Ad

Ads Area

કૃદંત | કૃદંતના પ્રકારો | કૃદંત ઓળખો | gujarati vaykaran krudant | Std 12 gujarati grammar

કૃદંત,  કૃદંતના પ્રકારો , std 12 gujarati vaykaran krudant

                 ★  કૃદંત એટલે શું ? 

→ કૃદંત એક વ્યાકરણની ભાષાનો શબ્દ છે. 

→ કૃદંત ક્રિયાપદ સાથે જોડાયેલી બાબત છે, કેટલાક પદો ક્રિયાપદની જેમ કર્તા/ કર્મ લે છે. અને સાથે સાથે સંજ્ઞા, વિશેષણ કે ક્રિયાવિશેષણ તરીકે આવી શકે છે. આવા પદો કૃદંત કહેવાય.

→ ક્રિયાપદો કૃદંત તરીકે વપરાય કે ન પણ વપરાય 

           ⊙ કૃદંતના પ્રકારો ⊙

→ કૃદંતના મુખ્ય છ પ્રકારો છે. 

        ● વર્તમાન કૃદંત

        ● ભવિષ્ય કૃદંત

        ● વિધ્યર્થકૃદંત -  સાધારણ કૃદંત 

        ● ભૂત કૃદંત 

         ● હેત્વર્થ કૃદંત 

         ● સંબંધક કૃદંત

๏ વર્તમાન કૃદંત

→ ક્રિયાપદનું મૂળરૂપ અથવા ધાતુ અથવા તે પ્રત્યય.

ઉદાહરણ :

1 ચોકઠાં પણ હવે બહું કામ આપતા ન હતા. 

2 વિચારતા નેત્ર જલે ભરાય છે. 

๏ ભૂત કૃદંત 

→ ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા તે

→ ભૂત કૂદંત,ક્રિયાપદનું મૂળરૂપ અથવા ધાતુ અથવા ય,લ પ્રત્યયઉ

ઉદાહરણઃ

1  સભામાં આવેલો માણસ વિચિત્ર દેખાતો હતો.

 1 બહાર મેળો લાગેલો હતો. 

๏ ભવિષ્ય કૃદંત 

→ ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવનાર કૂદંત તે ભવિષ્ય કૂદંત, "ક્રિયાપદંનું અથવા ધાતુ + વાનો, વાની, વાનું, નાર પ્રત્યય."

ઉદાહરણ :

(૧) સાંભળનાર કોઈ હતું જ નહિં ને ! 

2 ત્યાં જમનારા કેટલા હતાં. 

હેત્વર્થ કૃદંત 

→ ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે ને ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. "ક્રિયાપદનું મૂળરૂપ / ધાતુ + પ્રત્યય વા /વાને.

1 આવતીકાલે હું તમને મળવા આવીશ. 

2 ટાઈમ ટેબલ ચલાવાને હું બંધાયેલો છું.

๏  વિધ્યર્થ કૃદંત 

→ ક્રિયા થવાનું અર્થ દર્શાવે તે વિધ્યર્થ કૂદંત "ક્રિયાપદનું મૂળરૂપ અથવા ધાતુ અથવા + વ પ્રત્યય.

ઉદાહરણ :

1 મને ખાવાનું આપો. 

2 મારે તમને એક વાત કહેવી છે. 

સંબંધક ભૂત કૃદંત 

→ સંબંધ ધરાવતી આગળ ક્રિયા દર્શાવે તે, "ક્રિયાપદનું મૂળરૂપ અથવા ધાતુ + ઈ/ઈને પ્રત્યય. 

ઉદાહરણઃ

1 મેં બધું વાળીને સાફ કર્યું. 

2  ડોસો ટીકીટીકને જોઈ રહ્યાં.


     ⊙ નીચેના વાક્યોમાંથી કૃદંત ઓળખો 

1 તે પાછાં લાવવાની જવાબદારી આપણા માથે જ રહે છે - લાવવાની

2 કન્યા વળતી કરને ઘસે, સખી સામું જોઈ જોઈ હસે –જોઈ જોઈ

3  ગાજતેવાજતે નળરાજા વળ્યા, એવે કળિયુગ-દ્વાપર સામા મળ્યા – ગાજતેવાજતે

4  સંબોધી સ્નેહના શબ્દો વદે ધીમે વિવેકથી - સંબોધી 

5 ને રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે - રોકવો

6  તેમણે ચોકીદારને કેરી ખાવાનું કહ્યું – ખાવાનું

7  આ ફૂલટાને પથ્થર મારી, મારી નાખો - મારી, મારી 

8 ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે – હસીને 

9 વિનોબાનું કાર્ય જોઈને બાપુ ખુશ થઈ ગયા – જોઈને 

10તીને ત્રોફાયેલ ચીંથરાંને કેમ ઝીંકવું તાણી ? -ત્રોફાયેલ, ઝીંકવું

11 ધ્રૂજતી ધ્રૂજતી કાયા સંતાડતી, કૂબે પહોંચતાં તો પટકાણી - ધ્રૂજતી ધ્રૂજતી, સંતાડતી, પહોંચતા

12 દિવાળીના દિન આવતા જાણી - આવતા

13 વકીલે એ આવાસની બહાર નીકળવું નહિ - નીકળવું

14 મહેનત કરનારાં કોઈ દિ માંદા પડતાં હશે ? – કરનારાં 

15 એ તળાવે ધરાયેલાં પશુ પાણી માટે આવતા – ધરાયેલાં

16  ખાનાર માણસ કામ પણ કરી શકે ને? -ખાનાર

17  બીજા માટે પૈસા વા૫૨વા એ સેહલું નથી – વાપરવા 

18 સુખડીમાં ઘી રેડી – રેડી  બા સહુને ખવડાવે -રેડી-રેડી 

19 તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહિં – ભણવું 

20 સાહેબ, આ ભાંગતાં તો કંઈ જ દેખાતું નથી –ભાંગતાં,દેખાતું

21  અનાચાર આચરનારી કો અબલા ૫૨ ભાગોળે, -આચરનારી, કો

22મારે તમને એક અગત્યની વાત કહેવાની છે – કહેવાની 

23 પથ્થરો બોલે તો બોલાવી જુઓ - બોલાવી 

24 રેતની શીશીને ઊલટાવી જુઓ -ઊલટાવી

25  મૃત્યુપ્રસંગે જે બનવું જોઈએ તે બને જ છે –બનવું 

26 એને હીરાને મળવું હતું – મળવું

27 ત્યારે જરા જરા ચાલતા શીખેલો – ચાલતાં 

28 વારે વારે સ્વર સમજવા દૂર ફેંકાન દેતી – સમજવા

29 તે રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીત – રોકવો 

30 તોપા તેની સાથે યુધ્ધ કરવું – કરવું

31 અમરનાથ જ્વા માટે અષાઢ કે શ્રાવક્સ માસ અનુકૂળ રહે છે - જવા

32 ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી - માગનાર 

33 પાંચમી પેઢી જેવાની વાસના ડોશીને હતી જ – જોવાની 

34 કેમ આવવાનું થયું ! – આવવાનું

35 દમયંતી જેમ વરવા જાય ધસી ઈન્દ્ર નળ આગળ થાય –વરવા 

36 ભોજીએ વીંટયા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું – વીંટયા 

37 યુવાન વકીલ અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયો – કરવા

38 વફાદારી માત્ર પોતાની જ્ઞાતિ પૂરતી જ મર્યાદિત રાખવી એ રાષ્ટ્રદ્રોહ ન કહેવાય ? – રાખવી

39 કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોરા નહોતા - બોલવાના

40  બાપુએ આશ્રમની એક નિયમ – પત્રિકા પણ મોકલેલી જે મારા માટે ઓર આકર્ષક હતી – મોકલેલી

41 ઉછીનું માગનારાઓની ધૃષ્ટતાનો એક દાખલો આપુ – માગનારા

42 નદી ઉતાવળે વહેતી હતી – વહેતી

43 એની પાછળ એક નૂતન જીવનદૃષ્ટિ પડેલી છે –પડેલી 

44 સહુ પવનની જેમ તો આવી મળે – આવી

45 મજુરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાય નહીં – દેખાતા

46 બા આ સ્ટેશને વળાવવા આવી હતી – વળાવવા

47 ઘરેણાં વગેરે સોનાના બનેલાં છે – બનેલાં

48  બા ઊડવાનું શિખવાડે છે – ઊડવાનું 

49 દાસી દોડતી દોડતી આવી – દોડતી 

50 એ બેમાંથી એક પસંદગી કરવાની હોય છે – કરવાની 

51 જેલ પાસે જઈને એણે બે વાર ચોકીદારને બૂમ પાડી – જઈને

52  મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી પ્રભાશંકરને બોલાવ્યા – લખી, મેળવી

53 એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી પાછો વાળ્યો – પકડેલા 

54 એ વધામણી આપવા મહારાજ ભાવસિંહજી પોતે અનંતવાડી ગયા – આપવા

55 તેણે તત્કાળ નકારી કાઢીને સિંધિયાશાહી કડાં કરાવ્યાં –કાઢીને 

56 રહ્યું વિકસતું જ અંત સુધી જેહ સૌંદર્ય, તે – વિકસતું 

57 આ જીવનદૃષ્ટિ કવિને માટે મૃત્યુની ઘટનાને મંગલ બનાવી દે છે – બનાવી

58 મારે તમને એક અગત્યની વાત કહેવાની છે – કહેવાની

59  ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ કરીક૨ીને ઊછળી રહી - નીકળવાની, કરીકરીને

60 ત્યારે વિસામો લેવા એક ઝાડને છાંયડે બેઠા – લેવા 

61 ત્યારે જાણે બદલાઈ જ ગયો હતો – બદલાઈ

62 રાજકુમારો બધુ ભાન ભૂલીને રમતમાં તલ્લીન થઈ ગયા હતા – ભૂલીને

63 પછી ભોજનપાત્રમાં પીરસતાં જોઈ ગયેલો -પીરસતાં 

64 ભદ્રિકને અણગાર બનવા આગ્રહ કર્યો - બનવા 

65 તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો – કાઢવાને, અજમાવીને

66 લોહીના રંગે રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે – રંગેલી, જોઈ

67 શાહુજી મહારાજ ડૉ.આંબેડકરનું સરનામું શોધીને મુંબઈમાં એમને મળવા ગયા હતા – શોધીને, મળવા

68 એમાં બધી જ્ઞાતિના લોકોને પ્રવેશવાની છુટ છે –પ્રવેશવાની 

69 કેમ આવવાનું થયું ? – આવવાનું 

70 નજર ઉઠાવી જોયું -ઉઠાવી

71 આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરૂષ હતા –પહોંચેલા

72 ગરમાગરમ કૉફી પીને ઓઢીપોઢીને પલંગમાં સૂઈ જવાનું સુખદ લાગ્યું – પીને, ઓઢીપોઢીને

73 તંબુઓ પાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા – તાણીને, કરવાની

74 આ કામળો ક્યાં અસલ ઊનનો બનેલો છે ? – બનેલો

75 મોટા સા'બ, ઈનામ લેવા સારુ ટેકરે નો'તો ચડ્યો – લેવા 

76 ભૂતકાળમાં ભોજો સીમચોરીઓને રવાડે ચડેલો – ચડેલો 

77 આ પુસ્તક મારે વાંચવાને જોઈએ છે – વાંચવાને

78  એનું કામ જોઈને શેઠ ખુશ થઈ ગયા – જોઈને પત્ર વાંચીને તેને સંતોષ થયો – વાંચીને

        ๏ યોગ્ય કૃદંત વડે ખાલી જગ્યા પૂરો 

1 એના હાથ પર ઝાપટ ............. કહ્યું. - મારીને 

2 જંગલી ઘોડાનું ટોળું ધરતી........દોડી આવતું હોય.- ધમરોળતું

3 બોલચાલની ભાષા માટેનો આ પ્રસંગે......પક્ષપાત 

હોય. - પ્રવર્તતો

4 એને આનંદિત........... મન થઈ ઊઠ્યું. - બનાવવાનું 

5 માફ કરો આ પ્રશ્ન...માટે. – પૂછવા 

6 બાપુ માથુ.............બોલી ઊઠ્યાં. – ધુણાવતા

7 ચલમ.......તેની સામે જોતાં કહ્યું. – ઠાલવીને

8 પગમાં કોઈના........ફાટેલા ચંપલ, પાની તો બળ્યાં

જ કરે. - ઊતરેલા

9 અમારે તો........... અવસ્થાએ દીકરાના નામની દૃશ્ય

દેવાઈ ગઈતી. -ઉતરતી

10 ...........માગવાનું બંધ કરો. - હાલતાં, ચાલતાં

11 નદી ઉતાવળે...........હતી. - વહેતી

12 ...........છોકરું પડી ગયું. – રમતું

13 ચોકઠાં પણ હવે બહું કામ.......ન હતા. - આપતાં

14.સભામાં આવેલો માણસ .......દેખાતો હતો.- . આવેલો 

15 ...........નેત્ર જલે ભરાય છે. -વિચારતાં

16 બહાર મેળો...........હતો. - લાગેલો

17 આવતીકાલે હું તમને….........આવીશ. - મળવા

18 ટાઈમ ટેબલ......હું બંધાયેલો છું. – ચલાવાને

19 મારે તમને એક વાત..........છે. - કહેવી

20 મેં બધું......... સાફ કર્યું. - વાળીને

21  મેં........... મને યાદ હતું. -વાંચેલું

22 ભાગોળમાં પેસતો મણિભાઈ લગભગ..........પડ્યો. - હસી

23 પલટાતી તરાહ કામમાં જરાય બાધક.. .. .નથી.- બનતી

24 કોઈપણ આવીને...........…. જુઓ, - લલચાવી

25 ટોળા પર ત્યાં એમ...........બોલ્યા ટેવ પ્રમાણે. – હસીને 

26 તારી વાત ગમે એવી છે, પણ કાન્તા મારે તને ખોટું...........પડશે. - લગાડવું

  27 ટેટો...........બધાં અંદર જોવા લાગ્યા. – ભાંગીને 

28 ભાણી ઠંડીમાં ધ્રુજતી..........હતી. - ચાલતી

29 ...........ગીતોગાવાથી આનંદ મળે છે. - ગમતાં

30 .........છોકરાં પાસ થઈ ગયા. – વાંચતા .

31  વાંચવી તેની ચિત્રકલા .......સહુ રાજી થયા. – જોઈ 

32 આ લિપિ ......... સાવ સરળ હશે.- વાંચવી

33   મહેનત કરનારાં કોઈદિ માંદા....... હશે ? – પડતા  

34 એ તળાવે ધરાયેલાં પશુ પાણી માટે ........ - આવત 

35 એક ચપટી.......... ડોકટરે દરદ મિટાવી દીધું. – વગાડત

36  બીજા માટે પૈસા..........એ સહેલું નથી. - વાપરવા  .

37 પત્ર..........તેને સંતોષ થયો. – વાંચીને  

38 આટેકરામાંથી....... બાળક ક્યાંથી નીકળેયું. -જીવતું

39 બાયડીની આબરૂ..........લૂગડાનો લી૨ોય નથી જડતો -ઢાંકવા

40  એનું કામ.. ...... . . શેઠ ખુશ થઈ ગયા. – જોઈને 

41 ............વૈદર્ભી નારદે મોકલ્યા - વરવા

42 ...........મળિયા રાજકુમાર, એક નળ દેખે નિરધાર.

- જોવા

43 પણ તમે થોડા...........દેખાવ છો. - માંદલા

44 પછી છ થી આઠ શેર અનાજ.... ...શરૂ કર્યું - દળવા

45 કાલની વાતમાંથી કોઈને.......હોય તો પૂછો. - પૂછવું.

46 એ ટમેટાનો એક દાણો........ એને ભાંગો. – લઈને

47 એકાદ જણે તો પ્રવ્રજ્યા... . ..જ જોઈએ. – લેવી 

48 આપને એક ખાલી વિનંતી...........છે. – કરવાની 

49 તે પોતાનું ભાષણ..…........ઊભો થયો. - આપવા 

50 નાસિકના લુરામ મંદિરમાં ભગવાનના દર્શન......હક્ક તેમને નહોતો. – કરવાનો

51 એ નિંદ્રામાં...........હતો. - ડૂબેલો

52  તે પહેલાં મારે કંઈક...........છે. - કહેવું 

53 સંત પુરૂષો........ જ હોય છે. – ગણ્યાગાંઠયા

54  અમારે તેમને ત્યાં.. .... જવું પડતું. – માંગવા 

55 મારા પતિએ મને જઈ.......આગ્રહ કર્યો – આવવાનો

56 તે સ્થળેથી...........અમને મન થતું ન હતું. - ખસવાન 

57 રાત્રિના તારાને તરણા સામે અધિકાર નથી. – હસવાનો

58 પરમેશ્વરની ભૂલ.....માણસ માથે લે ? – સુધારવાનું

59બ્રિટિશ રાજ્યમાં.......ન્યાયની ભાવનાનો છે.-રહેલી

60 આ તૈલચિત્ર વડી ધારાસભાને ભેટ...........છે. – આપવાનું


Post a Comment

0 Comments

Ads Area