Ads Area

Geography in gujarati || ભૂગોળ પારિભાષિક શબ્દો || અખાત || ટાપુ || સામુદ્ધિધુની || ખીણ || સંયોગીભૂમિ || geography std 11

 Geography subject paribhaik shabdo 


ઉપસાગર (Bay)


🔸સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.



અખાત (Gulf)


🔸જ્યારે કોઈ જળવિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત.



ભૂશિર (Cape)


🔸ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલ હોય છે, જેને સમુદ્રરેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દા.ત. કન્યાકુમારી (ભારત) અને કૅપ ઑફ ગુડ હોપ (આફ્રિકા)



ટાપુ (Island)


🔸જે ભૂમિભાગ ચારેબાજુથી જળવિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન-નિકોબાર શંખોદ્વાર (બેટ દ્વારકા), પિરોટન, નરાબેટ, પિરમબેટ, શિયાળ બેટ વગેરે. 



ખીણ (valley)


🔸પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી, હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દા.ત., કશ્મીર ખીણ.



સામુદ્રધુની (Strait)


🔸બે જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. ઉદાહરણ : પાલ્કની સામુદ્રધુની ભારત અને શ્રીલંકા વચ્ચે.



સંયોગીભૂમિ (Isthmus)


🔸બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગીભૂમિ કહે છે. ઉદાહરણ : પનામા (ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે)




Post a Comment

0 Comments

Ads Area