નિપાત , Std 12 Gujarati vaykaran Nipat
⊙ નિપાત ⊙
→ ગુજરાતી ભાષાનાં વાક્યોમાં એવાં કેટલાંક ઘટકો આવે છે જે વિશેષણ, સંશા, ક્રિયાવિશેષણ કે ક્રિયાપદની સાથે એમના - અનુગ કે નામયોગીના રૂપ સાથે આવે છે. અને ભાર, આગ્રહ, વિનંતી, વિનય, આદર જેવી કેટલીક વિશિષ્ટ અર્થછાયાઓ દર્શાવે છે. આવા ઘટકોને કહે છે.
● નિપાતો નીચે મુજબના જોવા મળે છે.
૧. 'જ' : આ નિપાત ભારપૂર્વક કથન માટે વપરાય છે અને વાક્યના જંપદ સાથે આવે છે તેનું ભારપૂર્વક કથન થાય છેજેમ કે તમે જ મારી સાથે આવશો
૨ " "તો" : આ નિપાત પણ ભારપૂર્વક કથન માટે વપરાય છે "બીજુ નહિં તોપણ આ – એવા અર્થમાં વપરાય છે જેમ કે પથ્થરો બોલે તો બોલાની જુઓ.
૩. "ને " : આ આગ્રહ કે ખાતરી કરવાનો અર્થદર્શાવે છેજેમ કે રોકાવાના છો ને ?
૪. "ય", "પણ", "સુધ્ધાં" : આ નિપાતો અંતર્ભાવનો અર્થ બતાવે છે જેમ કે હા એટલું ય હું ન જાણું ? એણે ખાધું સુધ્ધા નહિ.
૫. "જી" : આ નિપાત આદર કે વિનય વાચક છે જેમ કે ઓહો ! ક્યાં ચાલ્યાં જી?
૬. "ખરું" : "ખરા"ના રૂપો અવધારણાવાચક નિપાત છે જેમ કે આવા વરસાદમાં મને ઉંઘ આવે ખરી ?
૭. "ફક્ત", "માત્ર", "કેવળ", "છેક" : સીમાવાચક કે અન્યવ્યાવર્તક તાનો અર્થ દર્શાવે છે. જેમ કે તેનો માત્ર ઉપયોગ કરી શકે છે, રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે.
૮. "હો" : અનુમતિદર્શક નિપાત છે મને તે મળ્યો હતો, હો રાજન !
◐ નીચેના વાક્યોમાંથી નિપાત ઓળખી લખો ◐
- ભાણી ભાદર નદીમાં રાત્રે જ કપડાં ધોતી હતી. – ‘જ’
- આ માણસ કાંઈક જુદી જ માટીનો બનેલો છે. – ‘જ’
- વૃધ્ધ બેંક માલિકે મિજબાની ગોઠવી હતી. - ‘જ'
- દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય છે જ.- ‘તો, જ’
- અમારી તૃપ્તિમાં ઊણપ પણ આવતી. – ‘પણ’
- નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા ? - ‘ખરા’
- આ હિન્દીનું યે એક નવું જ હતું. – ‘યે, જ’
- મારે પણ તમારી સાથે જ આવવું પડશે. - ‘પણ’
- ઓહો, ક્યાં ચાલ્યા જી ? – ‘જી’
- હવે દિવાળી આડે માત્ર એક માસ બાકી છે. – ‘માત્ર’
- આવા વરસાદમાં મને ઊંઘ આવે ખરી ? – ‘ખરી’
- અંતે તું સાચું બોલ્યો ખરો –ખરો
- તે તદ્દન નકામી વ્યક્તિ છે. – ‘તદ્દન’
- ગુરુજી, અંદર આવુ કે ? - કે
- તે તમે આવ્યા હોત તો ? – ‘તો’
- બધાય દેવોને પોતાના અલગ અલગ વાહન છે. – ‘ય’
- સ્ત્રીનો સ્વભાવ જન્મથી જ નઠારો કે ન સુધરે તેવો નથી- ‘જ’
- તેમનું નામ પણ હું ભૂલી ગયો. – ‘પણ’
- એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો- પણ
- બધે બધું પે’રવું જ એ લખી આપ્યું છે ? – ‘જ’
- એને આવો પૂજન અર્ધ્ય જ ઘટે. – ‘જ’
- શિવ થકી જીવ થયો એ જ આશે - જ
- અંતે તો હેમનુ હેમ હોય – તો
- ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી- ય
- હાથ અજમાવું એટલી જ વાર – જ
- છોકરો મરેલો જ જન્મ્યો હતો -જ
- અત્યારે એવી કલ્પનાઓ કરવાનોય અવકાશ ક્યાં હતો ? - ય
- બાપુની વાત હું ક્યારેય ભૂલી શકતો નથી – ય
- હવે હું જાતે જ વધારે વાંચી લઈ શકીશ - જ
- એમણે મારા પત્રનો મને ખૂબજ સરસ જવાબ આપ્યો - જ
- માનવજીવનમાં શોષણ માત્ર આર્થિક જ ચાલે છે. - માત્ર-જ
- આ વાઈસરૉય પદ પણ એની આગળ પાણી ભરે. – ‘પણ’
- હવે તો તમે નિશ્ચિંત બન્યાને ? – ‘તો, ને’
- હા એટલું ય હું ન જાણું ? – ય ‘’
- પાપી તો હું જ હતો. – ‘તો, જ’
- તું પ્રવાસે જઈશ જ ? - જ’
- તમે જ મારી સાથે આવશો. – ‘જ’
- કામ કરનાર જ સુખી થાય. – ‘જ’
- ચાલો, અમદાવાદ જઈશું ને ? – ‘ને’
- આપણે જવું જ છે ને ? - ‘ને’
- તમે તો આવી ગયા ? – ‘તો’
- એવું તો આપણાથી કેમ કહેવાય ? – ‘તો’
- તમેય મારી સાથે આવો. – ‘ય’
- હું ય પ્રથમ વર્ગમાં પાસ થઈશ જોજો. – ‘ય’
- વસ્તુ ખૂબ જ સસ્તી છે, ફક્ત રૂપિયા પચાસની. – ‘ફક્ત’
- મહાદેવભાઈ માત્ર પચાસ વરસ જીવ્યા. - ‘માત્ર’
- ત્યારે તો તમે ખૂબ ભાગ્યશાળી છો ? – ‘તો’
- આજે વરસાદ પડવો જ જોઈએ. – ‘જ’
- પગ ઉંચકતાં જ એણે આશ્ચર્ય અનુભવ્યું. - ‘જ’
- આમાં એ લોકોનો પણ કાંઈ દોષ ન હોતો – ‘પણ’
- ખાંડણી દસ્તો ક્યાંક મૂકાઈ ગયેલાં જ હોય છે. – ‘જ'
- અમે તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતાં. – ‘તો’
- નાનપણથી જ એની એવી તાસીર હતી. - ‘જ'
- મૃત્યુ પ્રસંગે જે બનવું જોઈએ તે બને જ છે. – ‘જ’
- પથ્થરો બોલે તો બોલાવી જુઓ – ‘તો’
- એણે જ મૌન તોડ્યું. – ‘જ’
- જેણે એક પાપ કર્યું ન હોય તે જ પહેલો પથ્થર ફેંકે ? - ‘જ’
- બાપુ એ વાત જ ન કરશો. - ‘જ’
- તું ગુરૂને ઘેર જઈ વિદ્યા ભણી આવે તો સારું – ‘તો’
- બા એકલાં જ જીવે છે. – ‘જ’
- રસાકસી થોડી જ વાર ટકી. - ‘જ’
- ઉછીનું માંગનારા તદ્દન નિર્લજ્જ હોય છે – તદ્દન
- મારાં જીવતા તો કેમ હું હા પાડું ? - તો
- હવે વેકેશન આડે માત્ર એક માસ બાકી છે- માત્ર
- આવી ઉનાળાની ગરમીમા ઊંધ આવે ખરી ? - ખરી
- ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું – તો
- બાપુએ મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું – જ
- તું વિદ્યા ભણ્યાનું અભિમાન પણ બહું રાખે છે – પણ
- મન-વચન કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂઝે - જ
- એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો - જ
- એ બાલુડા પાછળ પોસ્ટમાસ્તરે સારુ પુણ્યદાન પણ કરી નાખ્યું - પણ
- આ કોઈ ખવીસની રમત તો નહિ હોય ? –તો
- આ કપટી કો આવ્યા ખરા - ખરા
- જુઓ તો ઊભા છે નળ પંચ – તો
- એક મહિનો માત્ર કેળા, લીંબુ અને દુધ પર કાઢ્યો - માત્ર
- જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે ? તો, ખરા
- જેમાં કાળાશ તે તો સૌ એકસરખું - તો
- કસ્તુરી કેરી બિંદી તો કરું નહિં - તો
- ગંગા તો બસ ગંગા જ છે -તો
- એ તો અહીં આવ્યા વિના રહેશે નહિં – તો
- માણસ આમ ભારે ડાહ્યો પણ ધૂની ખરો ? - પણ
- એક વખત જેલ જનારો, બીજી વખત જાય ખરો ?- ખરો
- બાકી સંચામાં તડ પહેલેથી જ હશે. – ‘જ’
- જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને ? – ‘પણ, જ, ને’
- એ અહીં અસારવાદમાં પણ સરી પડ્યા નથી. – ‘પણ’
- માત્ર કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી – ‘માત્ર’
- એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો – ‘જ’
- મને બોલવાની ટેવ તો પહેલેથી હતી. – ‘તો’
- એક મહિનો માત્ર કેળાં, લીંબુ અને દૂધ પર કાઢ્યો. -‘માત્ર’
- ભાષણની શરૂઆતમાં જ તેમણે કહ્યું. – ‘જ’
- જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને ? – જ,ને
- છોકરાઓ ઘરે હોય તો આવું ઠંડુ ખાવાનું ખાય ખરા ?- ખરા
- અમે ત્રણ પણ તે જ વાતાવરણથી મસ્ત બની ગયા – જ
- કુંતીપુત્ર શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા - ને
- સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુઝાય છે – જ
- તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખ થાવા - ય
- એથી ઉત્તમ વિપ્રયોગ સહીને જ ચિત્ત ચિતરાવું -જ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે – જ
- મારા જેવા ઘણાય છે - ય
- તદ્દન નવી નોકરીમાં આવી પ્રભાશંકરનું કરવા કરાવવાનાં પ્રયત્ન થયેલા – તદ્દન
- આવા મનસ્વી રાજાની નોકરી કરવા કોઈ સારો રાખે ખરો – ખરો
- મણિભાઈએ મોટેથી બૂમ પાડીય ખરી - ય, ખરી
- સામસામી નજર મળતા બંન્નેય હસી પડ્યા - ય જ
- એ બહુ જ વિચારમાં પડી ગયો -જ
- ચ્યો હે હેડ્યા જી ? સુંદરણા ? - જી
- સત્યાગ્રહી જ સુખી થાય – જ
- સુંદરીને સ્થાને સૌંદર્ય અને તે પણ પૂજનીય - ૫ણ
- એનાં જ જીવનની કૃતાર્થતા છે ને ? - ને
- આવા પરમ મહિમાવંતુ વિભૂતિમય સૌંદર્યનું સ્થાન બીજું કોઈ લઈ શકે ખરૂં ? - ખરૂં
- આ કાવ્ય તો સુંદરીનું નથી - તો
- મન અસ્વસ્થ થાય છે જ – જ
- છેલ્લી ક્ષણ સુધી એનું દર્શન એ જ કર્તવ્ય -જ
- કોઈને આંખોમાં ચિતરાવી જ જુઓ - જ
- રેતીની શીશીને ઉલટાવી જુઓ તો ખરા -ખરા
- એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા ભાઈબહાર આવ્યા
- - તદ્દન
- તમને કાંઈ તકલીફ તો નથી પડી ને ? - ને
- મારું ગોત્ર, મારી જાતિ કશાની મને ખબર જ નથી -જ
- એના મા બાપુની તમને જાણ છે ખરી ? - ખરી
- ભાઈ તું તો પ્રેમમા પડી ગયો – તો
- બધુંય જાણું છું – ય
- બસ ચાલ્યો જ આવું છું - જ
- પછી તો એ નોકરી કરશે ને ? - ને
- તે તદ્દન ઓગળી ગયો હતો – તદ્દન
- મીઠાનો ગાંગડો તો દેખાતો નથી – તો
- આ ભાંગતા તો કંઈ જ દેખાતું નથી - તો, જ
- જગતના કણેકણમાંય ઈશ્વર રહેલો છે - ય
- બા ઊઠવાનુંય શીખવાડે છે -ય
- ફ્રેમ થયેલા દાદા આંસુ લૂછે ખરા ?- ખરા
- ત્યારે તો હું જ પ્રવજ્યા લઈશ – તો
- જ ભદ્રિકે કહ્યું હું ય દીક્ષા લઈશ - ય
- મહાનામે સાદગીમાંય સુંદરતા હોય છે - ય
- આશ્રમમા શીખ્યો એ જ-જ
- આ સર્વ પદાર્થોં એ જ પરમેશ્વર – જ
- અનુરૂદ્ધની વાત માન્ય રાખી ખરી ?- ખરી
- ઘાઘરોય મેલોદાટ કેદુનો - ય
- પહોંચતા જ પટકાણી ભાણી - જ
- બીતી બીતી ચારેય દિશામાં જુએ – ય
- બ્રિટનમાં એમનો બંગલો પણ હતો. -પણ
- બીજા લોકોને તો નવાઈ લાગી –તો