⊙ વાક્યમાં પ્રત્યય સુધારો ⊙
1 કુંતીપુત્ર, શત્રુઓમાં હવે તો તમે નિશ્ચિંત બન્યા ને ?
→ કુંતીપુત્ર, શત્રુઓનો સંહાર કરીને હવે તો તમે નિશ્ચિંત બન્યા ને ?
2 વેરીઓમાંથી મૂળ રહી ગયાં હોય એમ તમને લાગ્યાં કરે છે?
→ વેરીઓનાં મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યાં કરે છે ?
3 વને, રણે, મહેલે-બધે તમે તેનાં જ સ્વપ્ર સેવતાં.
→ વનમાં, રણમાં, મહેલમાં-બધે તમે તેના સ્વપ્ર સેવતાં.
4 પણ ભારતના થોડાં વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે.
→ પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે.
5 એનું શરીર કાબૂથી ન રહેતું.
→ એનું શરીર કાબૂમાં ન રહેતું.
6 આઘેથી તમાકુએ લીલાંછમ ખેતર દેખાતાં હતાં.
→ આઘેથી તમાકુના લીલાંછમ ખેતર દેખાતાં હતાં.
4 મણિભાઈ પોતાના મહોલ્લા આવી પહોંચ્યા.
→ મણિભાઈ પોતાના મહોલ્લામાં આવી પહોંચ્યા.
5 ચોરે એનો બાળપણથી ભાઈબંધ મગનિયો બેઠો હતો.
→ ચોરે એનો બાળપણનો ભાઈબંધ મગનિયો બેઠો હતો.
6 આ કાવ્ય એમનાં પ્રથમ પત્નીનું અવસાન નિમિત્તે લખેલું છે.
→ આ કાવ્ય એમના પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે લખેલું છે.
7 કવિ માનવસહજ લાગણીઓમાં પર છે એવું નથી.
→ કવિ માનવસહજ લાગણીઓથી પર છે એવું નથી.
8 મૃત્યુવિષયક કાવ્યોથી તો એ વિરલ છે.
→ મૃત્યુવિષયક કાવ્યોમાં તો એ વિરલ છે.
9 હું ગાંધીગ્રામને ઝાંપે ઊતર્યો.
→ હું ગાધીગ્રામના ઝાંપે ઊતર્યો.
10 ઓરડો નાનો, પરંતુ ખૂબ ચીવટમાં સજાવેલો હતો. , → ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો.
11 સાચે તમ મને સ્વીકારશો ?
→ સાચે તમે મને સ્વીકારશો ?
12 દેવરાજથી મોં લેવાઈ ગયું.
→ દેવરાજનું મોં લેવાઈ ગયું.
13 સુંદરીના ગેરહાજરી એને વર્તાવા લાગ્યાં.
→ સુંદરીની ગેરહાજરી એને વર્તાવા લાગી.
14 માધિયાની હારને ઉંબરે એક ગણેશિયો ભરાવું.
→ માધિયાની હાટના ઉંબરમાં એક ગણેશિયો ભરાવું.
15 પિતાને મારગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો.
→ પિતાએ મારગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો.
16 એમણે એ પત્રે મને ખૂબ જ સરસ જવાબ આપ્યો.
→ એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો.
17 હવે વેદાંત અને દર્શનોમાં અભ્યાસ કરવાનો હતો.
→ હવે વેદાંત અને દર્શનોનો અભ્યાસ કરવાનો હતો.
18 વર્ષોની મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે.
→ વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે.
19 તમે અસત્યમા સત્ય માની લીધું છે.
→ તમે અસત્યને સત્ય માની લીધું છે.
20 યુવાનના એ ભાષણમાં વક્તૃત્વકલાનો ઉત્તમ નમૂનો કહ્યો.
→ યુવાનના એ ભાષણને વકૃત્વકલાનો ઉત્તમ નમૂના કહ્યો.
21 બાબાસાહેબે એને ખુરશી પર બેસીને આરામમાં ખાવાનું કહ્યું.
→ બાબાસાહેબે એને ખુરશીમાં બેસીને આરામથી ખાવાનું કહ્યું.
22 બિરંજ મૂળ તો કોઠારથી ઉત્પન્ન થાય છે.
→બિરંજ મૂળ તો કોઠારમાં ઉત્પન્ન થાય છે.
23 તેને અનુરુદ્ધને આંખ ઉઘાડવાની જરૂર જણાઈ.
→ તેને અનુરુદ્ધની આંખ ઉઘાડવાની જરૂર જણાઈ.
24 અમારા પાડોશની એક લલંગી બહેન રહેતા.
→ અમારા પાડોશમાં એક લવંગી બહેન રહેતા.
25 દયાના પ્રીતમ સાથે મુખમાં નીમ લીધો.
→દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો.
26 જેના એમાં ઝરણામાં સ્વરૂપ જાયાં હતાં.
→ જેને અમે ઝરણાંને સ્વરૂપ જોયાં હતાં.
27 સ્વપ્રથી ન સૂઝેલી, માનેલી મનમાં નહિ.
→ સ્વપ્રમાંયે ન સૂઝેલી, માનેલી મનથી નહિ.
28 એણે નાનકડા બારીમાં અંદર ડોકિયું કર્યું.
→ એણે નાનકડી બારીની અંદર ડોકિયું કર્યું.
29 ભોજાએ પોસ્ટ-માસ્તરની ડેલીમાં સાંકળ ખખડાવી.
→ ભોજાએ પોસ્ટ-માસ્તરની ડેલીની સાંકળ ખખડાવી.
30 અત્યારે ભોજામાં હામ કે હોશ રહ્યા નહોતા.
→ અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા.
31 એમણે એ પત્રને મને ખૂબ જ સરસ જવાબ આપ્યો.
→ એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો.
32 એકલતાએ વર્ષો એને ટીપે ટીપે પીવે.
→ એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે.
33 ખારા પદાર્થમાં તમે મીઠું કેમ કહો છો ?
→ ખારા પદાર્થને તમે મીઠું કેમ કહો છો ?
34 પિતાથી પુત્રને પરમેશ્વર સંબંધી વિશેષ જ્ઞાન આપ્યું.
→ પિતાએ પુત્રને પરમેશ્વર સંબંધી વિશેષ જ્ઞાન આપ્યું.
35 માંગુ તમારા મોટાં માણહમાં મહેરબાની.
→માંગુ તમારી મોટાં માણહની મહેરબાની.
36 આથી એ લોકોમાં પણ કાંઈ દોષ નહોતો.
→ આમાં એ લોકોનો પણ કાંઈ દોષ નહોતો.
37 આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા ડિલે ઊભા ઊભા વાડાનું ટોયામણ કરતો.
→ આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડિલે ઊભા ઊભા વાડામાં ટોયામણ કરતો.
38 એક ઘા ને બે કટકા કરવાના જ એના જીવનસૂત્ર હતુ.
→ એક ઘા ને બે કટકા કરવાનું જ એનું જીવનસૂત્ર હતુ.
39 ત્યાંના હિંદુ વિશ્વવિદ્યાલય બાપુનું આ ભાષણ થયું હતું.
→ ત્યાંના હિંદુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું.
40 આમ તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતાં.
→ અમે તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતાં.
41 એટલા પહાલગામ પાછાં પહોંચી જવાની મને અધીરાઈ થઈ.
→ એટલે પહેલગામ પાછાં પહોંચી જવામાં મને અધીરાઈ થઈ.
42 ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલા વળાંક લે છે.
→ ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે.
43 હવે તમારા પંથ નિષ્કંટક થયો.
→ હવે તમારો પંથ નિષ્કંટક થયો.
44 ત્યાં એક નાના ઘર હતું.
→ ત્યાં એક નાનું ઘર હતું.
45 મારે મનમાં એ ઘરની કલ્પના ઊઠવા લાગી.
→ મારા મનમાં એ ઘરની કલ્પના ઊઠવા લાગી.
46 ચોકીદારથી મારું મન હવે ધરપતું નથી.
→ ચોકીદારમાં મારું મન હવે ધરપતું નથી.
47 એ જ ક્રૂરતા બમણા વેગમાં કામ કરશે.
→ એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે.
48 વર્ષોની મારી સમૃધ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે.
→ વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે.
49 તમે અસત્યમાં સત્ય માની લીધું છે.
→ તમે અસત્યને સત્ય માની લીધું છે.
50 બા કોઈનું પાણી ભરતી, વાસણ ઊટકતી.
→ બા કોઈનાં પાણી ભરતી, વાસણ ઊટકતી.
51 દેવરાજ દૃઢતામાં બોલ્યો.
→ દેવરાજ દૃઢતાથી બોલ્યો.
52 હું અમદાવાદ સ્ટેશનમાં ઊતર્યો.
→ હું અમદાવાદ સ્ટેશને ઊતર્યો
53 ઉછીના માગનાર ઉછીનું આપતા નથી.
→ ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી.
54 હું મારી સ્વતંત્રતાને જોખમ ઉઠાવું છું.
→ હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું.
55 તેમાં તેમના વિવેક હોતો નથી.
→ તેમાં તેમને વિવેક હોતો નથી.
56 મને બોલવાથી ટેવ તો પહેલેથી હતી.
→ મને બોલવાની ટેવ તો પહેલેથી હતી.