

→ વિદ્યા ભણીને આવ્યો ત્યારે જાણે બદલાઈ જ ગયો હતો. 

● પિતાજી, મારા ગુરૂઓએ મને એવો કોઈ પદાર્થ બતાવ્યો નથી. જે જાણ્યાથી સઘળાનું જ્ઞાન થઈ જાય.

→ પિતાજી, ત્યારે મારા ગુરૂઓએ તો મને એવો કોઈ જ પદાર્થ બતાવ્યો નથી કે જે જાણ્યાથી સઘળાનું જ્ઞાન થઈ જાય. 

● તેણે જ્યારે યૌવનના ઉંબરમાં પગ મૂક્યો. તેને માટે ઋતુઋતુ પ્રમાણેના ત્રણ પ્રાસાદ બનાવવામાં આવ્યા. 

→ તેણે જ્યારે યૌવનના ઉંબરમાં પગ મૂક્યો ત્યારે તેને માટે ઋતુઋતુ પ્રમાણેના પ્રાસાદ બનાવવામાં આવ્યા. 

● મિત્રો કાંઈ અવિનય લાગે, મને ક્ષમા કરજો.

→ મિત્રો કાંઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો.

●  તું એટલો બધો દુઃખી થતો હોય. પછી મારે માટે બીજો ઉપાય નથી. 

→ તું એટલો બધો દુઃખી થતો હોય તો પછી મારે માટે બીજો ઉપાય નથી. 

● પિતા સંતોના ભજન અને કબીરના દોહા ગાતા. અમારા ઘરનું વાતાવરણ ખૂબ પવિત્ર બની જતું. 

→ પિતા સંતોના ભજન અને કબીરના અમારા દોહા ગાતા ત્યારે ઘરનું વાતાવરણ ખૂબ પવિત્ર બની જતું. 

શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા. પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દેતા. 

→ શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા, છતાં પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દેતા.

● મહારાજે ભવિષ્યવાણી કરેલી. એક સમયે એ સમગ્ર ભારતદેશના નેતા હશે એવું મારો અંતરાત્મા કહે છે. 

→ મહારાજે ભવિષ્યવાણી કરેલી કે એક સમયે એ સમગ્ર ભારતદેશના નેતા હશે એવું મારો અંતરાત્મા કહે છે. 

● હું તો તમને પહેલેથી જ કેતી'તી. દાટવા જવાની ઉતાવળ કરો ના. 

→ હું તો તમને પહેલેથી જ કેતી’તી કે દાટવા જવાની ઉતાવળ કરો ના. 

● સંગીતની મોજ માણી. કલાકો સુધી લખ્યા કર્યું

→ સંગીતની મોજ માણી અને કલાકો સુધી લખ્યા કર્યું. 

● પેલા વૃધ્ધ બેંકમાલિકને આ સઘળી બાબત યાદ આવી. એણે વિચાર્યું. આવતીકાલે બાર વાગ્યે એ મુક્ત થઈ જશે.

→  પેલા વૃધ્ધ બેંકમાલિકને આ સઘળી બાબત યાદ આવી અને એણે વિચાર્યું કે આવતીકાલે બાર વાગે એ મુક્ત થઈ જશે. 

● મારો ચોકીદાર ઈમાનદાર છે, તે માણસ છે. મારે એની સાથે માણસ તરીકેનો જ વ્યવહાર કરવો જોઈએ.

→ મારો ચોકીદાર ઈમાનદાર છે, તે માણસ છે અને મારે તેની સાથે માણસ તરીકેનો જ વ્યવહાર કરવો જોઈએ.

● આપણો દેશ તો એવો અભાગિયો છે. અહીં માણસને માણસ તરીકે મૂલવવામાં આવતો નથી.

→ આપણો દેશ તો એવો અભાગિયો છે કે અહીં માણસને માણસ તરીકે મૂલવવામાં આવતો નથી.

● મને એવો સંદેહ થયો. મનમાં ભાંજગડા ચાલી એકાએક મધુર અવાજ રણકી રહ્યો. 

→ મને એવો સંદેહ થયો તે ભાંજગડ ચાલી રહી છે મનમાં ત્યાં એકાએક મધુર અવાજ રણકી રહ્યો. 

● ગામના પોસ્ટ-માસ્તરને ત્યાં હતું. છોકરો અવતરેલો કોઈ કહેતું છોકરો મરેલો જન્મ્યો હતો.

→ ગામના પોસ્ટ-માસ્તરને ત્યાં છોકરો અવતરેલો કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જન્મ્યો હતો. ?


● પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો. કેવું લાગે છે 

→ પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો કે કેવું લાગે છે? 

● બા એ જોવા ન રહી. ભણતરે એના દીકરાનું જીવતર કેવી રીતે ઉજાળ્યું છે.

→ બા એ જોવા ન રહી કે ભણતરે એના દીકરાનું જીવતર કેવી રીતે ઉજાળ્યું છે.

● આજે બાળકો એને મળ્યા નથી. આ તક મળતાં એની સાથે થોડું ખેલી લેશે, મળી લેશે.

→ આજે બાળકો એને મળ્યાં નથી એટલે આ તક મળતાં એની સાથે થોડું ખેલી લેશે, મળી લશે.

● ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે. બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી છે.

→ ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે એટલું જ નહિ બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી છે.

● મારું જીવન એક અનોખી કહાણી છે. મારું નામ મારી કથા કહી દે છે.

→ મારું જીવન એક અનોખી કહાણી છે અને મારું નામ મારી કથા કહી દે છે.

● બે ચાર કૂતરામાંથી એકે આંખ ઉઘાડી. એની સામે જોયું. પહેલાં ભસીને. પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું. 

→ બે ચાર કૂતરામાંથી એકે આંખ ઊઘાડીને એની સામે જોયું અને પહેલાં ભસીને પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું.

Post a Comment

0 Comments

Ads Area