Ad

આપણા ઘડવૈયા બાંધવ આપણે | પ્રારબ્ધ અને પુરુષાર્થ | માનવી પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે

  આપણા ઘડવૈયા બાંધવ આપણે અથવા

પ્રારબ્ધ અને પુરુષાર્થ અથવા 

માનવી પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે

પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનું હૃદ્ધ સનાતન છે. પ્રારબ્ધવાદી માન્યતા અનુસાર માનવીના સંજોગો, તેની પ્રવૃત્તિઓ, તેની સફળતાઓ અને નિષ્ફળતાઓ વગેરે ભાગ્યને જ આધીન છે. લલાટે લખ્યા લેખ કદી મિથ્યા થતા નથી. માણસ લાખ પ્રયત્નો કરે પણ પ્રારબ્ધ પાંગળું હોય તો તેને ધારી સફળતા મળતી નથી. માનવીના ભાગ્યમાં સિદ્ધિ અને સમૃદ્ધિ લખાયેલાં હોય તો તેને તે વિના પ્રયત્ન જ મળી રહે છે. માણસનાં સુખદુ:ખ, ચડતીપડતી અને યશ-અપયશનો આધાર નસીબ પર રહેલો છે. આવી મન્યતાને લીધે પ્રારબ્ધવાદીઓ પોતાના જીવનને નસીબને ભરોસે છોડીને નિષ્ક્રિય બેસી રહે છે. જન્માક્ષર, રાશિ ને ગ્રહોના ચકરાવામાંથી તેઓ બહાર નીકળી શક્તા નથી.


બીજી બાજુ, પુરુષાર્થવાદીઓ એવું માને છે કે પુરુષાર્થ વડે જ મનુષ્ય સુખ, સંપત્તિ અને સત્તા મેળવી શકે છે. “માનવી પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે', ‘સખત મહેનત કરનાર માટે અસંભવ જેવું કશુંય હોતું નથી.” પ્રખર પુરુષાર્થવાદી નેપોલિયને કહ્યું હતું, “અશક્ય શબ્દ મારા શબ્દકોશમાં નથી.” તેમજ “જગતમાં કશું અશક્ય નથી.”

(“Nothing is impossible in the world.”)


વાસ્તવમાં, સર્વત્ર પુરુષાર્થનો જ વિજય થાય છે. પુરુષાર્થ વિના કશું પ્રાપ્ત થતું નથી. હાથને તસ્દી આપ્યા વિના રાંધેલો ખોરાક પણ આરોગી શકાતો નથી. સિંહ જેવા સામર્થ્યવાન પ્રાણીએ પણ શિકાર કરવા જવું પડે છે, હરણાં સામેથી આવીને તેના મુખમાં પ્રવેશતાં નથી. (‘‘ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાનિ ન મનોરથ: | હિ સુપ્તચ સિંહસ્ય વિશક્તિ મુ પૃ{TI: '') માત્ર ઇરાદાઓથી ફળપ્રાપ્તિ થતી નથી, ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે. ખરેખર, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે.


જગતનો ઇતિહાસ માનવીના પુરુષાર્થનો જ ઇતિહાસ છે. વિશ્વની તમામ

સંસ્કૃતિઓના વિકાસનું શ્રેય પુરુષાર્થને ફાળે જાય છે. વિજ્ઞાનની અદ્ભુત શોધોના પાયામાં કેટલાય માનવીઓનો પ્રબળ પુરુષાર્થ રહેલો છે. પુરુષાર્થ વડે જ માનવી સ્થળકાળના સીમાડા ભેદી શક્યો છે, ધરતીનાં ઊંડાણો માપી શક્યો છે, સાગરનાં જળ અને તળનો તાગ પામી શક્યો છે, અવકાશનાં ગૂઢ રહસ્યો ઉકેલી શક્યો છે અને પૃથ્વીથી લાખો કિલોમીટર દૂરના અવકાશમાં ઘૂમી રહેલા ચંદ્ર પર સફળ ઉતરાણ કરી શક્યો છે. ભગીરથ પુરુષાર્થ વડે જ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ બન્યા અને જગતના લોકોને મુક્તિનો માર્ગ દર્શાવી શક્યા. ગાંધીજી અને તેમના સમકાલીન નેતાઓના પુરુષાર્થે ભારતને આઝાદી અપાવી. મહાન સાહિત્યકારો, કલાકારો અને વૈજ્ઞાનિકોએ કરેલા પુરુષાર્થને લીધે માનવસંસ્કૃતિ વિકાસને પંથે અવિરત આગળ વધી રહી છે. પુરુષાર્થની સાથે દીર્ધદષ્ટિ અને વિવેકબુદ્ધિનો સુમેળ સધાય તો ઉજ્વળ પ્રારબ્ધનું ઘડતર થઈ શકે છે.


જો કે કેટલાક પ્રસંગોમાં પ્રારબ્ધનો વિજય થતો અનુભવાય છે. છતાંય પ્રારબ્ધવાદી બની રહીને દુઃખનાં રોદણાં રડ્યા કરવાનો કશો અર્થ નથી. જીવનમાં સુખ અને સફળતા મેળવવા માટે પુરુષાર્થને માર્ગે પ્રયાણ કરવું જ રહ્યું. કવિ રાજેન્દ્ર શાહે તેમના એક કાવ્યમાં ઉચિત જ કહ્યું છે, “આપણા ઘડવૈયા બાંધવ, આપણે હો જી. 

Post a Comment

0 Comments