Ad

std 12 sociology imp question and answer 2021, dhoran 12 samajshastra imp 2021, std 12 arts sociology most imp question 2021 pdf, std 12 samajshastra imp 2021 , dhoran 12 arts imp question pdf 2021

Std 12 arts samajshastra imp question 2021  

 

                    GSEB 2020-21 30% cut in board exam may 2021 this Gujarat Board of Secondary and Higher Secondary Education has prepared new courses in pursuit of national courses. These courses have been approved by the Government of Gujarat.

 Dhoran 12 samajshastra imp question and answer 2021 
                12 arts sociology unit test paper 20 marks in gujarati mudiam paper gseb paper bluprint may 2021 board exam all chapter unit test paper free downlod padf file this paper by gseb board exam taiyari karta student mate best 

 Std 12 arts sociology most imp 2021 

Chapter 4 imp question and answer

⤵️એક એક વાક્યમાં જવાબ આપો 1marks


1. સ્ત્રી સશક્તિકરણ એટલે શું ?

✒️ સશક્તિકરણ એટલે કે Empowerment માં power એટલે સત્તા - નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે ઉદાર વિચાર સાથેનો ગાઢ સંબંધ . સ્ત્રી - સશક્તિકરણમાં શક્તિ ( Power ) મહત્વનો છે . જેમાં બળ અને પ્રભાવ સમાવિષ્ટ થાય છે .


2. લિંગપ્રમાણ એટલે શું ?
✒️ દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એટલે લિંગપ્રમાણ .

2. SEWA નું પૂરું નામ જણાવો .
✒️ Self Employed Women's Association

3. ભારતમાં સ્ત્રી - સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ ?
✒️ ભારતમાં મહિલાઓના સશક્તિકરણ માટેની રાષ્ટ્રીયનીતિ ૨૦૦૧ ની સાલમાં ઘડાઈ .

4. સ્ત્રીલક્ષી કાયદાઓને મુખ્યત્વે ક્યાં ત્રણ વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય .
✒️ ( 1 ) સ્ત્રીઓના બંધારણીય અધિકારો ( 2 ) સ્ત્રીઓને રક્ષણ પુરું પાડતાં કાયદાઓ ( 3 ) સ્ત્રી - કલ્યાણલક્ષી કાયદાઓ .

5. ફેકટરી એકટ ક્યારે ઘડાયો ?
✒️ સ્ત્રીઓના કામના કલાકો સુનિશ્ચિત કરવા તેમજ ઘોડિયાઘરની વ્યવસ્થા કરવા ફેકટરી એક્ટ ઈ.સ. ૧૯૪૮ માં ઘડાયો .

6. સ્ત્રી - સશક્તિકરણનાં સામાજિક મહત્વનાં સંદર્ભમાં ગાંધીજીએ સ્ત્રીને સમાજનું કયું એકમ કહ્યું છે .
✒️ સ્ત્રી - સશક્તિકરણનાં સામાજિક મહત્વનાં સંદર્ભમાં ગાંધીજીએ સ્ત્રીને સમાજનું પાયાનું એકમ કહ્યું છે .

7. ભારતનાં બંધારણનાં કયા આર્ટિકલમાં રાજ્ય સ્ત્રી - પુરુષ સમાનતાનો અધિકાર , સ્ત્રી - પુરુષ લિંગભેદ સામે પ્રતિબંધ તેમજ રોજગારીની તકોમાં સમાનતાનો અધિકાર આપેલ છે .
✒️ ૧૪ , ૧૫ અને ૧૬ માં આર્ટિકલમાં 

8.કઈ સાલમાં ભારતની સંસદે કાયદાથી મહિલાઓ માટે રાષ્ટ્રીય કમિશનની રચના કરી .
✒️ ૧૯૯૦ ની સાલમાં

⤵️ 3 marks પ્રશ્નો


1. મહિલા સશકિતકરણ એટલે શું ? તેનાં લક્ષણો જણાવો 

✒️ “ મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું , શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે . ”
* મહિલા - સશક્તિકરણને સમજાવતા તેનાં લક્ષણો નીચે મુજબ દર્શાવે છે 
✒️ સ્ત્રી - સશક્તિકરણ એક પ્રક્રિયા છે . 
✒️ આ પ્રક્રિયામાં સ્ત્રીઓને પોતાનું સ્થાન અને મોકળાશ મળે છે . 
✒️ આ પ્રક્રિયા સ્ત્રીઓ દ્વારા સામૂહિક રીતે સભાનપણે કરાયેલા પ્રયત્નોની શૃંખલા છે . 
✒️ તે સ્ત્રીઓને હકોની અનુભૂતિ કરાવે છે . 
✒️  તે સત્તાની નવી સંકલ્પના છે . 
✒️  તે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે . 
✒️  તે સ્ત્રીઓની સભાનતા , અનુભવ , વિચાર , વર્તન વગેરે સાથે સંકળાયેલ છે . ન તે સ્ત્રીઓ વિશેની પરંપરાગત માન્યતાઓને બદલે છે .
✒️ તે પુરુષ વિરોધી નથી , પણ સ્ત્રીઓ સમાજમાં પોતાનું આત્મગૌરવ અને આત્મવિશ્વાસથી આગળ વધે એવું લક્ષ્ય ધરાવે છે .

2. ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ માટેનાં મહત્વનાં રમતગમત ક્ષેત્રનાં કાર્યક્રમોની વિસ્તારથી ચર્ચા કરો .

* સ્ત્રીઓના શારીરિક , માનસિક વિકાસ માટે સ્ત્રી - ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં અનેક યોજનાઓ ઘડવામાં આવી છે .
 ✒️મહિલા આત્મરક્ષણ માટેની યોજના - “ પડકાર ” 
✒️  મહિલા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અનુસૂચિત જાતિની મહિલા ખેલાડીને પુરસ્કાર યોજના આ પ્રોત્સાહક યોજનાઓ દ્વારા સ્વ - સુરક્ષાના હેતુથી સ્ત્રીઓની રમતગમત ક્ષેત્રે ભાગીદારી વધારવામાં આવે છે .

3. સ્ત્રીઓના બંધારણીય અધિકારો વિશે ચર્ચા કરો .

✒️ બંધારણીય કાયદો એ કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો કહેવાય .
✒️  ભારતમાં સામાજિક પરિવર્તન લાવવા માટે , સ્ત્રીઓના દરજ્જામાં સુધાર કરવા કાયદાકીય જોગવાઈ કરીને સ્ત્રીને પુરુષ સમાન દરજ્જો અને તકની સમાનતા આપવામાં આવી છે . 
✒️ બંધારણની કલમો દ્વારા સ્ત્રીઓને માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે , એટલે કે સ્ત્રીઓને બંધારણીય અધિકારો આપવામાં આવ્યા છે . 
✒️ જેમાં જીવન જીવવાનો , પુખ્તવયે લગ્ન કરવાનો , સ્વ - પસંદગીથી લગ્ન કરવાનો , છૂટાછેડા મેળવવાનો , પુનર્લગ્ન કરવાનો , પતિ કે પિતાની મિલકતમાંથી વારસો કે હિસ્સો મેળવવાનો , ત્યક્તા સ્ત્રી તરીકે પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો , અત્યાચારથી બચવા પતિથી અલગ રહેવાનો ,
 સ્વ - કમાણી અને સ્ત્રી - ધન પર સંપૂર્ણ હક મેળવવાનો , નબળા વર્ગની સ્ત્રીઓને મફત કાનૂની સહાય મેળવવાનો , શોષણાત્મક પ્રથાઓ સામે રક્ષણ મેળવવાનો , શિક્ષણ , વ્યવસાય અને રાજકારણમાં અનામત બેઠકો દ્વારા વિશેષ હકો મેળવવાનો વગેરેનો સમાવેશ થાય છે .

⤵️ 5 marks પ્રશ્નો

1. ભારતીય સમાજમાં સ્ત્રી - સશક્તિકરણનું મહત્વ સમજાવો .
ભારતીય સમાજમાં સમાજજીવનનાં સામાજિક , આર્થિક , શૈક્ષણિક , રાજકીય , કાનૂની વગેરે ક્ષેત્રમાં સ્ત્રી - સશક્તિકરણનું આગવું મહત્ત્વ રહેલું છે .
 ☆ વ્યક્તિગત મહત્ત્વ : 
✒️ મહિલા સશક્તિકરણ વિવિધ ક્ષેત્રો ઉપરાંત વ્યક્તિગત રીતે સ્ત્રીઓમાં જાગૃતિ આવે , પ્રશ્નો અને પડકારોનો સામનો કરી શકે , કુશળત્તા વિકસી શકે , નિર્ણયાત્મક સત્તા પ્રાપ્ત કરી શકે અને સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજી , સામાજિક વિકાસમાં યોગદાન આપી શકે ; સ્વમાન , સમજણ અને સન્માન મેળવી શકે તથા અન્યાયોને ગંભીરતાપૂર્વક દૂર કરવા કાર્યાન્વિત બની શકે એવાં  બહુવિધ પાસાંના સંદર્ભમાં સ્ત્રી - સશક્તિકરણ આવશ્યક છે . 
☆ સામાજિક મહત્ત્વ 
✒️  સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની હીન ભાવનાને અવગણે છે . સ્ત્રીઓને સન્માન આપવા તરફ પ્રયત્ન કરે છે . આ સંદર્ભમાં મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે , “ જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં ભારતીય નારીનો વિકાસ કરવો પડશે . કારણ કે સ્ત્રી વડે કુટુંબ , ફૂટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે . “ સ્ત્રી સમાજનું પાયાનું એકમ છે . ” સ્ત્રીસશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓને થતા અન્યાય , શોષણ કે પજવણીમાંથી મુક્તિ આપી સ્વતંત્રતા તરફ લઈ જવા માટેની મહત્ત્વની પ્રક્રિયા છે . આ માટે આંદોલનો પણ થયાં છે . સ્ત્રી - સંગઠનો અને સામાજિક - સુધારકોએ સામૂહિક ચેતના પણ જગાવી છે . સશક્તિકરણ સ્ત્રીઓને પોતાનાં સ્થાનમાં પરિવર્તન લાવવા અને પોતાનાં બાળકોનું યોગ્ય સામાજિકરણ કરવા સક્ષમ બનાવવામાં ઉપયોગી છે તેમજ નેતૃત્વશક્તિ અને આત્મવિશ્વાસ વધે તે માટે પણ તે આવશ્યક છે .

2. સ્ત્રી સશક્તિકરણ માટેનાં શૈક્ષણિક કાર્યક્રમોની વિસ્તારથી ચર્ચા કરો .
સ્વતંત્ર ભારતમાં બંધારણ દ્વારા સ્ત્રી અને પુરુષ સમાનતાનાં મૂલ્યને સ્થાપિત કરવા સ્ત્રી - શિક્ષણ પર ભાર મુકાયો . સ્ત્રીઓના સંદર્ભમાં સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિમાં પણ સ્ત્રી - શિક્ષણની આવશ્યકતાને સ્વીકારવામાં આવી .

 સ્ત્રી - શિક્ષણને વેગ આપવા ભારત સરકાર તરફથી અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા .
☆ કન્યા કેળવણી રથયાત્રા 
✒️ જેમાં પ્રાથમિક શિક્ષણમાં કન્યાઓનો પ્રવેશદર વધારવા માટે તેમજ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે શાળા પ્રવેશોત્સવ સમગ્ર રાજ્યમાં લોકભાગીદારીથી કરવામાં આવે છે . 
☆તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન 
✒️  ધોરણ -10 અને ધોરણ -12 ની બોર્ડની પરીક્ષામાં મહેનત , ધગશથી બોર્ડમાં ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી વિશેષ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે . આવા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજીને અન્ય વિદ્યાર્થીઓને - ખાસ કરીને કન્યાઓનો શિક્ષણ પ્રત્યે રસ જાગ્રત કરવામાં આવે છે .
☆સર્વ શિક્ષા અભિયાન 
✒️ સ્ત્રી - શિક્ષણને વેગ આપવા માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ કન્યા કેળવણી અંગેના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે . પ્રચાર અને પ્રસાર માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે . 
☆ શાળા લોકાર્પણ 
✒️ ખાસ કરીને કન્યાઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે અંતરિયાળ ગામોમાં શાળા સ્થાપીને કે શાળામાં સાધન - સગવડો વધારીને તેના લોકાર્પણ કાર્યક્રમ દ્વારા સ્ત્રી - શિક્ષણને વેગ આપવામાં આવે છે .
☆ સાઇકલ વિતરણ 
✒️ ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતી કન્યાઓને ગામથી 3 કિમીના અંતરે આવેલી શાળામાં જવા માટે સાઇકલ વિતરણ કાર્યક્રમ દ્વારા કન્યા કેળવણીમાં અવરોધરૂપ બનતી પરિસ્થિતિને દૂર કરવાના પ્રયત્નો થાય છે .
☆ અનાજનું વિતરણ
✒️ આદિવાસી વિસ્તારની 1 થી 7 ધોરણમાં ભણતી અને 70 % હાજરી નોંધાવતી કન્યાઓને પ્રોત્સાહિત કરવા તેમજ વાલીઓના સ્ત્રી - શિક્ષણ પ્રત્યેના હકારાત્મક વલણને વેગ આપવા વિના મૂલ્ય અનાજ વિતરણના કાર્યક્રમ યોજીને આદિવાસી વિસ્તારમાં શાળાનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં આવે છે .

✒️ તદુપરાંત શિક્ષણનો અધિકાર , સપ્તધારા , ગુણોત્સવ વગેરે સંબંધી જાણકારી આપતા કાર્યક્રમો યોજીને તેમાં પણ કન્યા - કેળવણી પર ભાર મૂકવામાં આવે છે . આમ , શશિક્ષણ સંબંધિત કાર્યક્રમોમાં કન્યા - કેળવણી પર ભાર મૂકીને સ્ત્રી - સશક્તિકરણના પ્રયાસો કરવામાં આવે છે .
3. સ્ત્રી સશક્તિકરણ માટેનાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની વિસ્તારથી ચર્ચા કરો .
✒️ ભારત સરકારની સ્ત્રી - સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિમાં સ્ત્રીઓના આરોગ્ય પ્રત્યે ભાર મૂકવામાં આવ્યો છે . 
✒️ ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ મહિલા અને બાળ - કલ્યાણ વિભાગ સ્ત્રીના આરોગ્ય સંબંધિત કાર્યક્રમો યોજીને સ્વાથ્ય સંબંધિત જાણકારી આપવા નીચે મુજબના પ્રયત્નો કરે છે . 
✒️ સામાજિક બદીઓ અને સ્ત્રી - સ્વાથ્ય : સમાજના કુંરેવાજોથી સ્ત્રીના કથળતા આરોગ્ય અંગે જાણકારી આપતા કાર્યક્રમો યોજવામાં આવે છે . દા.ત. , બાળલગ્નથી આરોગ્યને જોખમ , ગેરકાયદેસર જાતિ બાળલગ્નથી આરોગ્યને જોખમ , ગેરકાયદેસર જાતિ પરીક્ષણથી શરીરને થતું નુકસાન . 
✔️ માતૃ - કલ્યાણ કાર્યક્રમો : સ્ત્રીઓને ગર્ભાધાન , સ્તનપાન તેમજ બાળઉછેર સંબંધિત વૈજ્ઞાનિક જાણકારી આપીને સ્ત્રીઓનાં આરોગ્યનું જતન કરવામાં આવે છે . 
✔️ કુંટુંબ કલ્યાણ કાર્યક્રમો : કુટુંબના મર્યાદિત કદ સહિત માતા અને બાળકનાં કલ્યાણ સંબંધિત કાર્યક્રમ વિશે જાણકારી આપતા કાર્યક્રમો યોજીને સ્ત્રીઓને કુટુંબ નિયોજનની પદ્ધતિઓની વૈજ્ઞાનિક ઢબે માહિતી અપાય છે . તદુપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઉપયોગિતા તેમજ પરંપરાગત પ્રસૂતિ પદ્ધતિના ગેરલાભ વગેરેની સમજણ આપતા કાર્યક્રમો કરવામાં આવે છે . 
✔️ પોષણક્ષય આહારને લગતા કાર્યક્રમો : સ્ત્રીઓના કુપોષણની માત્રાને ઘટાડવા માટે પોષણક્ષમ આહારની જાણકારી આપતા કાર્યક્રમો ઘડવામાં આવે છે . ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિવર્ધક આહાર વિશે જાગૃતિ લાવવાના પ્રયત્નો થાય છે . 
✒️ ગુજરાતમાં પણ ઉપર્યુક્ત કાર્યક્રમો ઉપરાંત સ્ત્રીના આરોગ્યલક્ષી કાર્યક્રમો થાય છે . જેમ કે બેટી બચાવો , બેટી વધાવો અભિયાન : સમાજના જાતિ પ્રમાણમાં ઊભી થયેલી અસમતુલાને દૂર કરવા , કન્યા જન્મને સ્વીકારીને સ્ત્રીઓનાં આરોગ્યને જાળવવા આ ઊભી થયેલી અસમતુલાને દૂર કરવા , કન્યા જન્મને સ્વીકારીને સ્ત્રીઓનાં આરોગ્યને જાળવવા આ અભિયાન હેઠળ રેલી , નાટકો , શિબિરો , સેમિનાર , કોન્ફરન્સ , પરિસંવાદ , ચર્ચા જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે . 
✔️  જાગૃતિ કાર્યક્રમો : સ્ત્રી - સ્વાથ્ય સંબંધિત સંકુચિત માનસમાં પરિવર્તન લાવવા જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે . ખાસ કરીને ગ્રામીણ તથા આદિવાસી વિસ્તારોમાં સ્ત્રીઓનાં આરોગ્યને લગતા સંકુચિત લોકમાનસમાં બદલાવ લાવવા આરોગ્ય કેન્દ્રની સુવિધા વધારી , સ્વાસ્થ અધિકારીઓ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે .
4. ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ માટેનાં મહત્વનાં શૈક્ષણિક કાર્યક્રમોની વિસ્તારથી ચર્ચા કરો .
✒️ ગુજરાતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ કુલ સાક્ષરતા દર 78.03 % જેટલો છે . જેમાં પુરુષ - સાક્ષરતા દર 85.75 % અને સ્ત્રી - સાક્ષરતા દર 69.68 % છે . ગુજરાતમાં ગ્રામીણ સાક્ષરતા દર 61.4 % અને શહેરી સાક્ષરતા દર 81.0 % જેટલો નોંધાયો છે . 
✒️ સ્ત્રી - સાક્ષરતામાં સુધાર કરવા માટે અનેકવિધ યોજનાઓ ઘડીને તેના અમલીકરણ માટે સઘન પ્રયત્નો થાય છે . આવી કેટલીક યોજનાઓની યાદી નીચે મુજબ છે .

✒️  વિદ્યાલક્ષ્મી બોન્ડ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય 
✒️ કન્યાઓને વિનામૂલ્ય શિક્ષણ 
✒️ કન્યાઓ માટે હોસ્ટેલ 
✒️ સાઇકલ સહાય 
✒️ સરકારી પોલિટેકનિકમાં અભ્યાસ કરતી કે સરકારી ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે હોસ્ટેલની સુવિધાની જોગવાઈ 
✒️  આદિજાતિ વિસ્તારોમાં સરકારી પોલિટેકનિક કે શૈક્ષિક યોજનાઓ 
✒️  ઇજનેરી કૉલેજમાં અભ્યાસ કરતી કન્યાઓને હોસ્ટેલની સુવિધા
✒️  વિધાસાધના યોજના 
✒️ એસ.એસ.સી. પછીના અભ્યાસક્રમ માટે અનુસૂચિત જનજાતિની મહિલાઓને શિષ્યવૃત્તિ 




            Mukta Mandal enjoys this textbook prepared in accordance with the new syllabus of Std. 12 arts Geography subject approved by the Government of Gujarat. 1 Before the publication of this textbook, its manuscript has been thoroughly reviewed by teachers and experts at this level. This textbook has been published after making proper corrections in the manuscript as per the suggestions of teachers and experts. The congregation has taken great care to make the present textbook interesting, useful and flawless. However, suggestions from those interested in education to increase the quality of the book are welcome. How are all of you..? we hope that you will happy, It's matter of pleasure,we meet on "One Touch Education Channel" regularly. We are proud to present to you all your "One Touch Education Channel" online quiz test based on "GCERT" and "NCERT" textbooks. You can get good marks in the exam by making multifaceted improvements in your ongoing preparation with the expectation that all of you student friends can gradually improve your preparation by giving this test. So just visit our website every day and you too can become a successful and brilliant student. The online test will be very useful for every student of Std. 6th to 12th Gujarati medium as well as this test has been carefully prepared by taking information from subject matter experts in the expectation that this test will be useful in self-assessment and also in removing the rawness in oneself. We hope that the treasure trove of textbook based quizzes will prove to be important as well as ideal for the friends of every young generation who are preparing for public exams as well as developing knowledge.

Post a Comment

0 Comments