std 12 gala assignment solution 2023
વિભાગ - A
1.નિયંતિવાદના પ્રખર સમર્થક કોણ હતા?
(a) કોર્ટ (b) કુ. એલન સેમ્પલ
(c) રિટર (d) હમ્બોલ્ટ
2. દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય ... .
(a) બિહાર (b) મહારાષ્ટ્ર
(c) ગુજરાત (d) કેરલ
3. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે?
(a) રેડ ઇન્ડિયન્સ (b) પાલિયાન
(c) સેમાંગ (d) લેપ
4 ભારતના કયા શહેરમાં આઈ. ટી.નું ક્ષેત્ર કાર્યરત નથી?
(a) ગાંધીનગર (b) વડોદરા
(C) હૈદરાબાદ (d) પુણે
5. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ?
(a) 1950 (b) 1853
(c) 1801 (d) 1958
6. ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું?
(a) 1936 (b) 1921
(c) 1926 (d) 1923
7. ઓપેક સંગઠનનું વડું મથક ... .
(a) વિયેના (b) દુબઈ
(c) સિંગાપોર (d) કાઠમંડુ
8. નીચેનામાંથી ઔદ્યોગિક કેન્દ્ર કયું છે?
(a) જોધપુર (b) જમશેદપુર
(C) ચંડીગઢ (d) વારાણસી
8. એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે?
(a) રેખા આલેખ (b) સાદો સ્તંભ-આલેખ
(c) પાઈ ડાયાગ્રામ (d) વર્તુળ આલેખ
10, આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે?
(a) GIS (b) GPS
(c) GIDS (d) GPSC
વિભાગ - B
→ 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધનયુગ કહે છે
12. આર્થિક પ્રવૃત્તિ એટલે શું?
→ જે પ્રવૃત્તિથી માનવીને આવક પ્રાપ્ત થાય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે
13. સરકાર દ્વારા લોકોને કઈ સેવાઓ અપાય છે?
→ સુરક્ષા, શિક્ષણ, સ્વાસ્થ્ય, સફાઈ અને કાયદાકીય વ્યવસ્થા જેવી અનેક પ્રકારની સેવાઓ સરકાર દ્વારા લોકોને આપવામાં આવે છે
14. વિશ્વમાં રેલમાર્ગની શરૂઆત ક્યાં બે શહેરો વચ્ચે થઈ હતી?
→ 1825 ઈંગ્લેન્ડના સ્ટૉક્ટન અને ડાર્લિંગ્ટન વચ્ચે
15. ભારતનો પ્રથમ ઉપગ્રહ કર્યો હતો?
→ આર્યભટ્ટ
16. રેશમ માર્ગ પર કઈ ચીજવસ્તુઓનો વ્યાપાર થતો હતો?
→ રેશમ, લોખંડનો સામાન, તેજાના વગેરેનો વ્યાપ૨
17. મહાનગરનો અર્થ સ્પષ્ટ કરો.
→ 10 થી 15 લાખ સુધીની વસ્તી ધરાવતી વસાહતને મહાનગર કહે છે
18. આલેખ એટલે શું?
→ આલેખ એ આંકડાનું દશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે
19. કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે છે?
→ પ્રવાહ આલેખ
20. કમ્પ્યૂટર હાર્ડવેર એટલે શું?
→ કમ્પ્યૂટરનાં ભૌતિક સાધનો કે જેને સ્પર્શ કરી શકાય તથા જોઈ શકાય તેને કમ્પ્યૂટર હાર્ડવેર કહે છે
વિભાગ - C
21. ભારતના ભાષાકીય માળખાનો પરિચય આપો.
→ ભારતમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે બીજા ક્રમે બંગાળી ભાષા છે
→ અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ રાજ્યમાન્ય ભાષાઓ છે
→ ગુજરાતી ભાષા દેશમાં સાતમું સ્થાન ધરાવે છે
→ ભાષાનો રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ છે
→ ભારતમાં તેલુગુ, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, ઉડિયા, પંજાબી, અસમી, સિંધી, મણિપુરી વગેરે ભાષાઓ બોલાય છે
22. ખનન એટલે શું? તેના પ્રકાર લખો.
→ ખનન એટલે પૃથ્વીમાંથી ખનીજો મેળવવા જમીન પરથી માટી કે રેતીને દૂર કરવી, ખોદકામ કરવું અથવા સારકામ કરવું
→ ખનનના બે પ્રકાર
1. ધરાતલ ખનન
2. ભૂમિગત ખનન
23. તૃતીયક પ્રવૃત્તિ ઉદાહરણ આપી સમજાવો.
→ માનવીને આપી શકાય તેવી સેવા ઓને તૃતીયક પ્રવૃતિ કહે છે
→ સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વ્યાપ૨, પરિવહન વગેરે તૃતીયક પ્રવૃતિઓ છે
23.વાણિજ્ય સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે?
→ જાહેર ખબરો, કાયદાકીય સલાહ, જનસંપર્ક સેવાઓ, પરામર્શન સેવાઓ વગેરે
24. ‘‘વર્તમાનમાં ઇન્ટરનેટનું ખૂબ જ મહત્ત્વ છે.’’ કારણ આપો.
→ રેલવે કે હવાઈ સમયપત્રક જાણવા, રેલવે, હવાઈ કે બસની મુસાફરી માટે ઇ ટિકિટ બુકિંગ કરાવવા, જામીનના દસ્તાવેજો મેળવવા, શૈક્ષણિક માર્ગદર્શન આપવા, ગુનેગારો શોધી કાઢવા, હોટલ બુકીંગ કરાવવા, ઑનલાઈન ખરીદ વેચાણ માટે, જાહેર પરીક્ષાના પરિણામો મેળવવા માટે ઈન્ટરનેટ સેવાઓ અનિવાર્ય બની ગઈ છે. ઉપરાંત વૉટ્સઅપ, ટ્વિટર, ફેસબુક, ઈ-મેઈલ વગેરે સેવાઓના ઉપયોગ માટે ઈન્ટરનેટનો ઉપયોગ જરૂરી બન્યો છે. તેથી વર્તમાન સમયમાં ઈન્ટરનેટનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે
25. ભારતનો આંતિરક વ્યાપાર એટલે શું?
→ભારતના રાજ્ય રાજ્ય વચ્ચે કે વિસ્તાર વિસ્તાર વચ્ચે થતી સેવા અને ચીજવસ્તુઓની આપ - લેને ભારતનો આંતરિક વ્યાપ૨ કહે છે
26. સંસાધન એટલે શું?
→ પૃથ્વી ઉપર મળી આવતા કુદરતી પદાર્થો કે જેનો ઉપયોગ માનવી પોતાના વિકાસ માટે કર્યો હોય એવા પદાર્થોને સંસાધન કહે છે
26.ભૂમિગત જળ એટલે શું?
→ નદી, સરોવર, સમુદ્રો વગેરે જળસ્વરૂપો માંથી પણ પાણીનો કેટલોક ભાગ ધીરે ધીરે ખડકોના સાંધા, છિદ્રો, તિરાડો, ફાટો, વાટે અછિદ્રાળું ખડક સ્તરોમાં એકત્રિત થાય છે તેને ભૂમિગત જળ કહે છે
→ પૃથ્વી પરના સપાટી પર રહેલા જળનું અવશોષણ થઈ પૃથ્વીના ભૂગર્ભમાં એકત્રિત થયેલ જળને ભૂમિગત જળ કહે છે
27. ગ્રામીણ વસાહતોનાં લક્ષણો જણાવો.
→આ વસાહતના લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ જેવી કે ખેતી, ખનન, વનિલ, પશુપાલન, મત્સાયયન પ્રવૃત્તિ કરે છે
→ ખેતી એ ગ્રામીણ વસાહતોનું મુખ્ય લક્ષણ ગણાય છે
→ વન્ય ક્ષેત્રોની નજીક વસેલી ગ્રામ્ય વિસ્તારોના લોકો વન્ય પેદાશો એકઠી કરવી, શિકાર અને ખનન પ્રવૃત્તિ વધુ કરે છે
→ સમુદ્ર અને નદી નજીકની ગ્રામ્ય વસાહતમાં રહેતા લોકો મત્સ્યાયન પ્રવૃત્તિ વધુ કરે છે
28. આંકડાકીય માહિતી એટલે શું?
→ પૃથ્વીસપાટી ઉપર કુદરતી તથા માનવસર્જિત તત્વો આવેલા છે આ તત્વોના પ્રાદેશિક વિતરણની માહિતીને ભૌગોલિક માહિતી કહે છે આ ભૌગોલિક માહિતી આંકડારૂપે માહિતી મેળવી શકાય છે આવી માહિતીને આંકડાકીય માહિતી કહે છે
29. નીચે આપેલ માહિતીના આધારે તેનો બહુલક શોધો :
16, 18, 36, 12, 32, 16, 34, 16
→ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતાં
12 ,16, 16, 16, 18, 32, 34, 36
અહીં આપેલાં અવલોકનોમાં અવલોકન 16 સૌથી વધુ આવે છે
તેથી આ માહિતીનો બહુલક 16 છે
30.સ્તંભ-આલેખ તૈયાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે?
→ બધા સ્તંભોની પહોળાઈ એકસરખી હોવી જોઈએ
→ પ્રત્યેક નજીક નજીકના સ્તંભો વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ
→ સ્તંભની ટોચ પર તે સ્તંભનું આંકડાકીય મૂલ્ય દર્શાવવું જોઈએ
વિભાગ - D
નોંધ- મોટા પ્રશ્નોમાં ફક્ત અગત્યના કી-વર્ડ આપીશું
31. સંભવવાદ વિચારધારા સમજાવો.
→ સર્વપ્રથમ - લુસિયન ફાવર
→ પ્રકૃતિ કરતાં માનવને મહત્ત્વ - સક્રિય પરિબળ
→ પ્રકૃતિના તત્વોના ઉપયોગ સંબંધી નિર્ણય માનવીએ કરવાનો - સંભાવનાઓનો સ્વામી માનવી
32. ‘વ્યાપારિક પશુપાલન' વિશે ટૂંક નોંધ લખો.
→ વૈજ્ઞાનિક દષ્ટિકોણ - ઉત્તમ ખોરાક -ઉત્તમ ઓલાદ
→ પશુચિકિત્સકો પાસે સારવાર
→ પશુપેદાશો મોટા પ્રમાણમાં ઉત્પાદન - વિશ્વના બજારોમાં નિકાસ
33. વિજ્ઞાન અને ટેક્નોલૉજી પાર્ક કોને કહેવામાં આવે છે? તે કયાં શહેરોમાં આવેલાં છે?
→વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ઔદ્યોગિક સંકુલોને સિલિકોન વેલી કહે છે
→ બેંગલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ, પૂણે
→ મેસચ્યૂસિટ્સ ના બોસ્ટન, કેલિફોર્નિયા
34. પરિવહનસંબંધી સમસ્યાઓના ઉપાયો જણાવો.
→ ટ્રાફિક નિયમન માટે ફ્લાય ઑવર
→ મેટ્રોરેલ કે મૉનોરેલનો વિકાસ
→ મલ્ટિલેવલ પાર્કિંગ
→ ઉપનગરો - સાઈકલ ટ્રૅગ - સામુહિક પરિવહનની સુવિધા
→ પાર્કિંગના નિયમો કડક બનાવવા
35. ‘આકાશવાણી’ વિશે ટૂંક નોંધ લખો.
→ વિવિધ ભાષાઓમાં કાર્યક્રમ - તમામ ક્ષેત્રના કાર્યક્રમ
→ શ્રોતાઓ સુધી ખૂબ ઝડપી- અસરકારક રીતે પહોંચાડે છે
→ જ્ઞાન આપી માનસિક રીતે સજ્જ કરે છે
36. ભારતના વિદેશ વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો.
→ પ્રાચીન સમયમાં - સ્થાનિક બજારો પૂરતો સીમિત
→ આદિમ સમાજમાં - વિનિમય વ્યવસ્થા
→ વૈશ્વિક વ્યાપારિક સંબંધો વિકસાવવામાં ફાળો
36.વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું?
→ મુક્ત વ્યાપાર પ્રદેશ - આંતરરાષ્ટ્રીય વ્યાપાર
→ જમીન - કરનું માળખું - લાઈસન્સ પ્રથા બંદ
→ વિદેશી રોકાણ - પાયાની સુવિધાઓ
→કંડલા સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન
37. ‘‘જૈવિક કચરાનો નિકાલ પડકારજનક છે.’’ વિધાન સમજાવો.
→ દવાખાના કે હોસ્પિટલમાંથી નીકળતો કચરો
→ આ જૈવિક કચરો ચેપીપણા તથા વિષાક્ત હોય
→ યોગ્ય રીતે નિકાલ ન થતાં અનેક રોગો ફેલાય
38. નીચે વિદ્યાર્થીઓના ગુણ આપ્યા છે. તેનો મધ્યક શોધો :
62, 68, 42, 56, 57, 36, 50
આપેલા અવલોકનોનો સરવાળો કરતાં Σxi
N = 7
62+68+42+56+57+36+50 = 371
→X = Σxi/n = 371/7 = 53
મધ્યક : 53
39 વિભાજિત વર્તુળ પદ્ધતિ વિશે ટૂંકમાં સમજૂતી આપો.
→ વિભાજિત વર્તુળ પદ્ધતિમાં વિગતો દર્શાવવા માટે વર્તુળના ખંડ પાડવામાં આવે છે તેને પાઇ ડાયાગ્રામ કહે છે
→ખુણો શોધવાની રીત : કુલ ટકા 100 અને વતૃળના કુલ અંશ 360 - ગુણોત્તર 3:6
આમ મૂળ આંકાને 3.6 વડે ગુણવાથી ખૂણો મળે
40. કમ્પ્યૂટરની મદદથી સ્તંભ-આલેખ કેવી રીતે તૈયાર થાય છે?
→ કૅલ્સી પ્રોગ્રામ
40.GPRS સિસ્ટમ વિશે ટૂંકમાં માહિતી આપો.
→ જનરલ પૅકેટ રેડિયો સર્વિસીસ
→ GPRS એક પેકૅટ આધારિત વાયરલેસ સેવા
→ ઈન્ટરનેટ સાથે જોડાણ
વિભાગ - E
41. વસ્તીગીચતા પર અસર કરતાં ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો.
→ અક્ષાંશ - ભૂપૃષ્ઠ - આબોહવા - જમીન
42. પરિવહનનો અર્થ સમજાવી, વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો.
→ માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે
→ વિશ્વના મુખ્ય સડક માર્ગો
● ટ્રાન્સ કેનેડિયન ધોરી માર્ગ ( સેંટજોન - વેનકુવર)
● અલાસ્કા ધોરી માર્ગ ( ઍડમોટન - ઍન્કરેજ)
● પાન અમેરિકન ધોરી માર્ગ
● સ્ટુઅર્ટ ધોરી માર્ગ ( ડાર્વિન - મેલબોર્ન)
● અલ્જિયર્સ ધોરી માર્ગ ( અલ્જિયર્સ - કોનાક્રી)
● શાગહાઈ ધોરી માર્ગ
● રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં 7
● મોસ્કો ધોરી માર્ગ ( વ્લાડિવૉસ્ટોક - મોસ્કો)
43. ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર સમજાવો.
→ પેટા પ્રકાર
● લંબચોરસ વસાહત પ્રણાલી
● રૈખિક વસાહત પ્રણાલી
● ચક્રીય વસાહત પ્રણાલી
● તારક આકારની પ્રણાલી
● ત્રિકોણીય વસાહત પ્રણાલી
● ઉપચક્રીય વસાહત પ્રણાલી
● નિહારિકા વસાહત પ્રણાલી
44. જળપ્રદૂષણ સમજાવી, તેને નિવારવાના ઉપાયો જણાવો.
44.ભૂમિસંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો.
→ ખેતીલાયક જમીનનો ઘટાડો
→ અતિ સિંચાઇથી થતું ભૂમિનું ક્ષારીકરણ
→ જમીન ધોવાણ
→ નિર્વનીકરણ
→ સઘન ખેતી
45. ગરીબીનો અર્થ આપી, તેને દૂર કરવાના ઉપાયો જણાવો.
45.ઘન કચરાની સમસ્યા અને તે દૂર કરવાના ઉપાયો જણાવો.
46. તમને આપવામાં આવેલા ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો :
( 1 ) સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય - સિક્કિમ
( 2 ) દિલ્લીથી મુંબઈ જતો સડક માર્ગ (એક અટકસ્થાન સાથે)
(૩) કોઈ એક દરિયાઈ બંદર - મુંબઈ
(4) ગુજરાતનું વહીવટી કેન્દ્ર - ગાંધીનગર
(5) પાતાળકૂવા ધરાવતું રાજ્ય - ગુજરાત