Ad

જો અણુયુદ્ધ થાય તો .. / ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા / ત્રીજું વિશ્વયુદ્ધ | ગુજરાતી નિબંધ

 જો અણુયુદ્ધ થાય તો .. / ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા / ત્રીજું વિશ્વયુદ્ધ

આજે આખું વિશ્વ અણુશસ્ત્રોના જીવતાજાગતા જ્વાળામુખીની ટોચ ઉપર બેઠેલું છે. આ જ્વાળામુખી કોઈ પણ ક્ષણે ફાટે તો જગત મહાવિનાશમાં લપેટાઈ જાય એવી પૂરી શક્યતા છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી, ફરીથી વિશ્વયુદ્ધ ન થાય તે માટે ભગીરથ પ્રયત્નો થયા હતા; છતાં વીસ જ વર્ષમાં દ્વિતીય વિશ્વયુદ્ધ આવી પડ્યું. એમાં કરોડો માણસો મૃત્યુ પામ્યા અને કરોડો ઘાયલ થયા. આ યુદ્ધમાં બૉમ્બ, રણગાડીઓ, વિમાનો, વિનાશિકાઓ, સબમરીનો વગેરે સંહારક શસ્ત્રોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો હતો. અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી નામના બે મોટાં શહેરો પર અણુબૉમ્બ ઝીંકી કાળો કેર વર્તાવી દીધો હતો.

આ વિનાશમાંથી ધડો લેવાને બદલે રમાજે જગતની મહાસત્તાઓ વધુ ને વધુ વિનાશક અણુશસ્ત્રોના ઉત્પાદનની સ્પર્ધામાં ઊતરી પડી છે. રશિયા, અમેરિકા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો સમગ્ર જીવસૃષ્ટિનો અનેક વાર નાશ કરી શકે એટલાં બધાં અણુશસ્ત્રો ધરાવે છે !

આઇન્સ્ટાઇને સ્પષ્ટ શબ્દોમાં ગંભીર ચેતવણી આપી હતી કે માનવજાતને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો તેણે યુદ્ધનો ત્યાગ કરવો જ પડશે; કારણ કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો તેમાં અણુશસ્ત્રોનો જ ઉપયોગ થશે અને સમગ્ર જીવસૃષ્ટિ નામશેષ થઈ જશે.

ત્રીજા વિશ્વયુદ્ધમાં જમીન અને જળવિસ્તાર પર લડવાનાં અદ્યતન અને અત્યંત વિનાશક શસ્ત્રોનો છૂટથી ઉપયોગ થશે. યુદ્ધનિષ્ણાતો અને ગુપ્તચરો દુશ્મન દેશને વધુમાં વધુ પાયમાલ કરવાના ભગીરથ પ્રયત્નો કરશે. આકાશી જંગ ખેલાશે. સ્વયંસંચાલિત શસ્ત્રોથી સજ્જ લડાયક વિમાનો દુશ્મનના પ્રદેશમાં ઘૂસી જઈ, ત્યાં ભીષણ બૉમ્બવર્ષા કરીને, તાંડવલીલા આદરશે. અણુબૉમ્બ, હાઇડ્રોજન બૉમ્બ કે એ બંનેથી પણ વધુ વિનાશક ન્યૂટ્રોન બૉમ્બનો બેફામ ઉપયોગ થશે. તેમની ઝેરી અસુરજ જીવસૃષ્ટિનો વિનાશ કરી નાખશે. આમ, ભવિષ્યના વિશ્વયુદ્ધમાં જગતની બધી નિદૉષ પ્રજાઓ ભરખાઈ જશે.

આ યુદ્ધ એવું પ્રત્યકારી હશે કે ઘડીના છઠ્ઠા ભાગમાં કરીડો માણસો રામશરણ થઈ જશે અને અબજો લોકો અપંગ બનશે. જેઓ બચી ગયા હશે તેઓ પણ ઘાતક રોગોનો ભોગ બની ગયા હશે. સમગ્ર જીવસૃષ્ટિનું ભાવિ અંધકારમય બની ગયું હશે, કલા, વેપારવાણિજ્ય, ધર્મ, શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિનાં શ્રેષ્ઠ ધામો ભસ્મીભૂત થઈ ગયાં હશે. આમ, હર્યાભર્યા ઉપવન સમી આ રમણીય સૃષ્ટિ ઉજજડ સ્મશાનભૂમિમાં ફેરવાઈ ગઈ હશે.

દ્વિતીય વિશ્વયુદ્ધની જેમ દુનિયાના તટસ્થ દેશો પણ ત્રીજા વિશ્વયુદ્ધની અસરથી અલિપ્ત રહી શકશે નહિ. અણુરજની વિનાશક અસરથી કોઈ જ બચી શકશે નહિ. જો અણુયુદ્ધ થશે તો મનુષ્યની અપ્રતિમ સિદ્ધિઓ અને સફળતાઓ પર પાણી ફરી વળશે. સભ્યતા તેમજ સંસ્કૃતિ નામશેષ થઈ જશે. ખરેખર, ભવિષ્યનું વિશ્વયુદ્ધ સમગ્ર જીવસૃષ્ટિનો મૃત્યુઘંટ જ વગાડી દેશે. ધર્મ, ભાઈચારો, સુખ-શાંતિ, પ્રગતિ ઇત્યાદિ ડહાપણની વાતો કરનારું કોઈ બચ્યું નહિ હોય, બચ્યાં હશે માત્ર ખંડેરો,

Post a Comment

0 Comments