Ad

લાગવગ એ જ લાયકાત || લાગવગ – એક સામાજિક દૂષણ || ગુજરાતી નિબંધ || બોર્ડ પરીક્ષા

 1. લાગવગ એ જ લાયકાત / લાગવગ – એક સામાજિક દૂષણ 


લાગવગ એટલે જ્યાં વગ વડે પૂરેપૂરા પ્રવેશવાનો મેળ કરી આપે એવી અસાધારણ ઈ શક્તિ. અરબસ્તાનની પરીકથાઓમાં આવતી ચોરગુફાનાં બારણાં ‘ખૂલ જા સીમસીમ' એવું બોલવાથી ઊઘડી જાય છે, એવી રીતે આજના યુગમાં લાગવગના બળે અનેક અશક્ય કાર્યો પણ શક્ય બની જાય છે.

                 www.onetoucheducation.in

લાગવગમાં ખરેખર અદ્ભુત શક્તિ છે. બાળકના જન્મની સાથે જ લાગવગનો પ્રભાવ શરૂ થઈ જાય છે. શાળા-મહાશાળાઓમાં પ્રવેશ મેળવવા માટે લાગવગ જરૂરી થઈ પડે છે. નોકરી તો આજે લાગવગ વિના સહેલાઈથી મળતી જ નથી. વીમાદલાલો પોતાના ધંધાના વિકાસ માટે લાગવગ લગાડે છે તો વીમો ઉતરાવનાર વ્યક્તિના વારસદારોએ વીમાનાં નાણાં મેળવવા માટે લાગવગ શોધવી પડે છે ! અરે, કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય તો એની સાબિતીરૂપે ડૉક્ટરનું પ્રમાણપત્ર મેળવવા માટે પણ લાગવગ લગાડવી પડે છે ! આમ, સંસારનો રથ લાગવગનાં પૈડાં ઉપર ચાલી રહ્યો છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

                  www.onetoucheducation.in

ક્રિકેટ મૅચની ટિકિટ ખરીદવી હોય, ધંધામાં કોઈ કૉન્ટેક્ટ મેળવવો હોય, બૅન્કમાંથી લોન મેળવવી હોય, નોકરીમાં બઢતી જોઈતી હોય, ચૂંટણીમાં મત મેળવવા હોય કે લગ્ન કરવા માટે યોગ્ય પાત્ર મેળવવું હોય – સર્વત્ર લાગવગ એક અસરકારક સાધન સાબિત , થાય છે. રાજકીય ક્ષેત્રે આગળ વધવું હોય તો નેતાઓના પગ પૂજવા પડે છે. આમ, - આજે જીવનમાં એવું કોઈ ક્ષેત્ર બાકી રહ્યું નથી જેમાં લાગવગે પોતાનો પગપેસારો કર્યો ન હોય. લાગવગ એ જાણે મોટામાં મોટી લાયકાત બની ગઈ છે. બહોળી લાગવગ ધરાવનારનું સ્થાન સર્વત્ર ઊંચું રહેલું દેખાય છે. આવા લાગવગિયાની મહેરબાની મેળવવા માટે લોકો પડાપડી કરતા હોય છે. લક્ષ્મીદેવી પણ જાણે લાગવગ નામની મહાદેવીની દાસી બની ગઈ હોય એમ લાગે છે.

                 www.onetoucheducation.in

લાગવગનું આટલું બધું વર્ચસ્વ એ આપણા સમાજનું મોટામાં મોટું દૂષણ છે. લાગવગની મદદ વડે અયોગ્ય માણસો પણ આગળ નીકળી જાય છે. આથી ઘણી જાહેર સંસ્થાઓના કામકાજમાં શિથિલતા અને નિષ્ક્રિયતા પ્રવેશી છે. પરિણામે તેમની કાર્યક્ષમતા

પણ નબળી પડે છે. લાગવગનો વ્યાપ વધવાથી સમાજમાં અન્યાય, અનીતિ, શોષણ, અપ્રામાણિક્તા, ભ્રષ્ટાચાર વગેરે અનિષ્ટો વધવા પામ્યાં છે.

                www.onetoucheducation.in

આજે તો યોગ્ય અને સમર્થ વ્યક્તિઓ પણ લાગવગના અભાવે પાછળ રહી જાય છે. પરિણામે બુદ્ધિમાન અને શક્તિશાળી વ્યક્તિઓની સેવાઓથી દેશ વંચિત રહી જાય છે. આમ, લાગવગનું અનિષ્ટ સમાજનાં નૈતિક મૂલ્યોને છિન્નભિન્ન કરી નાખે છે અને રાષ્ટ્રના સર્વાગી વિકાસમાં બાધક બને છે.

આજે સિનેજગતનો બધો વ્યવહાર લાગવગને આધારે જ ચાલે છે. લાગવગ વિના ત્યાં પ્રવેશ મેળવવો પણ અશક્ય છે.પણ લાગવગના કેટલાક ગેરલાભોને કારણે કંઈ લાગવગનો મહિમા ઘટી જતો નથી. લાગવગ એક સર્વવ્યાપી અને સર્વશક્તિમાન કીમિયો છે. જીવનમાં સફળતાનાં સોપાન સર કરવા માટે લાગવગ લગાડવી અનિવાર્ય થઈ પડે છે. ખરેખર, આજનો યુગ લાગવગનો જ યુગ છે. આમ છતાં ફક્ત ગુણવત્તાને જ ધ્યાનમાં લેવામાં આવતી હોય એવાં પણ ઘણાં ક્ષેત્રો છે જ, જ્યાં લાગવગની સામે ગુણવત્તા ધરાવતી વ્યક્તિ વિશેષ મહત્ત્વની બની રહે છે.

Post a Comment

0 Comments